મેકડોનાલ્ડ્સે લોન્ચ કરયો ધાણાનો આઈસ્ક્રીમ, આ આઈસ્ક્રિમ જોઈને લોકોના રૂંવાટા ઉભા થઈ ગયા.

ajab gajab

કંઈક અલગ રીતે બનાવીને ગ્રાહકોને આર્કષવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. લોકો જે મળે તે ખાય છે. ક્યાંક કોઈએ રસ ગુલ્લાને દહીંમાં બોળીને ખાય લીધું તો ક્યાંક કોઈએ મેગીમાં કંઈક અલગ જ મિક્સ કરીને ખાધું. તાજેતરમાં જ ચીનમાં આવેલું મેકડોનાલ્ડ્સ આવી વાનગી લઈને આવ્યું છે. જેને જોઈને લોકો થોડું વિચારવા પર મજબૂર થઈ ગયા કે આ શું બનાવી રહ્યા છે અને આ લોકો શું કરવા ઈચ્છે છે. તમને સાચું નહિ લાગે પણ આ લેખમાં તમને જે કહેવાના છીએ તે સાચી વાત છે મિત્રો… મેકડોનાલ્ડ્સે ચીનમાં એક એવો આઈસ્ક્રીમ બનાવ્યો છે અને તે આઈસ્ક્રિમ સાધારણ નથી પણ તેના પર ધાણા/કોથમીર ભભરાવેલા છે.

આ વિચિત્ર આઈસ્ક્રીમની ઉપર બારીક ધાણા પાથરવામાં આવ્યા છે. તે આઈસ્ક્રીમને ‘Cilantro Sundae’ નામ આપવામાં આવ્યું છે અને તે બહુ ઓછા આઉટલેટ્સમાં ઉપલબ્ધ છે. એટલું જ નહીં, તેમાં કેટલીક ઔષધિઓ પણ ઉમેરવામાં આવી છે. પહેલા જ્યારે લોકોને આ વિશે ખબર પડી તો તેમને લાગ્યું કે આ એક મજાક છે પણ પછી થી લોકોને જાણવા મળ્યું કે તેને 21 ફેબ્રુઆરીએ મેકડોનાલ્ડ્સની શોપ પર લોન્ચ કરવામાં આવ્યો છે.

ટ્વિટર પર આ આઈસ્ક્રીમનો ફોટો ડેનિયલ અહમદ નામના યુઝરે શેર કર્યો હતો. આ ફોટામાં જોઈ શકાય છે કે એક કપની અંદર આઈસ્ક્રીમ છે અને તે આપડા ઘરે સબ્જીમાં કે દાળ ફ્રાય પર ધાણા/કોથમીર નાખવામાં આવે છે તે રીતે તેને શણગારવામાં આવ્યો છે.

પરંતુ ટ્વિટર પર જ્યારે લોકોએ આ આઈસ્ક્રીમના કપ પર ઉપરથી ધાણા/કોથમીરથી સજાવેલો જોયો તો તેમની આંખો પહોળી થઈ ગઈ. તેણે ટિપ્પણી કરી અને કહ્યું કે ભાઈ- આ જોઈને કંઈક વિચિત્ર લાગે છે.

આ પહેલીવાર નથી કે જ્યારે ચીનમાં મેકડોનાલ્ડ્સના મેનુ લિસ્ટમાં બીજવાળા ખોરાકનો સમાવેશ કરવામાં આવ્યો હોય. અગાઉ પણ આવું બન્યું છે. વર્ષ 2020 માં, Oreo બિસ્કીટનું બર્ગર McDonald’s ખાતે બહાર પાડવામાં આવ્યું હતું. આ સાંભળીને લોકોને ચક્કર આવવા લાગ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.