સમય : જયારે સમય બદલાય છે ત્યારે જીવનમાં ઘણું બધું બદલાઈ જાય છે એટલે સમય સારો હોય ત્યારે કોઈ દિવસ અભિમાન ના કરો.

Story

સાંજનો સમય હતો, એક વૃદ્ધ માણસ જે ખૂબ જ સારા ઘરનો લાગતો હતો, આંખોમાં આંસુ સાથે ખૂબ જ ઉદાસ ચહેરા સાથે રસ્તા પર ચાલી રહ્યો હતો ત્યારે ત્યાંથી એક લાંબી કાર નીકળી, જે વૃદ્ધના હાથ પર સહેજ ઘસાઈ ને નીકળી ગઈ અને આગળ જઈને ઉભી રહી ગઈ. કાર થોભાવી તેમાં બેઠેલી વ્યક્તિ તરત જ બહાર આવી અને વૃદ્ધ પાસે ગયો અને તેની હાલત પૂછી. વૃદ્ધે કહ્યું, “દીકરા… હું ઠીક છું, તું જા”

કાર વાળા માણસને વૃદ્ધ કંઈક પરેશાન હોય એવું લાગતા તેણે પૂછ્યું:

માણસ: માફ કરજો, જો તમે ક્યાંક આગળ જતા હોવ તો મહું તમને છોડી જાવ.

વૃદ્ધ માણસ: ના દીકરા… હું જાતે જતો રહીશ.

વ્યક્તિને ખબર પડી કે આ વૃદ્ધ ખૂબ જ પરેશાન છે અને તેથી તેણે પૂછ્યું

“તમે ખૂબ જ નિરાશ લાગો છો, શું હું તમને કંઈક મદદ કરી શકું?”

વૃદ્ધે કહ્યું, “દીકરા, મેં એક દિવસથી ખાધું નથી, તું મને જમાડીશ?”

તે કારમાં બેઠેલા વ્યક્તિએ તેનું નામ મનોજ જણાવ્યું અને પછી તેણે તે વૃદ્ધને પોતાની કારમાં બેસાડ્યો અને રેસ્ટોરન્ટમાં જમવા લઈ ગયો. ત્યાં મનોજે વૃદ્ધને પૂછ્યું કે તે ક્યાં રહે છે.

જમ્યા પછી વૃદ્ધે મનોજને કહ્યું, “મારું પોતાનું ઘર છે અને દીકરો અને પુત્રવધૂ સાથે રહેતા હતા પણ પુત્રવધૂએ મારા પર ખોટો આરોપ લગાવ્યો કે હું તેને હેરાન કરું છું, તેની પાસે બોવ કામ કરાવું છું, જ્યારે મેં આવું ક્યારેય કર્યું નથી. પુત્રવધૂએ પણ આ જ વાત દીકરાને કહી અને તેણે મને કંઈ જાણ્યા કે પૂછ્યા વગર જ ઘરની બહાર કાઢી મૂક્યો.

આ વૃદ્ધની વાત સાંભળીને મનોજને ખૂબ ગુસ્સો આવ્યો અને પછી મનોજે કહ્યું, “તમે ચિંતા ન કરો, હું વ્યવસાયે વકીલ છું, મને કહો કે તે ઘર તમારા નામે છે કે તમારા પુત્રના નામે?”

વૃદ્ધે કહ્યું, “ઘર મારા પિતાના નામે છે”.

મનોજે કહ્યું, “તો તમે જોતા રહો, બહુ જલ્દી તમે તમારા ઘરમાં હશો.”

બીજા જ દિવસે મનોજ કોર્ટની નોટિસ લઈને વૃદ્ધના ઘરે પહોંચ્યો જ્યાં વૃદ્ધનો દીકરો હતો. મનોજે તે કોર્ટની નોટિસ વૃદ્ધના પુત્રને આપી, તે નોટિસમાં લખ્યું હતું કે “આ ઘર કૃષ્ણકાંત (વૃદ્ધ વ્યક્તિ)ના નામે છે, આ ઘર પર દીકરાનો કોઈ અધિકાર નથી, તેથી બને તેટલું જલ્દી આ ઘર ખાલી કરો. .

આ વાંચીને પુત્ર અને પુત્રવધુના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે વિચાર્યું કે અભણ વૃદ્ધ માણસ શું કરશે, પરંતુ સમય દરેકને પોતાની હેસિયત બતાવી દે છે.

કોર્ટની નોટિસ જોઈને બંને પતિ-પત્ની મનોજની સામે હાથ જોડીને પિતાને મળવાનું કહે છે.

જ્યારે વૃદ્ધનો દીકરો તેને મળવા આવે છે ત્યારે તે તેના પુત્રને ઓળખવાની ના પાડે છે, પરંતુ ઘણી માફી માગ્યા બાદ વૃદ્ધે તેની વહુને માફ કરી દીધી. દીકરાને પોતાની ભૂલ સમજાઈ અને પછી બંનેએ સમાધાન કર્યું.

મિત્રો, એક કહેવત છે કે જ્યારે સમય બદલાય છે, ત્યારે તે બધું બદલી નાખે છે. જો તમારો સમય આજે સારો છે તો ક્યારેય અભિમાન ન કરો, કાલે દુ:ખ પણ આવી શકે છે, એ બધી સમય સમયની વાત છે.

Leave a Reply

Your email address will not be published.