લગ્ન પછી સ્ત્રીઓએ શા માટે લગાવવું જોઈએ સિંદૂર?, જાણો તેનું પૌરાણિક અને વૈજ્ઞાનિક કારણ…

Life Style

સ્ત્રીઓને લગ્ન પછી સોળ શણગાર કરવાની સલાહ આપવામાં આવે છે, ઘણા ઓછા લોકો આ સોળ શણગારના મહત્વ વિશે જાણતા હશે, તેમાંથી એક શણગાર છે સિંદૂર લગાવવું અથવા આપણી ગુજરાતી ભાષામાં સેથો પૂરવો. આપણી ધાર્મિક પરંપરાઓ સાથે ઘણી વૈજ્ઞાનિક બાબતો જોડાયેલી છે. એ માટે આપણા ઋષિ-મુનિઓએ જે કંઈ પરંપરા આપણને આપી છે તેમાં વૈજ્ઞાનિક રીતે સ્વાસ્થ્યના ઘણા લાભ જોડાયેલા છે.

સિંદૂર લગાવવું એ એક સૌભાગ્યની નિશાની માનવામાં આવે છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે હિન્દુ મહિલાઓ સિંદૂર શા માટે લગાવે છે? સ્ત્રીઓને સિંદૂર લગાવવા પાછળ બંને પૌરાણિક અને વૈજ્ઞાનિક કારણો છે તો ચાલો આપણે જાણીએ કે હિન્દુ ધર્મમાં સિંદૂરનું શું મહત્વ છે સિંદૂર લગાવવાનું સ્થાન એ એક એવું સ્થાન છે જ્યાં સિંદૂર લગાવવાથી મનને ઠંડક મળે છે અને મન તનાવથી મુક્ત રહે છે લગ્ન પછી સિંદૂર લગાવવામાં આવે છે કારણ કે રક્ત પરિભ્રમણની સાથે તે જાતીય ક્ષમતા વધારવાનું પણ કામ કરે છે.

સમુદ્રશાસ્ત્રમાં સિંદૂરનું મહત્વ

સમુદ્ર શાસ્ત્ર મુજબ, જે સ્ત્રી ખરાબ નસીબ ધરાવતી હોય છે તેને માંગમાં સિંદૂર કરવાની સલાહ આપવામાં આવે છે ફક્ત સિંદૂર કરવાથી પણ સ્ત્રીની સુંદરતા વધે છે, સ્ત્રી ગમે તેટલી તૈયાર થાય, પરંતુ માત્ર એક ચપટી સિંદૂર તેની સુંદરતાને ઘણી વધારી દે છે. ભારતીય પૌરાણિક કથાઓ સતી અને પાર્વતીની કથા જણાવે છે કે સૌભાગ્ય માટે લાલરંગ કેટલો જરૂરી છે. હિન્દુ સમાજમાં સતીને એક આદર્શ પત્ની તરીકે માનવામાં આવે છે જે પોતાના પતિના ખાતર પોતાનું જીવન બલિદાન કરવા તૈયાર થઇ જાય છે.

સિંદૂરનું ધાર્મિક મહત્વ

હિન્દુઓ માને છે કે સિંદૂર લગાવવાથી દેવી પાર્વતી સૌભાગ્યની રક્ષા કરે છે. સિંદૂર લગાવ્યા પછી દેવી પાર્વતી પોતે આપણા સૌભાગ્યની રક્ષા કરે છે, દેવી પર્વતિને સિંદૂર ખુબ જ પ્રિય છે. સિંદૂરને લક્ષ્મી દેવી માટે આદરનું પ્રતીક માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે દેવી લક્ષ્મી પૃથ્વી પર પાંચ સ્થળોએ વસે છે અને હિન્દુ સમાજમાં તેના માથા પર બિરાજમાન છે જેના કારણે આપણે કપાળ પર કુમકુમ લગાવીને તેનું સન્માન કરીએ છીએ હિન્દુ ધર્મ નવરાત્રી અને દિવાળી જેવા મહત્વના તહેવારો દરમિયાન પતિએ પત્નીની માંગમાં સિંદૂર લગાવવું શુભ માનવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે તેઓ એક સાથે હોવાના પ્રતીક તરીકે લાંબા સમય સુધી સાથે રહે છે. જો સ્ત્રીઓ હળદર સાથે સિંદુર લગાવે છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે.

સિંદૂર લગાવવાનું વૈજ્ઞાનિક કારણ

સિંદૂરનું મહત્વ શરીરવિજ્ઞાનમાં પણ કહેવામાં આવ્યું છે. સિંદૂરમાં પારા જેવા ધાતુની વધુ માત્રા હોય છે જે મનને શાંત કરે છે. અને તે ધાતુના પારાને લીધે ચહેરા પર ઝડપથી કરચલીઓ આવતી નથી. સાથે સ્ત્રીના શરીરમાંથી નીકળતી વિદ્યુત ઉત્તેજના નિયંત્રિત કરી શકાય છે. સિંદૂર લગાવવા પાછળ માત્ર પૌરાણિક માન્યતા જ નથી પરંતુ તેનું વૈજ્ઞાનિક કારણ પણ છે જ્યારે કોઈ છોકરી લગ્ન કરે છે ત્યારે તેના પર ઘણાં દબાણ આવે છે જેની સીધી અસર છોકરીના મગજ પર પડે છે.

આ તાણને લીધે કેટલીક સ્ત્રીઓને લગ્ન પછી કોઈક વાર માઇગ્રેઇન્સ, અનિદ્રા માઇગ્રેઇન્સ જેવી સમસ્યાઓ થવા લાગે છે. સિંદૂરમાં મિશ્રિત પારાની ધાતુ એ એક પ્રવાહી છે જે મગજ માટે અત્યંત ફાયદાકારક છે જે સ્ત્રીઓને આ તમામ રોગોથી મુક્ત રાખવામાં ખૂબ જ મદદગાર છે, તેથી લગ્ન પછી સ્ત્રીઓને તેમની માંગમાં સિંદૂર લગાવવું જ જોઇએ.

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

 

Leave a Reply

Your email address will not be published.