KGF-2 ના ચાહકોએ સુપરસ્ટાર યશનું હજારો બુક્સ વડે ચિત્ર બનાવીને નોંધાયો વર્લ્ડ રેકોર્ડ, જુઓ video…

Bollywood

સાઉથ સિનેમામાં ફિલ્મો અને સ્ટાર્સને લઈને ચાહકોનો ક્રેઝ અલગ જ સ્તર પર જોવા મળે છે. આજે સાઉથ ઈન્ડસ્ટ્રી દુનિયામાં નામ કમાઈ રહી છે અને સાઉથની ફિલ્મો કરોડોની કમાણી કરી રહી છે. તેમાં ચાહકોનો પણ ઘણો ફાળો છે. તાજેતરમાં જ સાઉથના ચાહકોએ એક એવું ઉદાહરણ રજૂ કર્યું છે, જેને જાણીને કોઈના પણ હોશ ઉડી જાય.

સાઉથના સુપરસ્ટાર યશની ફિલ્મ KGF ચેપ્ટર 2 રિલીઝ થઇ ગઈ છે અને ફિલ્મ રિલીઝ થતા જ એક પછી એક વર્લ્ડ રેકોર્ડ બનાવી રહ્યા છે. આ વખતે ફિલ્મે વધુ એક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે અને તેના માટે ચાહકોનું સંપૂર્ણ યોગદાન છે.

જ્યારે KGF ચેપ્ટર 1 રિલીઝ થયું હતું, ત્યારે અભિનેતા યશની લોકપ્રિયતા આકાશને સ્પર્શવા લાગી. તેઓ હિન્દી પ્રેક્ષકો સહિત સમગ્ર વિશ્વમાં લોકપ્રિય બન્યા હતા. KGF ચેપ્ટર 2 રિલીઝ થઇ ગઈ છે અને ચાહકો પણ આ ફિલ્મને ખાસ રીતે આવકારી રહ્યા છે. હવે યશના ચાહકોએ તેમના સુપરસ્ટારને ખાસ રીતે સન્માનિત કર્યા છે. ચાહકોએ 23,400 પુસ્તકોની મદદથી દક્ષિણના અભિનેતાનું સૌથી મોટું પોટ્રેટ બનાવ્યું છે.

આ કામ ઓલ કર્ણાટક રોકિંગ સ્ટાર યશ ફેન્સ એસોસિએશન મલુર, કોલાર દ્વારા કરવામાં આવ્યું છે. આ ફેન ક્લબે યશનું મોઝેક પોટ્રેટ બનાવ્યું છે. તે 23,400 પુસ્તકોની મદદથી બનાવવામાં આવ્યું છે. વીડિયો શેર કરતાં યશના એક ફેન ક્લબે ટ્વિટર પર લખ્યું- Big, Bigger, Biggest. અમે 120×170 ft વિશે વિચાર્યું હતું પરંતુ અંતે તે અમારી અપેક્ષા કરતા વધુ બહાર આવ્યું.

Leave a Reply

Your email address will not be published.