આ મહિલાએ દારૂ બનાવવા માટે વપરાતા મહુઆમાંથી બનાવ્યા પૌષ્ટિક લાડુ અને આજે વિદેશમા પણ તેની માંગ છે.

Story

બસ્તરનું નામ સાંભળીને લોકો નક્સલવાદ વિશે વાત કરવાનું શરૂ કરે છે. પરંતુ હવે છત્તીસગઢના બસ્તર જિલ્લામાં જન-જીવન બદલાઈ રહ્યું છે. આ સ્થાનના યુવાનો નવા સફળ પ્રયોગોનો ઉપયોગ કરીને રોજગાર બનાવવા માટે કામ કરી રહ્યા છે. બસ્તરની રઝિયા શેખ આ રીતે એક નવું અને સારુ કામ કરી રહી છે.

મહુઆના લાડુ બનાવીને લોકો સુધી પહોચાડી રહી છે જેના કારણે આ વિસ્તારની મહિલાઓને રોજગારી મળી રહી છે. આ ઉપરાંત તેમણે કુપોષણ સામે એક નવી પહેલ શરૂ કરી છે. હાલમાં રઝિયાના આ અભિયાનમાં ૧૪ મહિલાઓ કામ કરી રહી છે અને દેશ-વિદેશમાં પણ મહુઆના લાડુ પહોંચાડવાનું કામ કરી રહી છે.

‘મહુઆ’ શું છે અને તેના ફાયદા શું છે :-

મહુઆ એ છત્તીસગઢ અને ખાસ કરીને બસ્તરમાં ગ્રામીણ જીવનનો સાંસ્કૃતિક અને આર્થિક આધાર છે. તેનો ઉપયોગ ફક્ત રોજિંદા જીવનમાં ખાવા પીવા માટે જ થાય છે, પરંતુ તે વેચીને રોકડ રકમ પણ મેળવવામાં આવે છે. ઘરમાં રાખેલ મહુઆ એક સંપત્તિ સમાન છે, જેને કોઈપણ સમયે રોકડમાં ફેરવી શકાય છે. મહુઆ માંથી બનાવેલ દારૂ સમગ્ર બસ્તર ક્ષેત્રમાં પ્રખ્યાત છે.

પરંતુ હવે આ મહુઆમાંથી લાડુ બનાવવામાં આવી રહ્યા છે. મહુઆ મા પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને વિટામિન મળી આવે છે. તેના લાડુઓ બાળકો અને કિશોરવયની યુવતીઓમાં કુપોષણ અને સ્ત્રીઓમાં લોહીનો અભાવ દૂર કરવામાં મદદગાર છે. આ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. બાળકો, પુખ્ત વયના લોકો અને સગર્ભા સ્ત્રીઓને સ્વસ્થ રાખવા માટે ઉપયોગી છે.

ગદલપુરમાં રહેતી રઝિયા શેખે માઇક્રોબાયોલોજીમાં એમ.એસ.સી. કરેલું છે રઝિયા સરકારની ‘સેફ મધરહુડ’ માં સંશોધનકાર તરીકે કામ કરી રહી હતી. રઝિયા કહે છે કે કામ દરમિયાન તેણે અંદરના વિસ્તારોમાં જવું પડ્યું અને વિવિધ પ્રકારના છોડનો અભ્યાસ કરવો પડ્યો.
એકવાર ક્ષેત્ર અધ્યયન દરમિયાન હું સ્વ-સહાય જૂથની કેટલીક મહિલાઓને મળી હતી અને ત્યારબાદ મેં તેઓને મહુઆના લાડુ બનાવતા જોયા હતા.

આ મહિલાઓ સાથે વાત કર્યા પછી, મને મહુઆ ના લાડુના ફાયદા વિશે જાણ થઈ અને ધ્યાનમાં આવ્યું કે આને ગામની બહાર કાઢીને આ મહિલાઓને બજાર પૂરું પાડયુ અને પછી ૬ મહિના સુધી મેં તેના પર કામ કર્યું અને મહિલાઓને સેટ કરી. આ મહિલાઓને તાલીમ આપ્યા પછી રઝિયાએ એક મોટી ઇવેન્ટમાં સ્ટોલ કરવાનું શરૂ કર્યું હતું. જેથી મહુઆના લાડુ શક્ય તેટલા લોકો સુધી પહોંચી શકે.

મહાનગરોમાં લોકોને તેના વિશે સમજાવ્યું અને પછી ધીરે ધીરે માંગ વધવા માંડી. તેઓએ જૂથની મહિલાઓને આર્થિક લાભ મળી રહે તે માટે બજારમાં ૨ રૂપિયામાં બનાવેલો લાડુ ૫ રૂપિયામાં વેચો. એક દિવસ એક એનઆરઆઈ સાનફ્રાન્સિસ્કોના એક સ્ટોલ પર આવ્યો અને તેને લાડુની સુગંધથી ભારતની યાદ આવવા લાગી. તેણે લાડુને ૪૫૦ રૂપિયામાં ખરીદ્યો હતો.

આ રીતે અમને વિવિધ ઇવેન્ટ્સ દ્વારા ઓર્ડર મળતા રહ્યા અને આજે ૧૦ મહિલાઓના આ જૂથમાં પ્રત્યેક મહિલા દિવસ દીઠ ૭૦-૮૦ રૂપિયા કમાઇ રહી છે. આ મહિલાઓને બજાર ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. કુપોષણની આ લડતમાં મહુઆ ના લાડુનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેનાથી આ બધી મહિલાઓને અપાર સંતોષ મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *