ફળોનો રાજા કેરીના જાણો અદ્ભુત ફાયદા.

Health

કેરી એ એવું ફળ છે કે જે બધાને પસંદ હોય છે.ગરમીની સીઝનમાં તાપના લીધે આપણે ઘણા પરેશાન હોઈએ છીએ પણ મોસમી ફળોના લીધે આપણને ગરમીનો અહેસાસ નથી થતો. આમાં ફળોના રાજા કેરીની વાત કરીએ તો કેરી ખાવામાં આમતો ખુબજ સ્વાદિષ્ટ હોય છે અને તેના ફાયદા પણ ખુબજ આશ્ચર્યજનક છે. કેરી કાચી હોય કે પાકી બન્ને રીતે ખુબજ ઉપયોગી છે.તો ચાલો જાણીએ ફળોના રાજા કેરીના અદ્ભુત ફાયદા.

૧) આંખ માટે :- કેરીમાં વિટામીન A હોય છે જે આંખ માટે ખુબજ ફાયદાકારક છે. કેરી ખાવાથી આંખની દ્રષ્ટિ સારી થાય છે.

૨) કોલેસ્ટેરોલ :- કેરીમાં વિટામીન C અને ફાયબર હોય છે જેના લીધે ખરાબ કોલેસ્ટેરોલ નું સંતુલન રાખવામાં મદદ મળે છે.

૩) ત્વચા માટે :- જો તમારી ત્વચામાં ચમક લાવવા માંગો છો તો કેરી ખુબજ ઉપયોગી છે.કેરીનો ફેસ પેક ચહેરા પર લાગવાથી ચહેરા પર ચમક આવે છે.

૪) ઈમ્યુન સીસ્ટમ :- જો રોગ સામે રક્ષણ મેળવવું હોય તો આપણી ઈમ્યુન સીસ્ટમ મજબુત હોવી જોઈએ. કેરી રોગપ્રતિકારક ક્ષમતા વધારવાનું કામ કરે છે એટલા માટે આપણે આહારમાં કેરી ખાવી જોઈએ.

૫) પાચન માટે :- કેરી ખાવાથી આપણને પેટની પાચન સંબંધિત સમસ્યા દુર થાય છે. કેરીમાં લેક્સેટીવ એટલે કે પેટ સાફ કરવાનો ગુણ હોય છે અને સાથે કબજીયાતની સમસ્યા પણ દુર થાય છે.

૬) લુ સામે રક્ષણ :- ગરમીની સીજનમાં મોટેભાગે બધાને લુ લગતી હોય છે. લુ થી બચવા માટે કાચી કેરી ખુબજ અસરકારક છે. આ ઉપરાંત કાચી કેરી શરીરમાં પાણીની ઉણપ પણ પૂરી કરે છે.

Leave a Reply

Your email address will not be published.