શું તમે જાણો છો ભગવાન કૃષ્ણએ મહાભારતમાં જણાવ્યા હતા ધનવાન બનવાના 5 પ્રાચીન રહસ્ય…

knowledge

આજે અમે તમને મહાભારતમાં શ્રીકૃષ્ણ દ્વારા યુધિષ્ઠિરને દરિદ્રતા દૂર કરવાના એટલે કે ગરીબીને દૂર કરવા માટેના 5 રહસ્ય વિશે જણાવવાના છીએ. આપણા જીવનમાં અપનાવીને તમે તમારી ગરીબીને દૂર કરીને ધનવાન બની શકો છો. ભગવાન શ્રીકૃષ્ણ અને મહાભારતમાં આ પાંચ પ્રાચીન રહસ્યો વિશે જણાવ્યું છે.

ભગવાન શ્રીકૃષ્ણ જણાવે છે કે ઘરમાં રોજ ગાયના ઘીનો દીવો કરવામાં આવે છે અને ગાયના જીતેશ ભોગ લગાવીને દેવીદેવતાનો પ્રસાદ ચઢાવવામાં આવે છે તે ઘરમાં સમસ્ત દેવી દેવતા પોતાની કૃપા દૃષ્ટિ રાખે છે. તેના કારણે ઘરમાં ક્યારેય દરિદ્રતા રહેતી નથી અને માતા લક્ષ્મીનો હંમેશા વાસ રહે છે. ઘરમાં નિયમિત ભગવાનને ગાયના ઘીનો દીવો કરવો જોઈએ તેમજ ગાયના ઘી માંથી બનાવેલ ભોગ ધરાવવો જોઈએ.

ભગવાન કૃષ્ણ બીજું એ જણાવે છે કે ઘર માં આવેલા મહેમાનો સૌથી પહેલા પીવા માટે પાણી આપવું જોઈએ અને તેનાથી અશુભ ગ્રહ ટળી જાય છે. ઘરે કોઈ પણ મહેમાન આવે તો સૌથી પહેલાં પીવા માટે પાણી આપવું જોઈએ. આમ પણ આપણી સંસ્કૃતિનો ભાગ છે જે લગભગ લોકો પાલન કરતા હશે.

વેદ અને પુરાણોમાં મધ ને ખૂબ શુદ્ધ અને પવિત્ર માનવામાં આવ્યું છે. હંમેશા ઘરમાં મધ રાખવું જોઈએ અને ઘરનાં દરેક સભ્યોએ મધનું સેવન કરવું જોઈએ. તેનાથી નકારાત્મક ઉર્જા સકારાત્મક ઊર્જામાં પરિવર્તિત થાય છે. ઉપરાંત ઘરમાં લક્ષ્મીનો વાસ પણ થાય છે માટે ઘરમાં મધ અવશ્ય રાખવું જોઈએ.

મિત્રો જે રીતે હજારો ઝેરીલા સાપ ચંદન ને વિતળાઈ ને રહે છે તેમ છતાં ચંદન ક્યારે ઝેરીલું થતું નથી.તેવી રીતે ઘરમાં જેટલી પણ નકારાત્મક ઊર્જા હોય છે તે ચંદન રાખવાથી દૂર થઈ જાય છે. ઘરમાં હંમેશા ચંદન રાખવું જોઇએ તેનાથી ખરાબ શક્તિ હંમેશા દૂર રહે છે.

માતા સરસ્વતી કમળના ફૂલ પર બિરાજમાન હોય છે અને હંમેશા હાથમાં વીણી રહેલી હોય છે. કમળમાં કીચડમાંથી ખીલે છે તેમ છતાં કિચન તેને સ્પર્શ નથી શકતુ. તે પ્રકારે ઘરમાં દેવી સરસ્વતી નો ફોટો રાખવાથી અને વીણા રાખવાથી ગરીબાઈ તે ઘરને સ્પર્શ કરી શકતી નથી.

Leave a Reply

Your email address will not be published.