એક સમયે એક રૂમમાં સામાન્ય પરિવાર સાથે રહેતી કિંજલ દવે આજે છે લાખોની માલકીન, જાણો કિંજલ દવેની સફળતાની કહાની…

Story

આજકાલ કિંજલ દવેની બોલબાલા છે. ભાગ્યે જ કોઈ એવો ગુજરાતી હશે જે કિંજલ દવેને નહીં ઓળખતો હોય. કિંજલ દવે હાલ અમેરિકામાં ગરબાના કાર્યક્રમમાં ધૂમ મચાવી રહી છે. એક સમયે નાની એવી ઓરડીમાં રહેતી કિંજલ દવેએ હાલ અમદાવાદમાં આલીશાન બંગલોમાં લક્ઝુરિયર્સ લાઈફ જીવી રહી છે. પહેલાંની અને આજની કિંજલ દવેમાં જમીન-આસમાનનો ફેર છે.

હવે કિંજલ દવે એકદમ સ્ટાઈલિસ્ટ બની ગઈ છે. તેના પહેરવેશ અને સ્ટાઈલની આજકાલ ખૂબ ચર્ચા થઈ રહી છે. હાલમાં અમેરિકા જતા પહેલાં કિંજલ દવેની તસવીરો સોશ્યલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ હતી. આ તસવીરોમાં કિંજલ દવેના સ્ટાલીશ પર્સે લોકોનું ઘ્યાન ખેંચ્યું હતું. અમેરિકા જતાં પહેલાં કિંજલ દવે અમદાવાદ એરપોર્ટ પર ગ્રે રંગના પેન્ટ તથા ટોપમાં જોવા મળી હતી. આ સમયે કિંજલ દવેના હાથમાં મોંઘીદાટ બેગ પણ હતી. તેણે વ્હાઇટ શૂઝ સાથે લુક કમ્પ્લિટ કર્યો હતો.

કિંજલ દવેના હાથમાં ક્રિસ્ટિન ડિઓર બ્રાન્ડની બેગ જોવા મળી હતી. માર્કેટમાં આ બેગની કિંમત સાત હજાર રૂપિયા છે. કિંજલ દવે શિકાગો એરપોર્ટ પર લેન્ડ થઈ ત્યારે તેણે કપડાં ચેન્જ કરી નાખ્યા હતા. શિકાગો એરપોર્ટ કિંજલ દવેના હાથમાં બેગ તો તે જ છે, પરંતુ તેણે બ્લેક લોંગ ટોપ તથા ડેનિમ કૅરી કર્યું હતું.

નોંધનીય છે કે હાલ કિંજલ દવે અમેરિકાની ટૂર પર છે. તે અમેરિકાના અલગ અલગ શહેરોમાં ગરબાના કાર્યક્રમોમાં પોતાના સૂરથી ગુજરાતીઓને ડોલાવી રહી છે. પાંચ દિવસમાં તેણે ટેમ્પા, ફ્લોરિડા અને જ્યોર્જિયા સ્ટેટમાં ગરબાના કાર્યક્રમમાં ધમાલ મચાવી હતી. હાલ ડાયરાકિંગ કીર્તિદાન ગઢવી પણ અમેરિકાના પ્રવાસ પર છે. કિંજલ દવે અને તેની ટીમને હાલમાં અમેરિકાના વિઝા મળતાં તે પણ પિતા અને તેની ટીમ સાથે અમેરિકના પ્રવાસે રવાના થઈ હતી.

ઉલ્લેખનીય છે કે ‘ચાર ચાર બંગડીવાળી’ ગીત ગાઈને રાતોરાત ગુજરાતીઓના દિલમાં વસી ગયેલી કિંજલનું જીવન ખૂબ સંઘર્ષમય વીત્યું છે. કિંજલના પિતા હિરા ઘસતા અને એક રૂમના ભાડાના મકાનમાં રહેતા. કિંજલે માત્ર 7 વર્ષની ઉંમરમાં ગાવાનું શરૂ કર્યું હતું. કિંજલ દવેનો જન્મ વર્ષ 1999માં ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. હાલ અમદાવાદમાં રહેતા કિંજલના પિતા લલીતભાઈ એક સમયે હિરા ઘસવાનું કામ કરતાં હતા.

કિંજલના પિતાને હિરા ઘસવામાંથી જે આવક થતી તેમાંથી ઘરનું ગુજરાન ચાલતું હતું. આખો પરિવાર એક રૂમ રસોડાવાળા મકાનમાં રહેતો. ગરીબી એટલી હતી કે ઘરમાં આખા દિવસમાં 200 ગ્રામ દૂધ આવતું, જેમાંથી બે વાર ચા બનતી. કિંજલના પિતા હિરા ઘસવાની સાથે ગીતો લખતા. કમનસીબે હિરાનો ધંધો ભાંગી પડતાં પરિવારની આવક બંધ થઈ ગઈ. પિતાએ સંગીત કાર્યક્રમમાં જઈને ગાવાનું શરૂ કર્યું. પિતાને ગાતા જોઈને કિંજલને પણ સંગીતમાં રસ જાગ્યો

null

સ્ટેજ પોગ્રામમાં કિંજલ પિતા સાથે જતી હતી. કિંજલે પણ ધીમે ધીમે સોસાયટીઓના પ્રોગામમાં ગાવાનું શરૂ કર્યું. કિંજલને પહેલો મોટો બ્રેક બાળપણમાં ‘જોનડિયો’ નામના લગ્નગીત આલ્બમમાં મળ્યો હતો. આ આલ્બમ ગુજરાતભરમાં હીટ રહ્યું હતું. ધીમે ધીમે કિંજલ દવે પોતાના અવાજના જાદૂથી છવાઈ જવા લાગી.

કિંજલ ભણવાની સાથે સ્ટેજ પ્રોગામ કરતી. કિંજલ દવેને પિતા ઉપરાંત મનુભાઈએ રબારીએ સપોર્ટ કરતાં તેનો સિતારો ચમકવા લાગ્યો. મનુભાઈ રબારીએ કિંજલને અનેક આલ્બમમાં ચમકવામાં મદદ કરી. વર્ષ 2017માં ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ગીત ગાયું અને કિંજલ દવે રાતોરાત દરેક ગુજરાતીઓમાં જાણીતી બની ગઈ. આ ગીતથી કિંજલ દવેની કિસ્મત જ બદલાઈ ગઈ

ગુજરાતની સંગીતની દુનિયામાં કિંજલ દવેના નામના સિક્કા પડવા લાગ્યા. સ્ટેજ પ્રોગામ, ગરબા, ડાયરા કે સામાજિક પસંગમાં કિંજલની ડિમાન્ડ ખૂબ વધવા લાગી. કિંજલના કાર્યક્રમોમાં ભરચક પબ્લિક ઉમટવા લાગી હતી. હાલ કિંજલ દવે વર્ષે 200થી વધુ પ્રોગામ કરે છે. કિંજલ દવે કાર્યક્રમ દીઠ અંદાજે સરેરાશ 1થી 2 લાખ રૂપિયાની ફી લે છે. ગુજરાતમાં જ નહીં ગુજરાત બહાર વિદેશમાં પણ કિંજલ દવેનો ક્રેજ છે. કિંજલે અમેરિકા, ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને કેનેડા સહિતના દેશોમાં પોગ્રામ કર્યા છે.

કિંજલ દવેનું ફિલ્મમાં કામ કરવાનું સપનું છે. કિંજલ યુટ્યૂબ અને ટિકટોક પર પણ સક્રિય છે. કિંજલને ચહેર માતાજી અપાર શ્રદ્ધા છે. તે ગામડે આવેલા ચહેર માતાજીના મંદિર અવાર-નવાર દર્શન કરવા જાય છે. લાખો ચાહકોના દિલમાં રાજ કરનાર કિંજલ દવેએ એપ્રિલ 2018માં પવન જોશી સાથે સગાઈ કરી હતી. પવન મૂળ પાટણ જિલ્લાના સરિયદ ગામનો વતની છે.

કિંજલના મંગેતર પવન જોષીના પિતાનો બિઝનેસ બેંગલુરુમાં હોવાથી વર્ષો સુધી તે ત્યાં જ રહ્યો હતો. પરંતુ છેલ્લા બે વર્ષથી તે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં રહે છે. કિંજલ દવેએ 100થી વધુ ગુજરાતી આલ્બમમાં પોતાનો અવાજ આપ્યો છે. કિંજલના દરેક ગીત યુટ્યૂબ પર રેકોર્ડબ્રેક વ્યૂ મેળવે છે. તેના વીડિયો જોનારાની સંખ્યા લાખોમાં હોય છે.

કિંજલ દવે ગુજરાત બહાર પણ સ્ટેજ પોગ્રામ કરી પોતાના અવાજના જાદૂથી ગુજરાતીઓમાં આકર્ષણ ઉભું કર્યું છે. કિંજલ દવે આ વર્ષે અથવા આવતા વર્ષે લગ્ન કરે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. દિવસેને દિવસે કિંજલ દવેની લોકપ્રિયતા વધી રહી છે.

Leave a Reply

Your email address will not be published.