LIC સુપરહિટ સ્કીમ! મહીને કરો માત્ર 233 રૂપિયાનું રોકાણ અને મળશે 17 લાખ અને સાથે સાથે ટેક્સમાં પણ મળશે છૂટ, જાણો પુરી માહિતી…

knowledge

એલઆઈસી સમય-સમય પર પોતાના ગ્રાહકો માટે શાનદાર સ્કીમ રજૂ કરે છે. એલઆઈસી દરેક વર્ગના લોકો માટે યોજનાઓ બનાવે છે. તેવામાં જો તમે પણ સુરક્ષિત રોકાણની સાથે લાખોપતિ બનવા ઈચ્છો છો તો એલઆઈસીની પોલિસી તમારા માટે ખુબ કામની છે. એલઆઈસી જીવન લાભ એક એવી પોલિસી છે, જેમાં તમે દર મહિને માત્ર 233 રૂપિયા જમા કરી 17 લાખનું મોટુ ફંડ મેળવી શકો છો. આવો જાણીએ આ પોલિસી વિશે.

એલઆઈસી જીવન લાભ:
આ એક નોન લિંક્ડ પોલિસી છે, જેનું નામ છે- જીવન લાભ (LIC jeevan Labh, 936). આ કારણે પોલિસીનો શેર માર્કેટ સાથે કોઈ સંબંધ નથી. બજાર ઉપર જાય કે નીચે તેની અસર તમારા પૈસા પર પડશે નહીં. એટલે કે આ સ્કીમમાં તમારા પૈસા સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. આ એક લિમિટેડ પ્રીમિયમ પ્લાન છે. આ પ્લાન બાળકોના લગ્ન, શિક્ષણ અને પ્રોપર્ટીની ખરીદીને ધ્યાનમાં રાખી બનાવવામાં આવ્યો છે.

પોલિસીની ખાસિયત:
– એલઆઈસીની જીવન લાભ પોલિસી નફો અને સુરક્ષા બંને આપે છે.
– આ પોલિસીને 8 વર્ષથી 59 વર્ષના લોકો સરળતાથી લઈ શકે છે.
– 16થી 25 વર્ષ સુધી પોલિસીની ટર્મ લઈ શકાય છે.
– ઓછામાં ઓછા 2 લાખ રૂપિયાનો સમ એશ્યોર્ડ લેવો પડશે.
– તેમાં વધુમાં વધુ રકમની કોઈ મર્યાદા નથી.
– ત્રણ વર્ષ સુધી પ્રીમિયમ ભરવા પર લોનની સુવિધા પણ મળે છે.
– પ્રીમિયમ પર ટેક્સ છૂટ અને પોલિસી ધારકના નિધન પર નોમિનીને વીમાની રકમ અને બોનસનો લાભ મળે છે.

નોમિનીને મળશે ડેથ બેનીફિટ:
જો પોલિસી ધારકનું મૃત્યુ પોલિસી સમય દરમિયાન થાય છે અને તેના મૃત્યુ સુધી તમામ પ્રીમિયમ ભર્યું છે, તો તેના નોમિનીને મૃત્યુ લાભના રૂપમાં મૃત્યુ પર મળનાર વીમાની રકમ, સિમ્પલ રિવર્સનરી બોનસ અને ફાઇનલ એડીશન બોનસ મળે છે. એટલે કે નોમિનીને વધારાની વીમા રકમ મળશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *