જાણો ઓરેગાનોના ઉપયોગથી તમને થઈ શકે છે આ નુકશાન…

Health

તમે બધા ઓરેગાનો ને જાણતા જ હશો તેને આપણે સૌથી વધારે તેનો ઉપયોગ પીઝામાં કરીએ છીએ. તેને ઓરીગનમ વાલ્ગારીસ કહે છે. તે ગરમાહટ, બરછટ અને સુગંધી દાર મસાલો છે. તેને સૌથી વધારે ગ્રીક અને ઇટાલીની ની વાનગીઓ માં વધારે કરવામાં આવે છે. તે ટામેટા ની કોઈ પણ વાનગીમાં નાખવાથી તેનો સ્વાદ ખુબ વધારે આવે છે.

ઓરેગાનો ને લોકો ખૂબ સ્વાદથી ખાવાનું લોકો પસંદ કરે છે, ખાસ કરીને પિઝા, પાસ્તા અને સોસ જેવી અન્ય વાનગીઓ સાથે. જોકે ઓરેગાનોના ઘણા પ્રકારો છે, પરંતુ ત્રણ પ્રકારના ઓરેગાનો વધુ પ્રખ્યાત છે. પિઝા, પાસ્તા અને સોસ જેવી વસ્તુઓ માટે વપરાતા ઓરેગાનો ને મેક્સિકન ઓરેગાનો કહેવામાં આવે છે.

જ્યારે યુરોપિયન ઓરેગાનો નો ઉપયોગ મોટા ભાગે ઉધરસ, માથાનો દુખાવો, ગભરાટ, દાંતનો દુખાવો અને અનિયમિત પીરીયડની સાથે અન્ય ઘણી વસ્તુઓને દૂર કરવા માટે થાય છે.

ગ્રીક ઓરેગાનોનો ઉપયોગ વિવિધ પ્રકારની મુશ્કેલીઓ દૂર કરવા માટે પણ થાય છે. મોટાભાગના લોકો જાણે છે, કે ઓરેગાનો શરીર માટે ખૂબ ફાયદાકારક છે. પરંતુ ઓરેગાનોને માત્ર ફાયદો જ નથી થતો પરંતુ ઘણા કિસ્સાઓમાં નુકસાન પણ થાય છે. તો ચાલો આજે આ લેખમાં જાણીએ ઓરેગાનોને કારણે થતા નુકસાન વિશે.

બ્લડ સુગર લેવલ ઓછુ થઈ શકે છે:
ઓરેગાનોનું સેવન ખૂબ વધારે અને સતત કરવાનું ટાળવું જોઈએ. તેનું દરરોજ અથવા વધુ સેવન કરવાથી લોહીમાં શર્કરાનું સ્તર ઓછું થઈ શકે છે. તેનાથી ઘણી મુશ્કેલીઓ પણ આવી શકે છે. હાઈપોગ્લાયસીમિયાથી પીડિત લોકોએ તેનું કાળજીપૂર્વક સેવન કરવું જોઈએ.

ત્વચાની એલર્જી થઈ શકે છે:
ઓરેગાનોનું લાંબા સમય સુધી સેવન અથવા ત્વચા પર તેનો સીધો ઉપયોગ કરવાથી ત્વચાની એલર્જી થવાનું જોખમ થઈ શકે છે. તેના સેવનથી ત્વચા પર એલર્જીનું જોખમ તો હોય જ છે, પરંતુ ત્વચા પર તેનું તેલ લગાવવા થી ત્વચામાં બળતરા, લાલાશ અને ખંજવાળ પણ થઈ શકે છે.

પેટની સમસ્યાઓ હોઈ શકે છે:
ઓરેગાનોના વારંવાર સેવન થી પેટની સમસ્યા થવાની પણ સંભાવના છે. તેનાથી પેટમાં બળતરા, અપચો, ગેસ, કબજિયાત તેમજ પેટમાં દુખાવો થઈ શકે છે.

વધુ રક્તસ્ત્રાવ થઈ શકે છે:
ઓરેગાનોના વધુ પડતા સેવનથી રક્તસ્ત્રાવની વિકૃતિઓ ધરાવતા લોકોની અસ્વસ્થતા માં વધારો થઈ શકે છે. જે લોકોને હેમરેજ અથવા ઈજા ના કિસ્સામાં ઝડપથી લોહી બંધ કરવામાં મુશ્કેલી ન આવે તેઓ એ તેનું સેવન ટાળવું જોઈએ.

ગર્ભાવસ્થા દરમિયાન મુશ્કેલી આવી શકે છે:
ગર્ભાવસ્થા દરમિયાન ઓરેગાનોનું સેવન ટાળવું જોઈએ. ગર્ભાવસ્થાના પ્રારંભિક તબક્કામાં વધુ પડતું ઓરેગાનો ખાવા થી રક્તસ્ત્રાવ થઈ શકે છે, જેના કારણે તમને ગર્ભપાતનું જોખમ થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published.