હાલ માં ઈન્ટરનેટ ની દુનિયામાં ઘણા બધા વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ વાયરલ થતા હોય છે.અમુક વીડિયો એવા હોય છે કે જેને જોઈને આપણને ગદગદ હસવું આવતું હોય છે જ્યારે અમુક વીડિયો એવા પણ હોય છે કે જે જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જતાં હોઈએ છીએ.
તમે સોશિયલ મીડિયામાં બાળકોને ઘણા બધા અલગ અલગ વિડીયો જોયા હશે. નાના ક્યૂટ બાળકની અમુક એવી ક્યુટ હરકત જોઈને આપણું દિલ ખુશ થઇ જતું હોય છે. અમુક વખત બાળકો એવી હરકત કરે છે જેને જોઈને આપણે ચોંકી જતા હોઈએ છે.આ હરકતો જોઈ ને આપણે આપણા દુઃખ પણ ભૂલી જતા હોઈ છીએ.
હાલમાં સોશિયલ મીડિયામાં ક્યુટ અંદાજમાં કપડાં ધોઈ રહેલા દોઢ વર્ષના બાળકનો વિડીયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ ક્યૂટ બાળકનો વિડીયો જોઈને તમારા ચહેરા પર પણ સ્મિત આવી જશે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો, આ નેનો બાળક કપડાં ધોતો દેખાઈ રહ્યો છે.
છોટા પેકેટ બડા ધમાકા! માત્ર દોઢ વર્ષનો બાળક એકદમ ક્યુટ અંદાજમાં ધોઈ રહ્યો છે કપડા – વિડીયો જોઈને દિલ ખુશ થઇ જશે pic.twitter.com/lmQO1swmOP
— GUJJU ROCKZ (@gujju_rockz) March 23, 2022
વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બાળક સાબુ દઈને એકદમ બરાબર ઘસી ઘસી ને કપડા ધોઈ રહ્યો છે. બાળક એવી રીતે કપડાં ધોવેછે જાણે કપડાં ધોવાનું તેનું દરરોજ નું કામ ન હોય. ક્યુટ બાળકને કપડાં ધોતો જોઈને ઘણા લોકો ખડખડાટ હસી પડ્યા છે અને ઘણા લોકોના ચહેરા પર એક અલગ ખુશી જોવા મળી રહી છે.
હાલમાં આ ક્યૂટ બાળકનો વિડીયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. બાળક નો વિડીયો જોઇને કોમેન્ટ બોક્સમાં યુઝર્સ રમુજી કોમેન્ટ કરી રહ્યા છે. ઘણા લોકોને તો આ વીડિયો એટલો પસંદ આવી ગયો છે કે વારંવાર આ વિડિયો જોઈ રહ્યા છે અને પોતાના મિત્રોને પણ શેર કરી રહ્યા છે.