મચ્છરોનો પ્રકોપ દરેક ઋતુઓમાં રહે છે જેમકે ચોમાસાના વરસાદથી લઈને ઉનાળાની ગરમી સુધી અને હવે તો શિયાળાની ઋતુમાં પણ મચ્છરોના ત્રાસ વધતો જ જઈ રહ્યો છે. જે સામાન્ય વ્યક્તિઓ માટે ઘણી મુશ્કેલીની વાત છે. કારણ કે મચ્છર ભગાડવા માટેના લિકવીડ પણ મોંધા થવા લાગ્યા છે.
મચ્છર કરડવું આમ તો ખુબ જ સામાન્ય લાગે છે પરંતુ આ મચ્છરોમાં કેટલાક એવા મચ્છરો પણ હોય છે જેના કરડવાથી આપને ગંભીર રોગ પણ થઈ શકે છે. મચ્છર કરડવાથી વ્યક્તિને ઘણા રોગ થઈ શકે છે. જેમ કે, મલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિય વગેરે રોગ વ્યક્તિને મચ્છર કરડવાના લીધે થાય છે
ઘણી વાર વ્યક્તિ મચ્છર કરડયા પછી પણ આપણે તેને ગણકારતા નથી અને આવા બધા કારણોને કારણે ઘણીવાર મચ્છર કરડવાથી વ્યક્તિ ગંભીર રોગોમાં પટકાય જાય છે અને અંતે તેને પોતાનો જીવ પણ ગુમાવી દેવો પડતો હોય છે. એટલા માટે આજે અમે તમને મચ્છરોના ત્રાસથી છુટકારો મેળવવા માટે એક ખુબજ અસરકારક ઉપાય વિષે જણાવીશું.
વ્યક્તિને મચ્છરોના કરડવાથી ફક્ત એક જ નહી પણ અનેક પ્રકારની બીમારીઓ થતી રહે છે. આવા સમયમાં મચ્છરોથી બચવું ખુબ જ જરૂરી થઈ જાય છે. જો આપ પણ આપના ઘરમાં મચ્છરોના ત્રાસથી હેરાન થઈ રહ્યા છો તો તમે પણ બજારમાં મળતા કેટલાય પ્રકારના લિક્વિડનો ઉપયોગ કરતા હશો.
તો હવે તમારે વધારે પૈસાનો ખર્ચ કરવાની બિલકુલ પણ જરૂર નથી કેમ કે, આજે અમે તમને આ આર્ટિકલમાં એક એવા ઉપાય વિષે જણાવીશું જેનો ઉપયોગ કરીને આપ ફક્ત બે-ત્રણ રૂપિયામાં જ તમે તમારા ઘરમાં મચ્છરોને આવતા રોકનાર લિક્વિડ તૈયાર કરી શકો છો.
આ ઉપાય કરવા માટે તમારી પાસે કોઇપણ કંપનીનું રીફીલ મશીન હોવું જોઈએ. તેના માટે લિક્વિડ બનાવવા માટે તમારી પાસે ફક્ત કપૂર અને ટારપીન હોવી જોઈએ. આ બંને વસ્તુની મદદથી આપણે તેનું લિક્વિડ બનાવીશું. કપૂર તમને તમારા ઘરની નજીક આવેલી કોઈપણ કરીયાણાની દુકાન પરથી સરળતાથી મળી રહેશે અને ટારપીન આપને હાર્ડવેરની દુકાન પર થઈ સહેલાઈથી ખરીદી શકો છો.

કપૂર અને ટારપીન આ બંને વસ્તુઓ કિંમતની દ્રષ્ટિએ વધારે મોંઘી નથી હોતી. લિક્વિડ બનાવવા માટે તમારે એક લીટર ટારપીન અને એક પેકેટ કપૂરનો ઉપયોગ કરીને તમે તેને સરળતાથી બનાવી શકો છો. આ લિક્વિડ અંદાજીત દોઢથી બે વર્ષ સુધી એટલા કે 18થી 20 મહિનાઓ સુધી ઉપયોગ કરી શકાય એટલી માત્રામાં બને છે.