લીલા ચણાનો સ્વાદિષ્ટ હલવો

Recipe

અહીં સૌરાષ્ટ્રમાં પ્રસંગના જમણવારમાં ફેન્સી મીઠાઈ કરતાં સીઝન મુજબ ગરમ સ્વીટનો ટ્રેન્ડ ચાલે છે. ખાસ કરીને શિયાળામાં પંચરત્ન હલવો, અડદિયા કે મોહનથાળનો લચકો, કાજુ મેસુબ અથવા જીંજરા(લીલા ચણા)નો હલવો આમાંની એકાદ વાનગી હોય જ.

મેં જીંજરાનો હલવો ખાલી સાંભળ્યો જ હતો. આજે બનાવી પણ નાખ્યો.. સ્વાદમાં પણ સારો બન્યો છે. આ હલવાની રેસિપી ગૃપમાં નથી એટલે ફોટો સાથે મૂકી છે.

સામગ્રી:-

લીલા ચણા,

દૂધ,

ખાંડ,

દૂધનો માવો,

ઘી,

એલચી અને સુકોમેવો.

રીત:-

લીલા ચણાને મિક્સરમાં અધકચરા ક્રશ કરી લો. નોનસ્ટિક પેનમાં ઘી મૂકીને ક્રશ કરેલાં ચણા નાખી સાંતળો. લચકા પડતું થાય એટલે દૂધ નાખી સતત હલાવો. જો લીલો કલર ઉમેરવો હોય તો બે ચમચી દૂધમાં ઓગાળીને નાખી શકાય (મેં નથી ઉમેર્યો)

દૂધ બળી જાય પછી માવો નાખી થોડીવાર મિક્સ કરો. બધું એકરસ થાય એટલે ખાંડ ઉમેરવી. ખાંડ ઓગળી જાય એટલે થોડું ઘી ઉમેરવું, જેનાથી ચમક આવશે. ગેસ બંધ કરી એલચીનો ભૂકો અને સૂકામેવાના ટુકડા ઉમેરો. તૈયાર છે સ્વાદિષ્ટ જીંજરાનો હલવો.

રેસિપી & ફોટો સૌજન્ય:- કિંજલ જોષી દેસાઈ

Leave a Reply

Your email address will not be published.