રિલીઝ થયું KGF 2 નું પહેલું ગીત “Toofan” રોકી ભાઈ ની પેલી ઝલક આવી સામે…જુઓ વિડિઓ

Bollywood

સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના રોકિંગ સ્ટાર યશને લઈને દર્શકોમાં એટલો ક્રેઝ કે સોશિયલ મીડિયા પર યશ અને તેની આગામી ફિલ્મ ‘KGF ચેપ્ટર 2’ બધે ટ્રેન્ડ થઇ રહી છે અને તેજ યશ ની ફેન ફોલોઇંગ બતાવે છે. દર્શકોને ફિલ્મ માટે ઉત્સુક રાખવા માટે સોમવારે ફિલ્મનું પહેલું ગીત ‘તુફાન’ રિલીઝ કરવામાં આવ્યું છે,

તુફાન ગીત લિરિકલ છે. ફિલ્મ ‘KGF 2’ના બેકગ્રાઉન્ડની જેમ આ ગીત પણ થોડું ઇન્ટેન્સ લાગે છે. આ ગીતના બોલ શબ્બીર અહેમદે લખ્યા છે અને તેનું સંગીત રવિ બસરૂરે આપ્યું છે.

આ ગીત દ્વારા દર્શકોને યશના પાત્ર રોકી ભાઈની પ્રથમ ઝલક પણ જોવા મળી છે. ગીત ખૂબ જ દમદાર છે અને તેની લય એકદમ જીવંત છે. આ ગીત ફિલ્મમાં યશના પાત્રને સંપૂર્ણ રીતે ન્યાય આપે છે. આ ફિલ્મમાં યશ એક યોદ્ધાની ભૂમિકામાં છે, જે ગરીબો માટે મસીહાથી ઓછો નથી.

યશની આગામી ફિલ્મનું આ ગીત માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ કન્નડ, તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષાઓમાં પણ રિલીઝ કરવામાં આવ્યું છે. યશના આ ગીત પર તેના ચાહકોનો જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. યશના ચાહકો તેમના પ્રિય સ્ટારની આ ફિલ્મને થિયેટરોમાં જોવા માટે ખૂબ જ ઉત્સુક છે.

KGF ચેપ્ટર 1 રિલીઝ થયા પછી, યશની ફેન ફોલોઈંગ ઘણી વધી ગઈ. ફિલ્મનો ક્લાઈમેક્સ એટલો શાનદાર હતો કે દરેક વ્યક્તિ જાણવા માંગે છે કે ફિલ્મમાં આગળ શું થવાનું છે. આ ફિલ્મ પછી બધા યશને રોકી ભાઈના નામથી બોલાવવા લાગ્યા છે.

અત્યારે જો આપણે KGF ચેપ્ટર 2 ની સ્ટાર કાસ્ટ વિશે વાત કરીએ તો આ વખતે યશની સાથે સંજય દત્ત પણ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં સંજય દત્ત વિલનની ભૂમિકામાં છે અને ચાહકોને તેનો પહેલો લુક ગમ્યો હતો. આ ફિલ્મમાં સંજય દત્ત અને યશ ઉપરાંત રવિના ટંડન અને પ્રકાશ રાજ પણ મહત્વના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ કન્નડ, તમિલ, તેલુગુ, હિન્દી અને મલયાલમ ભાષાઓમાં 14 એપ્રિલે રિલીઝ થવાની છે.

Leave a Reply

Your email address will not be published.