જાણો શા માટે ભગવાન શ્રીકૃષ્ણએ કોઈપણ વ્યક્તિનાં તેરમાંનું ભોજન કરવાની ના પડી…?

Dharma

કોઈને પણ ભોજન કરાવવું સૌથી મોટું પુણ્ય નું કામ હોય છે. હિન્દુ ધર્મમાં તેવા ઘણા અવસર આવે છે, જેમાં આપણે લોકોને ઘરે બોલાવીને ભોજન કરાવીએ છીએ, પછી તે નવરાત્રી હોય કે કોઈ પુજા-પાઠ પછી બ્રાહ્મણોને બોલાવીને ભોજન કરાવીએ છીએ. આ પ્રકારના દરેક કામમાં લોકોને ભોજન કરાવવાથી ખુબ જ મોટું પુણ્ય મળે છે.

શાસ્ત્રોની વાત કરવામાં આવે તો તેમાં મનુષ્યના જન્મ થી મૃત્યુ સુધી કુલ ૧૬ સંસ્કાર હોય છે, જેને દરેક લોકો નિભાવે છે. પરંતુ જણાવી દઈએ કે તે સિવાય એક ૧૭મો સંસ્કાર પણ હોય છે, જે કોઈના મૃત્યુબાદ કરવામાં આવે છે અને તેને “તેરમું” કહેવામાં આવે છે. જણાવી દઈએ કે આ સંસ્કાર આપણે જાતે લોકોએ જ બનાવેલો છે. તેને તેરમું સિવાય “મૃત્યુ ભોજ” પણ કહેવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ ભોજન કરવું યોગ્ય છે કે નહીં? જો તમને પણ આ બાબતમાં કોઇ જાણકારી નથી, તો ચાલો અમે તમને તેના વિશે જણાવીએ.

જણાવી દઈએ કે ભગવાન શ્રીકૃષ્ણનાં ઉપદેશો ખુબ જ માન્યતા ધરાવે છે અને તેમના દ્વારા કહેવામાં આવેલી દરેક વાતોને લોકો સત્ય માને છે અને આ વાતો સત્ય પણ હોય છે. આવી જ રીતે તેરમા માં ભોજન કરવાને લઈને શ્રીકૃષ્ણ તેને યોગ્ય માનતા નથી. શ્રીકૃષ્ણ કહે છે કે જે લોકો દુઃખની અવસ્થામાં ભોજન કરાવે છે અથવા તો જે લોકો આ પ્રકારનું ભોજન કરે છે તેમની ઊર્જાનો નાશ થાય છે.

શ્રીકૃષ્ણ કહે છે કે ‘सम्प्रीति भोज्यानि आपदा भोज्यानि वा पुनैः’ અર્થાત જ્યારે મનુષ્યનું મન પ્રસન્ન ન હોય તો પછી ભોજનનું આયોજન શા માટે? જ્યારે તમારું મન અંદરથી દુઃખી હોય છે તો તેમાં ભોજન ક્યારે પણ કરાવવું જોઈએ નહીં.

જણાવી દઈએ કે એક ઘટના બની હતી. જ્યારે મહાભારતનું યુદ્ધ શરૂ થવાનું હતું, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનના ઘરે જઈને યુદ્ધ ન કરવા અને સંધિ કરી લેવા માટે પ્રસ્તાવ રાખે છે. પરંતુ દુર્યોધન દ્વારા આ પ્રસ્તાવ ઠુકરાવી દેવાને લીધે ભગવાન શ્રીકૃષ્ણને ખુબ જ દુઃખ થયું હતું અને તેઓ ત્યાંથી જવા લાગ્યા હતા. ત્યારે દુર્યોધને શ્રીકૃષ્ણને ભોજન કરવાનો આગ્રહ કર્યો હતો. પરંતુ ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે, “જ્યારે ભોજન કરાવનાર અને ભોજન કરનાર બંનેનું મન પ્રસન્ન હોય ત્યારે જ ભોજન કરવું જોઇએ. પરંતુ જો બંનેના મનમાં પીડા હોય તો ક્યારે પણ ભોજન કરવું જોઇએ નહીં.”

શ્રીકૃષ્ણનાં આ શ્લોકથી તે વાત સ્પષ્ટ થાય છે કે જ્યારે કોઈ દુઃખી મનથી ભોજન કરાવે તો ભોજન કરવું જોઇએ નહીં. શ્રીકૃષ્ણ દ્વારા જણાવવામાં આવેલા ઉપદેશોને દરેક લોકો માને છે. બધા લોકો જાણે છે કે જો તેમણે કોઈ પણ વાત કહેલી છે, તો તે સત્ય હોય છે. એટલા માટે શ્રીકૃષ્ણએ દુઃખી મનથી ભોજન કરાવવામાં આવે તો ક્યારે પણ ભોજન કરવું જોઇએ નહીં.

Leave a Reply

Your email address will not be published.