આજના સમયમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરિયલ લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. તેમજ છેલ્લા 13 વર્ષથી લોકો ને મનોરંજન પૂરી પાડતી આ સીરિયલના તમામ કલાકારો લોકોના દિલો માં એક અનેરી જગ્યા બનાવી ચૂક્યા છે. તારક મહેતા સીરીયલ ની અંદર નટુકાકા નું પાત્ર લોકોમાં ખૂબ જ લોકપ્રિય અને પ્રસિદ્ધ છે. સીરીયલ ની અંદર, નટુકાકા જેઠાલાલ દુકાનની અંદર મેનેજરની નોકરી કરતા હતા. 3 ઓક્ટોબર 2021 ના દિવસે ૭૭ વર્ષની ઉંમરે નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક એ છેલ્લા શ્વાસ લીધા હતા.
અત્યારે ભલે નટુકાકા આપણી વચ્ચે નથી, પરંતુ તેમણે કરેલા અભિનય અને સીરીયલ ની અંદર ભજવેલા પાત્ર ને કારણે હંમેશા આપણી વચ્ચે જીવંત રહેશે. તેમણે ૫૭ વરસના કરિયર ની અંદર 350થી વધારે હિન્દી અને ગુજરાતી ફિલ્મની અંદર કામ કર્યું હતું. પરંતુ એક સમય એવો હતો કે જ્યારે તેઓની પાસે બાળકોની ફી ભરવા માટે પણ પૈસા નહોતા. નટુકાકાએ પોતાના કરિયરની શરૂઆત બાળ કલાકાર તારીખે કરી હતી.
નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ૧૯૬૦ ની અંદર આવેલી ફિલ્મ ‘ માસૂમ ‘ માં બાળ કલાકારની ભૂમિકા ભજવીને તેમણે પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. ત્યારે તેમની ઉંમર માત્ર ને માત્ર સાત વર્ષ હતી. ત્યાર પછી ધીમે ધીમે ઘનશ્યામ નાયક કે થિયેટરમાં કામ કરવાનું શરૂ કર્યું હતું અને તે સમયે તેમને ખૂબ જ મહેનત કરી હતી. તે સમયે નટુકાકાને અભિનય કરવાના ખૂબ જ ઓછા પૈસા મળતા હતા. આખો દિવસ કામ કરવાના ખૂબ જ ઓછા રૂપિયા મળતા હતા.
નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક નો જન્મ 12 મે ૧૯૪૪ના રોજ ગુજરાતની અંદર આવેલા મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના ઉઢાઈ ગામે થયો હતો. તેમણે બાળપણમાં શોભાસણ ગામની અંદર આવેલા રેવડિયા માતાના મંદિરે ભવાઈના કાર્યક્રમની અંદર સ્ત્રીપાત્ર ભજવ્યું હતું. ત્યાર પછી તેમણે મુંબઇ જઇને રામલીલામાં પણ બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું. નટુકાકાએ એક ઇન્ટરવ્યુ ની અંદર જણાવ્યું હતું કે, 24 24 કામ કરવા છતાં પણ તેમને પગાર માત્ર ત્રણ રૂપિયા જ મળતો હતો.
ઘણી બધી સમસ્યાઓ જોયા પછી ઘનશ્યામ નાયક એ હાર માની નથી અને અભિનય ચાલુ રાખ્યો હતો. એવો ઉધાર પૈસા લઈને બાળકોની ફી અને મકાનનું ભાડુ ભરતાં હતાં, તેમજ પૈસાની ખૂબ જ અછતને કારણે તેમને તે દિવસોની અંદર ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. તેમજ પોતાની આર્થિક મુશ્કેલીઓને વાર્તા કહેતા હતા કે પૈસાની અછત એટલી બધી હતી કે, અને ભાડું પણ ચૂકવવા માટે અસમર્થ હતા.
