આ ચમત્કારી મંત્રથી માતા લક્ષ્મી થશે પ્રસન્ન, ધનની તમામ સમસ્યાઓ થશે દૂર..

Dharma

શુક્રવાર માતા લક્ષ્મીનો દિવસ છે. માં લક્ષ્મીની પૂજા સૌ કોઈ કરે છે કેમ કે તેમના વિના જીવન સુખી રીતે પસાર  ના થઈ શકે, જેમની પાસે માં લક્ષ્મીનો આશીર્વાદ હોય છે, તેમના જીવનમાં ધન-વૈભવમાં ક્યારેય પણ કમી નથી આવતી, લક્ષ્મીની પૂજા કરતા વ્યક્તિ હંમેશા ખુશ અને સુખી હોય છે.

આમ તો માતા લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે પરંતુ તેઓ ભગવાન વિષ્ણુના પ્રિય પત્ની છે, જેઓ કમળના ફુલ પર બિરાજમાન હોય છે, માતા લક્ષ્મીનું રૂપ ઘણું મનોરમ છે, તે ધન-વૈભવ અને સમૃદ્ધિની દેવી છે, લક્ષ્મીનો શાબ્દિક અર્થ જ સંપત્તિ છે, માટે જેમના પર માતાની કૃપા છે, તેમની પાસે સંપત્તિની ક્યારેય કમી નથી હતી, માતા લક્ષ્મી ભૂદેવી અને શ્રી દેવીનો અવતાર માનવામાં આવે છે.

માતા લક્ષ્મીને પ્રસન્ન કરવાના કેટલાક ખાસ મંત્ર 

  1. ધન લાભ માટે મંત્રઃ ॐ धनाय नम: 
  2. ધન સુખ માટે મંત્રઃ ओम लक्ष्मी नम: 
  3. અટકેલા કામ પૂર્ણ માટે મંત્રઃ ॐ ह्रीं ह्रीं श्री लक्ष्मी वासुदेवाय नम 
  4. પત્ની સુખ માટે મંત્રઃ लक्ष्मी नारायण नम: 
  5. સફળતા માટે મંત્રઃ ॐ श्रीं ह्रीं क्लीं श्री सिद्ध लक्ष्म्यै नम: 
  6. દરેક કામમાં સફળતા માટે મંત્રઃ अयिकलि कल्मष नाशिनि कामिनि, वैदिक रूपिणि वेदमये क्षीर समुद्भव मङ्गल रूपिणि, मन्त्रनिवासिनि मन्त्रनुते । मङ्गलदायिनि अम्बुजवासिनि, देवगणाश्रित पादयुते जय जयहे मधुसूदन कामिनि, धान्यलक्ष्मि परिपालय माम् ॥

આવી રીતે કરો પૂજા 

મા લક્ષ્મીની પૂજા કરતા પહેલાં ઘરને સાફ સુઘડ કરો. પછી ખુદ સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરવાં પૂરા મનથી લક્ષ્મીની પૂજા કરો. પૂજા સ્થળ પર સૌથી પહેલાં બાજોઠ ઢાળો, તેના પર પીળું કે લાલ કપડું પાથરો. ત્યાર બાદ તેના પર મા લક્ષ્મીની મૂર્તિ અથવા ફોટો રાખો. 

મા લક્ષ્મીના 16 શ્રૃંગાર કરો અને યથાશક્તિ મુજબ તેને ચઢાવો ચડાવો. મા લક્ષ્મી કમળના પુષ્પ પર વિરાજે છે માટે જો કમળનું ફુલ મળે તો તે માતાને ચઢાવો. મા લક્ષ્મીને ભગવાન ગણેશ બહુ પ્રિય છે અને ગણેશને લાડુ માટે પ્રસાદના રૂપમાં લાડવા ચડાવવાથી મા લક્ષ્મીની કૃપાની સાથોસાથ ગણેશજીના આશીષ પણ પ્રાપ્ત થશે.

તમને આ પોસ્ટ કેવી લાગી? કૃપા કરીને અમને કોમેન્ટમાં જણાવો અને તમને આ પોસ્ટ ગમી હોય તો શેર જરૂર કરજો. જો તમારી પાસે ગુજરાતીમાં કોઈ આર્ટીકલ્સ, વાર્તા અથવા માહિતી છે, જે તમે અમારી સાથે શેર કરવા માંગો છો, તો કૃપા કરીને તમારા ફોટા સાથે અમને ઇમેઇલ કરો. અમારી આઈડી છે: Gujaratexpress100@gmail.com. જો અમને ગમશે, તો અમે તેને અહીં તમારા નામ અને ફોટો સાથે પ્રકાશિત કરીશું. આભાર!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *