કોથમીરને ફ્રીઝ વગર પણ રાખો 14-15 દિવસ માટે તાજી, આ રીતે કરો સ્ટોર….

Recipe

કોથમીર થી કોઈ પણ રેસિપીનો સ્વાદ વધે છે અને સાથે સાથે તે રેસિપીને આકર્ષક બનાવવામાં પણ મદદ કરે છે, લીલા ધાણા કોઈપણ રેસિપીનો સ્વાદ વધારે છે. ખાસ કરીને શાકભાજીનો સ્વાદ ધાણા જ વધારે છે, ધાણાનો ઉપયોગ તો સહેલો છે પણ તેને સ્ટોર કરવું એ એક મોટી સમસ્યા છે.

લીલા ધાણા ને ફ્રીઝમાં રાખ્યા પછી પણ 2 કે 3 દિવસ માં ધાણા સુકાઈ જાય છે. સૂકાઈ ગયેલા કોથમીર શાકભાજીમાં મૂકવાનું મન થતું નથી. આવી સ્થિતિમાં, અમે તમને ઘણા દિવસો સુધી કોથમીર કઈ રીતે તાજી રાખી શકાય તેની ટિપ્સ લઈને આવ્યા છીએ,

તમે કોથમીરનો ઉપયોગ કર્યા પછી પણ કેટલાક અઠવાડિયા સુધી તેને આ રીતે તાજી રાખી શકો છો.

જ્યારે તમે બજારમાંથી ધાણા લાવો છો, ત્યારે તેના પાંદડા કાઢી લો અને તેની ડાળખીને અલગ કરી લો. હવે તમારે એક કન્ટેનર લેવું પડશે, તેમાં થોડું પાણી અને એક ચમચી હળદર પાવડર નાખો. તેમાં કોથમીરના પાનને લગભગ 30 મિનિટ સુધી પલાળી રાખો. આ પછી, ધાણાને પાણી થી ધોઈને પછી સુકવી દો. તેને ટીશ્યુ પેપર થી સારી રીતે સાફ કરી લો.

હવે બીજુ કન્ટેનર લો, તેમાં એક ટીશ્યુ પેપર મુકો. તેમાં ધાણાના પાંદડા નાખો. હવે બીજા ટીશ્યુ પેપર થી પાંદડાને ઢાંકી દો. ધ્યાન રાખો કે ધાણામાં પાણી ન હોવું જોઈએ. કન્ટેનરને હવા ન આવે તે રીતે બંધ કરો. ધાણા આ રીતે રાખવામાં આવે તો, તમે ધાણાને એકથી બે અઠવાડિયા સુધી તાજા રાખી શકો છો.

કોથમીરના ફાયદા

ડાયાબિટીઝમાં ફાયદાકારક.

પાચન શક્તિ વધારે છે.

કિડનીના રોગોમાં અસરકારક રહે છે.

કોલેસ્ટરોલ ઘટાડે છે.

દૃષ્ટિ સુધારે છે.

એમોનિયાથી રાહત આપે છે.

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

Leave a Reply

Your email address will not be published.