જાણો લાલ બહાદુર શાસ્ત્રીનુ મૃત્યુ કઈ રીતે થયું તે એક રહસ્ય છે.

Story

દેશના બીજા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી ૧૦ જાન્યુઆરી 1966 ના રોજ તાશ્કંદમાં પાકિસ્તાન સાથે મૈત્રીકરાર થયાના માત્ર 12 કલાક પછી 11 જાન્યુઆરી 1966 ના રોજ તેમના થયેલા અચાનક મૃત્યુ પર પ્રશ્નો હજી ઉકેલાયા નથી. ‘જય જવાન જય કિસાન’ નો નારો આપનારા શાસ્ત્રીજીએ પોતાનું આખું જીવન દેશને સમર્પિત કર્યું હતું. તેઓ પ્રખ્યાત ભારતીય રાજકારણી હતા. મહાન સ્વાતંત્ર્ય સેનાની જવાહરલાલ નહેરુ પછી લાલબહાદુર ભારતના બીજા વડાપ્રધાન હતા. લાલ બહાદુર શાસ્ત્રી એવા વ્યક્તિ હતા કે જેમણે વડાપ્રધાન તરીકે દેશને લશ્કરી ગૌરવ, હરિયાળી ક્રાંતિ અને ઉદ્યોગીકરણનો માર્ગ પણ બતાવ્યો હતો.

લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર 1904 માં ઉત્તર પ્રદેશના મુગલસરાયમાં ‘મુનશી શારદા પ્રસાદ શ્રીવાસ્તવ’ ને ત્યા થયો હતો. તેના પિતા પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. તેથી બધા લોકો તેમને ‘મુનશીજી’ કહેતા હતા. પરિવારમાં સૌથી નાના હોવાથી લાલ બહાદુરશાસ્ત્રી પ્રેમથી” નન્હે ” કહેતા હતા. જયારે તેઓ ૧૮ મહિના થયા ત્યારે તેમના પિતા અવસાન પામ્યા હતા. પિતા વિનાના સંતાનને મોટા કરવામા તેમના કાકાએ તેમની માતાને ખૂબ મદદ કરી હતી. તેમના નાના ની પાસે રહીને પ્રાથમિક શિક્ષણ લીધું હતું. તે પછી હરિશ્ચન્દ્ર હાઇસ્કૂલ અને કાશી વિદ્યાપીઠ (હાલ મહાત્મા ગાંધી કાશી વિદ્યાપીઠ) માં શિક્ષણલીધુ હતુ.

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન શાસ્ત્રીજી 9 વર્ષ જેલમાં રહ્યા હતા. તે 17 વર્ષની વયે પ્રથમ વખત અસહયોગ આંદોલન વખતે જેલમાં ગયા હતા. પરંતુ તે દરમ્યાન તે પુખ્તવય ના હોવાને કારણે છૂટી ગયા હતા. ત્યારબાદ સિવિલ અવજ્ઞા અંદોલન માટે 1930 માં અઢી વર્ષ જેલમા ગયા. 1940 થી 1946 દરમિયાન તેઓ જેલમાં રહ્યા. આ રીતે કુલ નવ વર્ષ સુધી જેલમાં રહ્યા.

શાસ્ત્રીજી જાતિવાદના સખત વિરોધમાં હતા. તેમણે પોતાના નામની પાછળ અટક લગાવી નહીં. કાશી વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યા પછી શાસ્ત્રીનું બિરુદ મળ્યું હતું. પોતાના લગ્નમાં દહેજ લેવાની ના પાડી હતી. પરંતુ સસરાના ખૂબ કહેવા પર થોડીક ખાદી દહેજમા લીધી હતી. જ્યારે તેઓ 1964 માં વડાપ્રધાન બન્યા ત્યારે આપણો દેશ ખાદ્ય ચીજોની આયાત કરતો હતો. તે સમયે દેશ પીએલ -480 યોજના હેઠળ અનાજ માટે અમેરિકા પર નિર્ભર હતો.

1965 માં પાકિસ્તાન સાથેના યુદ્ધ દરમિયાન દેશમાં ભયંકર દુષ્કાળ પડ્યો હતો. ત્યારે આ પરિસ્થિતિ જોઈને તેમણે દેશવાસીઓને એક દિવસનો ઉપવાસ કરવાની અપીલ કરી હતી. આ સંજોગોમાંથી તેમણે ‘જય જવાન જય કિસાન’ નો નારો આપ્યો હતો. તેમણે પરિવહન ક્ષેત્ર સાથે મહિલાઓને જોડી હતી. પરિવહન પ્રધાન તરીકે તેમણે આ ઉદ્યોગમાં મહિલાઓને કંડક્ટર તરીકે લાવવાની પ્રથમ શરૂઆત કરી હતી. એટલું જ નહીં વિરોધીઓના ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જને બદલે પાણીના છંટકાવ કરવાનુ સૂચવ્યું.

શાસ્ત્રીજીને તેમની સરળતા, દેશભક્તિ અને પ્રામાણિકતા માટે આદરપૂર્વક યાદ કરવામાં આવે છે. વર્ષ 1966 માં તેમને ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા.લાલ બહાદુર શાસ્ત્રી ના મૃત્યુ માં પણ એક રહસ્ય છુપાયેલું છે. લાલ બહાદુર શાસ્ત્રીની પત્ની લલિતા શાસ્ત્રીએ આરોપ લગાવ્યો હતોકે તેના પતિની ઝેર આપીને હત્યા કરવામાં આવી છે. તેમના પુત્ર સુનીલ શાસ્ત્રીએ પણ જણાવ્યું હતુકે તેમના પિતાના શરીર પર વાદળી રંગનાં નિશાન હતા અને શરીર પર ઇજાના પણ કેટલાક નિશાન હતા.

લાલ બહાદુર શાસ્ત્રી ના મૃત્યુ માં પણ એક રહસ્ય છુપાયેલું છે. લાલ બહાદુર શાસ્ત્રીની પત્ની લલિતા શાસ્ત્રીએ આરોપ લગાવ્યો હતોકે તેના પતિની ઝેર આપીને હત્યા કરવામાં આવી છે. તેમના પુત્ર સુનીલ શાસ્ત્રીએ પણ જણાવ્યું હતુકે તેમના પિતાના શરીર પર વાદળી રંગનાં નિશાન હતા અને શરીર પર ઇજાના પણ કેટલાક નિશાન હતા.

Leave a Reply

Your email address will not be published.