અભિનયની દુનિયામાં નટુકાકાએ ૫૫ થી વધુ વર્ષોથી લોકોનું મનોરંજન કરતા આવ્યા હતા તેમજ ઘનશ્યામ નાયક એ, પોતાના કરિયરની શરૂઆત ૧૯૬૦ માં માસુમ ફિલ્મ થી બાળ કલાકાર તરીકે શરૂઆત કરી હતી. ઘનશ્યામ નાયક એ સૌથી વધારે નાટકોની અંદર પણ કામ કરી ચૂક્યા છે. તેમજ તેમને દાદાસાહેબ ફાળકે એવોર્ડ પણ મળી ચૂક્યો છે. 10 થી 15 વર્ષ પહેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર વધુ પૈસા મળતા નહોતા. ક્યારેક તો પૈસા જ મલતા નહોતા.
તેમણે પોતાનું આખું જીવન સંઘર્ષ કર્યો છે પરંતુ, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ આવ્યા પછી પોતાના જીવનની અંદર ઘણો બદલાવ આવ્યો હતો. તેમજ ત્યાર પછી તેમણે પૈસા કમાવાનું શરૂ કર્યું હતું અને ક્યારેય પણ પાછું ફરીને જોયું નથી. આજના સમયમાં ઘનશ્યામ નાયક ના મુંબઈ ની અંદર બે ઘર છે. ઘનશ્યામ નાયક ના પરિવારમાંથી પણ ઘણા બધા લોકો થિયેટર સાથે જોડાયેલા હતા. તેમના પિતા દાદા અને વડદાદા પણ આર્ટિસ્ટ હતા.
ઘનશ્યામ નાયક એ ૮ મે ૧૯૬૯ ના રોજ નિર્મલા દેવી ની સાથે લગ્ન કર્યા હતા તેમજ તેમને ત્રણ સંતાનો છે. જેમાંથી એક દિકરો અને બે દીકરીઓ છે. જ્યારે તેમના દીકરા વિકાસ નાયક ની વાત કરીએ તો તેઓ સ્ટોક માર્કેટ ની અંદર મેનેજર અને બ્લોગર પણ છે. તેમજ વિકાસના પણ લગ્ન થઈ ચૂક્યા છે અને તેમને પણ બે બાળકો છે. મોટા અહેવાલો પ્રમાણે જાણકારી મળી છે કે, તેમની બંને દીકરીઓ એ લગ્ન કર્યા નથી, જ્યારે તેમની મોટી દીકરી ભાવના નાયક ની ઉંમર ૪૯ વર્ષ છે. તથા નાની દીકરી તેજલ નાયક ની ઉંમર ૪૭ વર્ષની છે.
ઘનશ્યામ નાયક ની પહેલી ગુજરાતી ફિલ્મ ૧૯૬૮ની અંદર આવી હતી તેનું નામ હસ્તમેળાપ હતું. તેમજ તેમના અભિનય દ્વારા પ્રથમ હિન્દી મૂવી નું નામ માસુમ હતું. જેની અંદર ઘનશ્યામ નાયક એ બાળ કલાકાર તરીકે ભૂમિકા ભજવી હતી. એમાં શું આયા કે તેમના જીવનનું પહેલું ગુજરાતી નાટક કર્યું હતું જેનું નામ પાનેતર હતું. તેમણે ઘણી બધી સીરીયલ ની અંદર કામ કરી ચૂક્યા છે પરંતુ તેમને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરીયલ થી વધારે પ્રસિદ્ધિ મેળવી હતી.
અત્યારના સમયમાં ઘનશ્યામ નાયક નો પરિવાર મુંબઈ આવેલા મલાડ ની અંદર બે બેડરૂમ હોલ કિચન ના ફ્લેટમાં રહે છે. તેમજ તેમની બંને દીકરીઓ ની સાથે રહે છે જ્યારે દીકરો બીજા ઘરની અંદર રહે છે. ઘનશ્યામ નાયક ની પાસે પહેલા ગાડી નથી પરંતુ તેમને ડ્રાઇવિંગ પણ આવતું નહોતું. ઘનશ્યામ નાયક એ પોતાના જીવનની અંદર હંમેશા કોમેડીથી લોકોને ખૂબ હસાવ્યા છે અને. આજે ભલે ઘનશ્યામ નાયક આપણી વચ્ચે ના હોય પરંતુ તેમના અભિનયને કારણે હંમેશા આપણી વચ્ચે જીવંત રહેશે.