22 વર્ષનો એક છોકરો સોશિયલ મીડિયા દ્વારા કરોડો રૂપિયા કમાઈ રહ્યો છે. તેમની કુલ સંપત્તિ એક અબજ રૂપિયાને વટાવી ગઈ છે. તે પ્રમોશનલ વીડિયો માટે 50 લાખ રૂપિયાથી વધુ ચાર્જ કરે છે. વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લાખો લોકો તેને ફોલો કરે છે. વાસ્તવમાં અમે વાત કરી રહ્યા છીએ કન્ટેન્ટ ક્રિએટર ખાબી લામની. ખાબી લામ સોશિયલ મીડિયાની દુનિયામાં જાણીતું નામ છે. ખાબીએ તાજેતરમાં નંબર વન ટિક્ટોકરનું બિરુદ હાંસલ કર્યું છે.
એડવેન્ચરના નામે બોયફ્રેન્ડે ઊંચી ટેકરી પર લઈ જઈને ગર્લફ્રેન્ડને ધક્કો માર્યો! જુઓ ચોંકાવનારો વીડિયો
વીડિયોને લાખો લોકો જુએ છે
ખાબી લામ એક ચપટીમાં ‘મુશ્કેલ કામો’ના વીડિયો સરળતાથી બનાવવા માટે જાણીતો છે. તેના રમુજી વીડિયોએ સોશિયલ મીડિયા પર ખૂબ જ હલચલ મચાવી છે. તેના ચહેરાના હાવભાવ પર ઘણા બધા મીમ્સ બનાવવામાં આવ્યા છે. ખાબીના વીડિયો જોનારા લોકોની સંખ્યા લાખોમાં છે.
કમાણી જાણીને તમે ચોંકી જશો
નંબર વન ટિક્ટોકર ખાબી લામની સોશિયલ મીડિયા દ્વારા કમાણી કોઈને પણ ચોંકાવી શકે છે. એક રિપોર્ટ અનુસાર, ખાબીની કુલ સંપત્તિ અંદાજે 145 કરોડ રૂપિયા છે.
વિચિત્ર બનાવ: છોકરાએ જે છોકરી સાથે સગાઇ કરી હતી તે જ છોકરીને ભગાડીને લઇ ગયો
પોતાનો ઓનલાઈન સ્ટોર પણ ચલાવે છે
તેમની મોટાભાગની કમાણી બ્રાન્ડ સ્પોન્સરશિપમાંથી આવે છે. અહેવાલ છે કે ખાબી પ્રમોશનલ ટિકટોક વીડિયો શૂટ માટે લગભગ 57 લાખ રૂપિયા ચાર્જ કરે છે. આ સિવાય તે એક ઓનલાઈન સ્ટોર પણ ચલાવે છે. બીજા નંબરનો ટિક્ટોકર ડી’મેલિયો પણ દર વર્ષે 195 કરોડથી વધુની કમાણી કરે છે. ખાબી લામ પહેલા બે વર્ષ સુધી ડી’મેલિયો નંબર વન ટોકટોકર હતો.
આ ટાપુ પર રહે છે માત્ર અબજોપતિ, આલીશાન ઘરોની કિંમત જાણીને થઈ જશો હેરાન
ખાબી લામની ફેન ફોલોઈંગ
ખાબી લામની સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં ફેન ફોલોઈંગ છે. Tiktok પર તેના 143 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે, જ્યારે Instagram પર તેના 78 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. તેના વીડિયોને યુટ્યુબ પર લાખો વ્યુઝ મળે છે.