ખાલી 3 દિવસ માટે કરો આ કામ અને તમારી ફાટેલી એડીઓને બનાવો મુલાયમ…

Health

શિયાળાની ઠંડી ઋતુ અને ભાગદોડના કારણે શક્ય છે કે તમે તમારી જાતની કાળજી ન લઇ શકો. તમે તમારા શરીરનું સારી રીતે ધ્યાન રાખતા નથી તેના કારણે પગની એડીઓ ફાટવા લાગે છે. ફાટેલી એડીને સુંદર દેખાડવા માટે તમે આ ઘરેલૂ ઉપાય અજમાવી શકો છો. સસ્તા અને સરળ ઉપાયથી તમારા પગ સુંદર દેખાશે. પરંતુ આ ચીજ કઈ છે અને તેને કયા પ્રમાણમાં વાપરવી તે જાણી લેવું પણ જરૂરી રહે છે.

ફાટેલી એડિયો, આ જોવામાં ખૂબ ખરાબ લાગે છે અને સાથે સાથે પગની સુંદરતાને પણ બગાડી નાખે છે.

ફાટેલી એડિયોને મુલાયમ બનાવાવા માટે અનેક યુવતીઓ ઘણી બધી બ્યુટિ ટિપ્સ અપનાવે છે. છતા પણ તેમની એડીઓમાં કોઈ ફરક પડતો નથી. જો તમે પણ આ સમસ્યાથી પરેશાન છો તો આજે અમે તમારે માટે એક ઘરેલુ ઉપાય લઈને આવ્યા છે જેનાથી તમે તમારી ફાટેલી એડિયોને મુલાયમ બનાવી શકો છો.

જરૂરી સામાન
– 1 કપ મેડિસિનલ આલ્કોહોલ
– 10 એસ્પિરિનની ગોળીયો
– 1 ચમચી હળદર પાવડર

કેવી રીતે બનાવવું

1. સૌ પહેલા એક વાડકીમાં આલ્કોહોલ નાખો અને તેમા હળદર પાવડર નાખીને સારી રીતે મિક્સ કરો.

2. હવે એસ્પિરિનની ગોળીઓને વાટી લો. વાટીને પછી તેને તૈયાર કરેલા મિશ્રણમાં નાખો.

3. આ મિશ્રણને ઢાંકીને મુકી દો અને 24 કલાક માટે તેને એમ જ રહેવા દો.

4. રોજ રાત્રે આ મિશ્રણને તમારા પગ પર માલિશ કરો. પછી તમારા પગને ઢાંકી લો.

5. સવારે ઉઠીને ચોખ્ખા પાણીથી પગ ધોઈ લો અને મૉઈસ્ચરાઈઝિંગ ક્રીમ લગાવી લો. થોડા દિવસ સુધી આવી રીતે કરો. તમારી ફાટેલી એડિયો ફરીથી મુલાયમ બની જશે.

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *