મહિલાઓએ તેના જીવનમાં આપવી પડે છે આ 4 અગ્નિપરીક્ષાઓ, અને જ્યારે તે નિષ્ફળ જાય છે ત્યારે….

Life Style

આપણો સમાજ અને તેની વિચારસરણી એવી છે કે સ્ત્રીઓને અહીં શાંતિથી જીવવું સહેલું નથી. તેને દરેક સમયે ભેદભાવનો સામનો કરવો પડે છે. મહિલાઓ બાળપણથી લઈને વૃદ્ધાવસ્થા સુધી ઘણું બધું સહન કરે છે. અને પરફેક્ટ બનવા માટે મહિલાઓપર દબાણ કરવામાં આવે છે.પુરુષો માટે ‘ચાલશે’ શબ્દનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. તે જ સમયે, જો મહિલાઓ થોડી પણ આમ-તેમ થાય તો તેને બધે થી ખરી-ખોટી સંભાળવી પડે છે. તે ઉપરાંત, મહિલાઓએ તેમના જીવનકાળ દરમિયાન ઘણી વખત અગ્નિ પરીક્ષાઓ આપવી પડે છે. લોકો તેમનો ન્યાય કરે છે અને તેમની ખુશીઓમાં આગ પણ લગાવી દે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ જ્યાં મહિલાઓને જીવનની આ અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે છે.

આજ્ઞાકારી પુત્રી

છોકરાઓ કરતા છોકરીઓ પર આજ્ઞાકિત બાળક બનવાનું વધારે દબાણ હોય છે. પુત્રો કરતાં પુત્રીઓ પર વધુ પ્રતિબંધો મુકવામાં આવે છે. ઘરના પુત્રોને જે આઝાદી મળે છે, તે જ આઝાદી દીકરીઓને મળવવાની સંભાવના ઘણી ઓછી હોય છે. દુર્ભાગ્યે, આજે પણ, ઘણા માતાપિતા છે જેઓ પુત્ર અને પુત્રીના ઉછેરમાં ભેદભાવ રાખે છે. આવી સ્થિતિમાં, છોકરીઓને આજ્ઞાકારી પુત્રી બનવાની ફરજ પડે છે. જો તે આમ નહીં કરે, તો તે છોકરી તેના હાથમાંથી નીકળી ગઈ છે, તે માતાપિતાનું નામ ડુબાડશે, એવું સાંભળવું પડે છે.

આદર્શ પત્ની બનવું

લગ્ન પછી દરેક સ્ત્રી પર સાસરિયામાં આદર્શ પત્ની બનવાનું દબાણ હોય છે. મહિલાઓ લગ્ન કર્યા પછી નવા ઘરમાં નવા લોકો વચ્ચે જાય છે. અહીં તેની સમય સમય પર એક અગ્નિપરીક્ષા થાય છે. સાસરિયાઓ તેના બધા કામ પર ધ્યાન રાખવાનું શરૂ કરે છે. જો તે આદર્શ પત્ની અથવા પુત્રવધૂ બનવામાં નિષ્ફળ જાય, તો વધુ પડતું સંભાળવું પડે છે. આ જ શીખવાડ્યું છે તારા ઘરવાળાઓએ, ખબર નથી કેવી છોકરીને ઘરની વહુ બનાવી, તને તો હું છૂટાછેડા આપીશ દઈશ, વગેરે મહિલાઓને સંભળાવવામાં આવે છે.

સારી માતા બનવું

સ્ત્રી માટે, સારી માતા બનવું એ પણ અગ્નિપરીક્ષાથી ઓછું નથી. બાળકની પહેલી શિક્ષક તેની માતા જ હોય છે. આવી સ્થિતિમાં, તેની જવાબદારી છે કે તેઓ તેમના બાળકોને સારા સંસ્કાર આપે અને તેમને યોગ્ય માર્ગદર્શન આપે. જો બાળક બગડે છે, તો પણ માતાને સાંભળવું પડે છે. તે તારા બાળકને કંઈ શીખવ્યું નથી, તે કેવા નાકાયક છે, તે તારા પ્રેમમાં બગાડી દીધા છે.

પ્યારી સાસુ બનવું

સારી વહુ બન્યા પછી સારી સાસુ બનવાની કસોટી આપવી પડે છે. તમારે વિલન વાળી સાસુ બનવાની જરૂર નથી. ઘરની વહુને પુત્રીની જેમ રાખવી. તેની સાથે આખું ઘર સાથે લઈને ચાલવું પડે છે. જો તમે આમાં સફળ નહીં થાવ, તો પછી ખડુસ સાસુ, નકામી બુઢી વગેરે સાભળવું પડે છે.

જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

Leave a Reply

Your email address will not be published.