કિન્નરો અનાથ દીકરીઓના માતા-પિતા બન્યા અને તેમના લગ્ન ધામધૂમથી કરાવ્યા અને દીકરીઓના લગ્નનો તમામ ખર્ચ પણ આપ્યો.

Story

ઘણા એવા શુભ પ્રસંગોમાં કિન્નરો આવતા હોય છે અને આવીને નવદંપતિને આશીર્વાદ પણ આપતા હોય છે. આવા ઘણા કિસ્સાઓ વિષે બધા જ લોકો જાણતા હોય છે, હાલમાં કિન્નરોએ એક એવું જ સેવાનું કામ કર્યું છે જેથી વિષે જાણીને તમે પણ ખુશ થઇ જશો.

આ કિસ્સો રાજસ્થાનના બિકાનેરનો છે અને અહીંયા કિન્નરોએ બે દીકરોના માતા-પિતા બનીને તેમના લગ્ન કરાવ્યા હતા અને તેનો બધો જ ખર્ચો જાતે ઉપાડ્યો હતો.અહીંયા બે દીકરીઓના લગ્ન કિન્નરોએ કરાવ્યા હતા જેમાં ૧૫૦૦ લોકો જાન લઈને આવ્યા હતા.

આ બંને યુવતીઓના નામ બસંતી અને મમતા છે. તેમના પરિવારમાં ટોટલ ૯ લોકો છે અને તેમાં માતા સાત બહેનો અને એક ભાઈ છે. આ દીકરીઓના પિતા રામલાલનું મૃત્યુ વર્ષ ૨૦૧૭ માં થઇ ગયું હતું. ત્યારથી માતા બુદ્ધિ દેવીએ પરિવારની સારસંભાળ રાખી હતી.

પરિવારની આર્થિક સ્થિતિ ખુબ જ ખરાબ હતી એટલે દીકરીઓના લગ્ન પણ કરાવવાના હતા પણ તેમની પાસે એટલા પૈસા નહતા. પણ વર્ષ ૨૦૧૭ માં એક કિન્નર સમુદાય અહીંયા આવ્યું હતું અને તેમને ખબર પડી કે બાળકો નાના છે અને તેમના પિતાનું અવસાન થઇ ગયું છે.

તો રજની કિન્નરે એ સમયે આ માતાને એવું કહ્યું હતું કે તેઓ તેમની બે દીકરીઓના લગ્ન કરાવશે.એવામાં માતાનું પણ આ દીકરીઓ પહેલા જ મૃત્યુ થઇ ગયું હતું અને તેથી જ હાલમાં આખા કિન્નર જૂથે આ દીકરીઓના લગ્ન ૨૧ એપ્રિલના રોજ કરાવ્યા હતા અને તેમના પરિવાને આપેલું વચન પૂરું કર્યું હતું. તેની સાથે સાથે આ લોકોએ બંને દીકરીઓના લગ્ન કરાવીને તેમનો બધો જ ખર્ચો આપ્યો હતો અને દીકરોના ધામધૂમથી લગ્ન કરીને સમાજમાં એક દાખલો બેસાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.