ભારતમાં સદીઓથી અતિથી દેવો ભવ: ની પરંપરા ચાલી આવે છે. અતિથી ને ભગવાન સમાન ગણવામાં આવે છે. આથી અતિથી ની સંભાળ રાખવી જરૂરી છે. પરંતુ હાલ ના સમયમાં કોઈને અતિથી ગમતા નથી અને કોઈ પાસે એટલો સમય નથી કે મહેમાન સાથે આરામથી બેસી શકે. તો ચાલો જાણીએ કે વિષ્ણુપુરાણ માં અતિથી વિષે શું કહેવામાં આવ્યું છે.
વિષ્ણુપુરાણ પ્રમાણે મહેમાનો નો આદર કરવો એ પુણ્ય નું કામ માનવામાં આવે છે. આ ઉપરાંત વિષ્ણુપુરાણ માં એમ પણ કહેવામાં આવ્યું છે કે તેનું પાલન કરવામાં આવે તો તમે સફળતા પણ પ્રાપ્ત કરી શકો છો અને પુણ્ય પણ કમાઈ શકો છો. આ પુરાણમાં એવી ૩ ખાસ બાબત વિષે જણાવ્યું છે કે આ ૩ વસ્તુ ક્યારેય પણ મહેમાન ને પૂછવી જોઈએ નહિ.
૧) શિક્ષણ :- અમુક લોકોની ટેવ હોય કે ઘરે આવેલા મહેમાનના જીવન વિષે બધું જ જાણવું હોય છે. જયારે પણ કોઈ મહેમાન ઘરે આવે તો તેને ક્યારેય પણ એમ ન પૂછવું જોઈએ કે તેણે કેટલો અભ્યાસ કરેલો છે. જો તે ઓછુ ભણેલા હશે તો તેને જવાબ આપવામાં થોડીક શરમ આવશે અને આ વસ્તુ તેને ગમશે નહિ અને એ પછી તમારા ઘરે આવતા પહેલા એક વાર વિચાર કરશે કે ત્યાં જવું કે નહિ.
૨) આવક :- આજના જમાનામાં આવક સૌથી મોટી જરૂરિયાત હોય છે. કોઈક વ્યક્તિ ઓછુ કમાય તો કોઈક વધારે કમાય છે. જો તમારા ઘરે કોઈ મહેમાન આવે તો તેને તેની આવક વિષે ન પૂછવું જોઈએ કારણ કે જો ઓછી આવક હશે તો તેને કહેવામાં સંકોચ થશે.
૩) જાતિ-ધર્મ :- તમારા ઘરે આવેલા મહેમાન ને ક્યારેય પણ તેની જાતિ, ધર્મ અને ગોત્ર વિષે ન પૂછવું જોઈએ. આમ કરવાથી સામે વાળી વ્યક્તિ ને ખરાબ લાગી શકે છે અને આનાથી સંબંધ પણ બગડી શકે છે.