મહાભારતમાં જણાવ્યા અનુસાર જો તમારા સ્વભાવમાં આ 6 દોષ છે તો તમે હંમેશા દુ:ખી રહેશો, આજે જ છોડો.

Dharma

પ્રાચીન ગ્રંથ ‘મહાભારત’ને ઘણા વિદ્વાનો પાંચમાં વેદ તરીકે પણ ઓળખે છે. કૌરવ પાંડવની કહાની  ઉપરાંત જીવન મેનેજમેન્ટ ટિપ્સ પણ આપવામાં આવી છે. આ ટીપ્સ એટલી સચોટ છે કે તે આજના  જીવનમાં પણ અપનાવી શકાય છે. મહાભારતના ગ્રંથમાં એક શ્લોક છે જેમાં માનવ પ્રકૃતિને લગતી 6 દોષો વિષે વાતો કહેવામાં આવી છે. મહાભારત મુજબ જે પણ વ્યક્તિમાં આ 6 દોષ હોય છે તે હંમેશાં દુ:ખી રહે છે.

એ શ્લોક આ મુજબ છે – ईर्ष्या घृणो न संतुष्ट: क्रोधनो नित्यशङ्कित:। परभाग्योपजीवी च षडेते नित्यदु:खिता:।। ચાલો આપણે તેનો અર્થ વિગતવાર સમજીએ.

ઈર્ષ્યા: જે વ્યક્તિમાં ઈર્ષ્યાની ભાવના હોય છે એ લોકો જીવનમાં ક્યારેય સુખી નથી થઇ શકતા. આ પ્રકારની વ્યક્તિ અન્યની પ્રગતિ અને સુખ જોઈને ઈર્ષા કરતી રહે છે. તે બીજાનું ભલું જોઈ શકતા નથી. બીજાનું સુખ તેને ક્યારેય સારું નથી લાગતું.

તિરસ્કાર: નફરતની લાગણી ધરાવતા લોકો જીવનમાં હંમેશાં નાખુશ રહે છે. આવા લોકો કોઈની સાથે વાત કરવાનું અથવા તેમની સાથે સંબંધ રાખવાનું પસંદ કરતા નથી. બીજાને ખુશ જોઈને મનમાં તે દુ:ખી થાય છે.

ક્રોધ: ક્રોધ એ માણસનો સૌથી મોટો શત્રુ છે. ગુસ્સામાં તે વિચાર્યા વિના ખોટો નિર્ણય લે છે. પછીથી ગુસ્સામાં કરેલા કામનો તેને પછતાવો થાય છે. આ રીતે, તેમનો આ ક્રોધ તેને ક્યારેય ખુશ થવા દેતો નથી.

અસંતોષ: કેટલાક લોકો એવા પણ હોય છે જે જીવનમાં ક્યારેય સંતુષ્ટ થતા નથી. તેઓ હંમેશા જે મેળવે છે તે તેમને ઓછું લાગે છે. આવા લોકોના મનમાં હંમેશા અસંતોષની ભાવના રહે છે. જેની પાસે છે તેની ઉજવણી કરવાને બદલે, જેની પાસે નથી તેની ચિંતા કરીને દુઃખી થયા કરે છે.

શંકા: જે લોકોમાં શંકાની ભાવના વધારે હોય છે તે લોકો હંમેશાં નાખુશ રહે છે. તેઓ ક્યારેય કોઈ પર વિશ્વાસ કરતા નથી. તે તેના સંબંધીઓ, મિત્રો સહિત દરેક વ્યક્તિ પર શંકા કર્યા કરે છે. આ સ્વભાવ તેમના દુ:ખનું કારણ બને છે. તેમનો શંકાશીલ સ્વભાવ તેમના મનને શાંત નથી રહેવા દેતો.

બીજાઓ પર નિર્ભર રહેવું: મજબૂરી હેઠળ કોઈના પર નિર્ભર રહેવું એ સમજી શકાય છે, પરંતુ આળસ અથવા તમારી પ્રકૃતિને લીધે હંમેશા બીજા પર નિર્ભર રહેવું યોગ્ય નથી. આવા લોકો હંમેશાં બીજા લોકોની દયા અથવા તિરસ્કાર સહન કરે છે. તેઓ જીવનમાં ક્યારેય ખુશ નથી રહી શકતા. તેઓએ દરેક સુખ માટે બીજાઓ પર નિર્ભર રહેવું પડે છે.

તમને આ પોસ્ટ કેવી લાગી? કૃપા કરીને અમને કોમેન્ટમાં જણાવો અને તમને આ પોસ્ટ ગમી હોય તો શેર જરૂર કરજો. જો તમારી પાસે ગુજરાતીમાં કોઈ આર્ટીકલ્સ, વાર્તા અથવા માહિતી છે, જે તમે અમારી સાથે શેર કરવા માંગો છો, તો કૃપા કરીને તમારા ફોટા સાથે અમને ઇમેઇલ કરો. અમારી આઈડી છે: Gujaratexpress100@gmail.com. જો અમને ગમશે, તો અમે તેને અહીં તમારા નામ અને ફોટો સાથે પ્રકાશિત કરીશું. આભાર!

Leave a Reply

Your email address will not be published.