માત્ર એક હજાર રૂપિયા માટે ભારતીય સેનાના આ બહાદુર સૈનિકે કરી નાખ્યા હતા પાકિસ્તાન બે ટુકડા

Story

પાકિસ્તાનના બે ટુકડા કરનાર ભરતીય સૈનિક ‘ફિલ્ડ માર્શલ સૈમ માનેકશૉ’ હતા. સૈમ માનેકશૉ ભારતીય સેનાના એવા સૈનિક હતા કે, જેની બહાદુરી અને ઉત્સાહને લોક આજે પણ યાદ કરે છે. તેમના નેતૃત્વ હેઠળ, ભારતે 1971 નું પાકિસ્તાન સાથેના યુદ્ધમાં જીત મેળવી હતી. સૈમ માનેકશૉ તે સમય દરમિયાન ભારતીય સૈન્યના ચીફ હતા. 1971 માં પાકિસ્તાનનો એક ભાગ અલગ થઈ ગયો હતો, જે બાંગ્લાદેશ તરીકે જાણીતું થયું.

ઇન્દિરા ગાંધીને કહ્યું હતું સ્વીટીઃ- આ વાત 1971ની છે. આ સમયે ઇન્દિરા ગાંધીએ તત્કાલીન આર્મી ચીફ સૈમ માનેકશૉ સાથે વાત કરી હતી. યુદ્ધ માટે જ્યારે ઇન્દિરા ગાંધીએ સૈમ માનેકશૉને પૂછ્યું તો તેમણે જણાવ્યું હતું કે, “હું હંમેશા તૈયાર છું સ્વીટી. ઇન્દિરા ગાંધી જાણતા હતા કે, સૈમ માનેકશૉ જેવા લીડરશીપમાં જ પૂર્વી પાકિસ્તાન સાથે યુદ્ધ જીતી શકીએ છીએ. આ કારણથી તે સૈમ માનેકશૉના નખરાને સહન કરતા હતા. 

ઇન્દિરા ગાંધીની વાતનો વિરોધ કરવામાં પણ ડરતા ન હતા:- સૈમ માનેકશૉ એક એવા આર્મી ચીફ હતા કે તેઓ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની વાતનો પણ સંકોચ વિના વિરોધ કરતા અને તેમની વાત કાપી નાખતા. આટલું જ નહીં તે ઇન્દિરા ગાંધીને સ્વીટી પણ કહેતા.

માનેકશૉએ ઇન્દિરા ગાંધીને મેડમ કહેવાની ના પાડી હતી:- સૈમ માનેકશૉ ખુલ્લેઆમ બોલનારા લોકોમાંના એક હતા. તે સ્પષ્ટ શબ્દોમાં કોઇ પણ પ્રકારના સંકોચ વિના તેના વિચાર રજૂ કરતા હતા. તેમણે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીને મેડમ કહેવાની ના પાડી દીધી હતી. તેમણે જણાવ્યું હતું કે, “આ સંબોધન એક ખાસ વર્ગ માટે છે. ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી છે અને તેમને પ્રધાનમંત્રી જ કહીશ”

એક મોટરસાયકલના બદલે લઇ લીધું હતું અડધું પાકિસ્તાનઃ- સૈમ માનેકશૉ સાથે જોડાયેલ આ કિસ્સો ખુબ લોકપ્રિય છે. સૈમ માનેકશૉ અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ યાહ્વવા ખાન એક સાથે સેનામાં હતા. બંને મિત્રો પણ હતા. આ સમયે સૈમ માનેકશૉ પાસે યૂએસ મેડ મોટરસાયકલ હતી. દેશના ભાગલા પડ્યા તો યાહ્વવા ખાન પાકિસ્તાન ફૌજમાં જતા રહ્યાં. જોકે, જતાં-જતાં તેમણે સૈમ માનેકશૉ પાસેથી એક હજારમાં મોટર સાયકલ ખરીદી. જોકે, તેમણે સૈમ માનેકશૉને એક હજાર ચૂકવ્યા ન હતા. ત્યારબાદ યાહ્વવા ખાને પાકિસ્તાનમાં તખ્તા પલટ કર રાષ્ટ્રપતિનું પદ મેળવ્યું. બીજી તરફ સૈમ આર્મી ચીફ બન્યા. 1971ની યુદ્ધ જિત્યા બાદ યાહ્વવા ખાને સૈમને જણાવ્યું હતું કે, “અડધું પાકિસ્તાન આપીને મોટર સાયકલની કિંમત ચૂકવી દીધી”

સૈમ માનેકશૉનો પારસી પરિવારના હતાઃ- સૈમ માનેકશૉનો જન્મ અમૃતસરમાં 3 એપ્રિલમાં 1914માં એક પારસી પરિવારમાં થયો હતો. તેઓ પહેલા વલસાડ રહેતા હતા અને પછી પંજાબમાં આવ્યા. સૈમ માનેકશૉએ  પ્રાથમિક શિક્ષણ અમૃતસરમાં મેળવ્યું હતું ત્યારબાદ નૈનિતાલમાં શૂરવૂડ કોલેજમાં અભ્યાસ કર્યો. સૈમ માનેકશૉ દહેરાદૂનના ઇન્ડિયન મિલિટ્રી એકેડમીના પહેલા બેંચ 1932 માટે પસંદગી પામ્યા હતા. આ સમયે 40 વિદ્યાર્થીઓની પસંદગી થઇ છે. કમિશન મળ્યા બાદ 1934માં તે ભારતીય સેનામાં જોડાયા.

લાહોરમાં 2 વર્ષની દોસ્તી બાદ કર્યાં લગ્નઃ- સૈમ માનેકશૉ 1937માં એક સાર્વજનિક સમારોહમાં હાજરી આપવા માટે લાહોર ગયા હતા. અહીં તેમની મુલાકાત “સિલ્લો બો઼ડે” સાથે થઇ. તેમની સાથે બે વર્ષની દોસ્તી બાદ તેમણે 22 એપ્રિલ 1939માં સિલો બોડે સાથે લગ્ન કર્યાં. 1969માં તેમને સેના પ્રમુખ બનાવવામાં આવ્યા ત્યારબાદ તેમને ફિલ્ડ માર્શલ સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા.

નિવૃત થયા બાદ તમિલનાડુના વેલિંગટનમાં સ્થાયી થયા:- 1973માં સેના પ્રમુખ પદથી નિવૃત થયા બાદ તેઓ તમિલનાડુના વેલિંગટનમાં સ્થાયી થયા. વૃદ્ધાવસ્થામાં તેમને ફેફસાની બીમારી થઇ હતી અને તેના કારણે તેઓ કોમામાં જતા રહ્યા હતા. સૈમ માનેકશૉએ 27 જૂન 2008ની રાતે 12.30 વાગે વેલિંગટનના સૈન્ય હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. 17મી ઇન્ફેન્ટ્રી ડિવિઝનમાં તૈનાત સૈમએ પહેલી વખત સેકેન્ડ વર્ડ વોરમાં ઉતાર્યાં હતા. વર્મા અભિયાન દરમિયાન સેતાંગ નદીના તટ પર ફ્રંટિયર ફોર્સ રેજિમેન્ટના કેપ્ટન તરીકે લડતાં-લડતાં તેમને ગંભીર ઇજા પહોંચી હતી.

આઝાદી પછી ગોરખાની કમાન સંભાળનાર પહેલા ભારતીયઃ- 1946માં તે ફર્સ્ટ ગ્રેડ સ્ટોફ ઓફિસર બનીને મિલટ્રી ઓપરેશંસ ડાયરેક્ટ્રેટમાં કાર્યરત હતા. ભારતની આઝાદી બાદ ગોરખાની કમાન સંભાળનાર તેઓ પહેલા ભારતીય અધિકારી હતા. ગોરખા તેમને સૈમ બહાદુર કરીને બોલાવતા. નાગાલેન્ડની સમસ્યાના સામાધાન માટે શ્રેષ્ઠ યોગદાન આપવા બદલ 1968માં તેમને પદ્મભૂષણ એનાયત કરાયો હતો. 7 જૂન 1969માં સૈમ માનેકશૉ જનરલ કુમાર મંગલમ્ બાદ 8માં ચીફ ઓફ ધ આર્મી બન્યા.

ડિસેમ્બર 1971માં સૈમના કાર્યકાળમાં પાકિસ્તાનનો પરાજય થયો અને બાંગ્લાદેશનું નિર્માણ થયું. તેમના દેશપ્રેમને જોતા 1972માં તેમને પદ્મભૂષણ અને 1 જાન્યુઆરી 1973માં ફિલ્ડ માર્શલ પદથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ચાર દશક સુધી દેશની સેવા કર્યાં બાદ સૈમ બહાદુર 15 જાન્યુઆરી 1973માં ફિલ્ડ માર્શલના પદથી નિવૃત થયા હતાં. 

સૈમ કહેતા કે, ” જો કોઇ સૈનિક એમ કહે કે, તે મોતથી નથી ડરતો તો તે ખોટું બોલે છે અથવા તો ગોરખા છે. સૈમના આવા અનેક કિસ્સા યાદગાર છે. તેમના આ આવા વિધાન પરથી કહી શકાય કે, તેઓ દેશની રક્ષા માટે સેવા કરતા સૈનિકોની ઇજ્જત કરતા હતા અને તમને સન્માન આપતા. સૈમ બહાદુર નામ તેમને ગોરખ રેજિમેન્ટમાંથી મળ્યું હતું. એક વખત તેમને હરકા બહાદુર ગુરુંગ નામના સિપાહીને પૂછ્યું, મારૂ નામ શું છે? તે ગોરખા સિપાહીએ જવાબ આપ્યો કે, “સૈમ બહાદૂર સાબ” બસ ત્યારથી આ નામથી તેઓ જાણીતા થયા અને આ નામ તેમની સાથે જોડાઈ ગયું.

Leave a Reply

Your email address will not be published.