કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે જાપાનની રાજધાની ટોક્યોની એક હોટેલ અનોખી રીતે લોકોની સુરક્ષા લઈને આવી છે. આ હોટેલે ખાસ બોક્સ ડિઝાઇન કર્યા છે, જે ચેપ ફેલાવવાનું જોખમ નોંધપાત્ર રીતે ઘટાડે છે. કોરોનાના વધતા ખતરાની વચ્ચે હોટલની આ ક્રિએટિવિટીને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. જાપાનના લોકો હવે તેમના મિત્રો અને પરિવાર સાથે બહાર ખાવાનો આનંદ માણી શકે છે અને તે પણ કોઈપણ જોખમ વિના.
ન્યૂઝ એજન્સી રોઈટર્સના રિપોર્ટ અનુસાર, સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ છે, જેમાં હોટલનો સ્ટાફ ‘લેન્ટર્ન ડાઈનિંગ એક્સપિરિયન્સ’ કરતો જોવા મળે છે. ટોક્યોના ‘હોશિનોયા ટોક્યો’ ખાતે શરૂ થયેલી આ સુવિધા, કોરોના વાયરસના ચેપથી પોતાને બચાવવાની સાથે બહાર ખાવાનો આનંદ માણવાની ખૂબ જ અનોખી રીત છે.
હોટેલની મુલાકાત લેતા ગ્રાહકોને ફાનસના આકારના પારદર્શક બોક્સથી આવરી લેવામાં આવે છે. આ બોક્સ જાપાનના પરંપરાગત કારીગરો દ્વારા બનાવવામાં આવે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હોટલમાં રોકાયેલા મહેમાનો 30,000 યેન અથવા 19 હજાર રૂપિયા ચૂકવીને પોતાની અલગ બેઠક વ્યવસ્થા સુવિધા હેઠળ અન્ય લોકોને તેમની સાથે જમવા માટે આમંત્રિત કરી શકે છે.
જાપાનમાં કોરોના વાયરસના કેસમાં વધારો થયો છે. જાન્યુઆરીની શરૂઆત સુધી, જ્યાં દૈનિક કેસ માત્ર સેંકડોમાં હતા, જે હવે વધીને લાખો થઈ ગયા છે. 1 ફેબ્રુઆરીએ જાપાનમાં 1.42 લાખ કેસ નોંધાયા હતા. બુધવારે ટોક્યોમાં પહેલીવાર 20 હજારથી વધુ કેસ નોંધાયા હતા. આવી સ્થિતિમાં, કોરોનાથી રક્ષણ આપતી હોટલને ઘણી પસંદ કરવામાં આવી રહી છે.