અમેરિકામાં જિંદગી થઈ રહી છે રમણ-ભમણ, રહેવા માટે કાર, ન્હાવા માટે જિમ અને પૈસા બચાવવા માટે લોકો કરે છે ઉપવાસ

News

અમેરિકાને ભલે વિશ્વ લીડર અને મહાસત્તા કહેવામાં આવે, પરંતુ પડદા પાછળનું સત્ય જાણીને તમે પણ ચોંકી જશો. તમે વિચારો છો કે દરેક વ્યક્તિ અમેરિકામાં ખુશીથી રહે છે પરંતુ તે ફક્ત તમારી ધારણા છે. અમેરિકાની વાસ્તવિકતા જાણ્યા પછી તમારા પગ નીચેથી જમીન સરકી જશે. જો કોઈ તમને કહે કે અમેરિકામાં લાખો લોકો પાસે રહેવા માટે ઘર નથી તો તમે શું કહેશો? જો તમને કહેવામાં આવે કે અમેરિકામાં લાખો લોકો બેઘર હોવાને કારણે તેમના વાહનોમાં સૂઈ જાય છે, તો તમે માનશો? પરંતુ તે હકીકત છે.

મોંઘવારી માત્ર ભારતમાં જ નથી. વિશ્વની અર્થવ્યવસ્થા જ્યાં ચાલી રહી છે તે સમૃદ્ધ અમેરિકામાં પણ મોંઘવારી દિવસેને દિવસે વધી રહી છે. જેના કારણે અમેરિકા જેવી મહાસત્તામાં પણ લોકો મુશ્કેલીમાં જીવવા મજબૂર છે. એક રિપોર્ટ અનુસાર અમેરિકામાં ઘરનું ભાડું દિવસેને દિવસે વધી રહ્યું છે. લોકો ઘર છોડીને કારમાં રહેવા મજબૂર છે. નહાવા માટે જીમમાં જવાનું શરૂ કરી દીધું છે. ઇન્ટરનેટનો ખર્ચ બચાવવા માટે લાઇબ્રેરીમાં જાય છે કારણકે ત્યાં વાઇફાઇ મળી રહે. ઘરનું ભાડું ગયા વર્ષના 24% થી વધીને 28% થયું છે. કેલિફોર્નિયાના એરિક હેન્સલીએ જણાવ્યું કે તેઓ સરકાર તરફથી સામાજિક સુરક્ષા હેઠળ દર મહિને $1,200 (રૂ. 96,000) મળે છે.

સરેરાશ રહેણાંક વિસ્તારમાં સૌથી સસ્તા ભાડાના ઘરની કિંમત પણ $1,500 (રૂ. 1,20,000) સુધી છે. એટલા માટે લોકો પોતાની કારમાં રહેવા લાગ્યા છે. તે જીમમાં દર મહિને $40-50 આપીને નહાવાની વ્યવસ્થા કરે છે. લાઇબ્રેરીમાં સભ્યપદ લઈને મફત Wi-Fi વાપરે છે. લોકોને માત્ર જમવાનો ખર્ચ થાય છે અને તે ના થાય એ માટે ઉપવાસ કરે છે, કારણ કે તે સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.

જ્હોન નામના વ્યક્તિએ કહ્યું કે બોસ્ટનના પરંપરાગત ઉચ્ચ વર્ગના લોકો કે જેઓ હાર્વર્ડ જેવી યુનિવર્સિટી સાથે જોડાયેલા છે તેમને બોસ્ટન એલિટ કહેવામાં આવે છે. તેવી જ રીતે, જેમની પાસે સૂવા માટે પોતાની કાર છે તેઓને બેઘર એલિટ કહેવામાં આવે છે. જ્હોન 2010 સુધી સાન ફ્રાન્સિસ્કોમાં એક નાનકડા મકાનમાં રહેતો હતો. તે એક મોર્ટગેજ કંપનીમાં કામ કરતો હતો, પરંતુ નોકરી ગુમાવ્યા બાદ તે EMI પરવડી શક્યો ન હતો. તેણે સાન ડિએગોમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરવાનું શરૂ કર્યું અને ભાડાના મકાનમાં રહેવા ગયો. કોવિડ દરમિયાન નોકરી જોખમમાં આવી ગઇ.

જોન પોતાની કારમાં આવશ્યક ચીજવસ્તુઓ સાથે રખડતા માણસની જેમ રહે છે. એટલે કે તે પોતાની કારમાં સૂઈ જાય છે. મારિયા થોમ્પસન એક હાઉસિંગ એટર્ની છે જે ગરીબો માટે કેસ લડે છે. તેમણે કહ્યું કે વર્ષ 2020 સુધીમાં અમેરિકામાં 7 મિલિયન લોકો સસ્તા ભાડાના હાઉસિંગમાં રહેતા હશે. ભાડામાં વધારાના કારણે , તેમના વાહનોમાં સૂતા લોકોની સંખ્યા 5 લાખ સુધી પહોંચવાની સંભાવના છે.
તેઓ મફત જાહેર પાર્કિંગમાં કાર પાર્ક કરે છે. રહેણાંક વિસ્તારોમાં પાર્કિંગ જોખમી છે, કારણ કે જે લોકોના ઘર પાર્કિંગની નજીક છે તેઓ પોલીસને બોલાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *