આ રોગના લીધે ગરોળી જેવી દેખાય છે, જાણો 6 લાખ લોકોમાંથી ભાગ્યેજ એક ને થતા રોગ વિશે, ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે કોઈને આવી બીમારી ન થાય.

ajab gajab

આ દુનિયાના લોકો વિચિત્ર રોગોથી પરેશાન છે. ઘણા રોગો સમયની સાથે મટી જાય છે, પરંતુ અમુક રોગો સમય સાથે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે.

આ રોગ વિશે આજ સુધી તમે સાંભળ્યું નહીં હોય. આ બીમારી એક નાની છોકરીને છે અને તેના કારણે આ બાળકીની ત્વચા દિવસેને દિવસે ગરોળી જેવી બની રહી છે. આ છોકરીની હાલત તમે તમારી આંખોથી જોશો તો 4 દિવસ સુધી તમને ઊંઘ નહીં આવે, હા એ વાત સાચી છે!

અમે જે નાની છોકરી વિશે વાત કરી રહ્યા છીએ તેનું નામ શમા છે અને તે માત્ર 2 વર્ષની છે. એક તરફ એવા લોકો છે જેઓ પોતાના શોખ માટે પોતાના શરીર પર પ્રાણીઓના ટેટૂ કરાવે છે અને બીજી તરફ શમા જેવા માસૂમ છે જેનું શરીર ગરોળી જેવું બની રહ્યું છે. મને ખબર નથી કે આ ભૂતકાળના કર્મનું પરિણામ છે કે ભગવાનની કોઈ લીલા પરંતુ હવે આ છોકરીની પીડા તેના માતાપિતાની સહનશક્તિની બહાર છે.

કોઈ પણ પાપ કર્યા વિના આ દુનિયામાં આવવાની સજા આ છોકરીને મળી રહી છે. હકીકતમાં, આ છોકરીનો જન્મ થતાંની સાથે જ તેને આ રોગ થયો હતો. આ રોગને કારણે શરીર પર ખંજવાળ આવતી રહે છે અને તેની ત્વચા સમયાંતરે બહાર આવતી રહે છે. તેના માતા-પિતા ખૂબ જ પરેશાન રહેવા લાગ્યા કારણ કે આ બીમારીને કારણે તેમના બાળકની ત્વચા ગરોળી જેવી થઈ ગઈ હતી. તેના લીધે બધા બાળકો તેનાથી દૂર રહેવા લાગ્યા અને તેની સાથે રમવાનું બંધ કરી દીધું.

જ્યારે તેના માતા-પિતાએ ડોક્ટરને આ બીમારી વિશે પૂછ્યું તો તે પણ આશ્ચર્યચકિત થઈ ગયા. ડોક્ટરે તેમને કહ્યું કે શમા એક ખૂબ જ વિચિત્ર બીમારીનો શિકાર છે, તે એક જાતનો ત્વચાનો રોગ છે અને આશ્ચર્યની વાત એ છે કે 6 લાખ બાળકોમાંથી માત્ર એકને જ આ રોગ થાય છે.

વાસ્તવમાં આ રોગ આનુવંશિક છે અને તેનો કોઈ ઈલાજ નથી. આ બીમારીને કારણે બાળકની આંખો સારી રીતે ખુલતી નથી અને તે ઘણી મુશ્કેલીમાં રહે છે કારણ કે તેની ત્વચા સતત ઉખડતી રહે છે, જેના કારણે તેના શરીર પર ઘણી જગ્યાએ ઈન્ફેક્શન પણ થાય છે.

આટલું જ નહીં શમાના ભાઈ-બહેન પણ આ બીમારીની ઝપેટમાં આવી ગયા છે અને તેના કારણે તેમના માતા-પિતા ચિંતિત છે. ડૉક્ટરોએ આ રોગને લેમેલર ઇચથિઓસિસ નામ આપ્યું છે જે ખૂબ જ દુર્લભ રોગ છે. આ બીમારીથી પીડિત શમાના શરીરના વાળ પણ ખરી ગયા છે.

જો ડોક્ટરોની વાત માનીએ તો આ દુર્લભ બીમારી વ્યક્તિને ત્યારે થાય છે જ્યારે શરીરમાં લોહીનો પ્રવાહ સારો ન હોય. લાંબા સમયથી એનિમિયા ધરાવતા લોકોને પણ આ રોગ થઈ શકે છે. આ રોગના પ્રારંભિક લક્ષણો ત્વચાની શુષ્કતા અને ખંજવાળ છે. જો કોઈ વ્યક્તિનું શરીર લાંબા સમય સુધી શુષ્ક રહે છે, તો તેની સારવાર શક્ય તેટલી વહેલી તકે કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

અમે આ બાળકી માટે પ્રાર્થના કરીએ છીએ કે જલ્દી આની કોઈ દવા મળી જાય અને સારી થઈ જાય અને પ્રાર્થના કરીએ છીએ કે કોઈને આવી બીમારી ન થાય.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *