નવું સિમકાર્ડ ખરીદવા માટે આઈ.ડી પ્રુફ માટે આધાર કાર્ડ, ડ્રાઈવિંગ લાયસન્સ કે બીજા કોઈ ડોક્યૂમેટની કોપી આપવાની હોય છે. કેટલીક વાર સાંભળવા મળે છે કે તમારા દ્વારા આપેલા ડોક્યૂમેટની કોપી કરીને કેટલાય ખોટા સિમકાર્ડ લઈને વેચી દેવામાં આવે છે. જેનો ઉપયોગ ખોટા કામમાં પણ થઈ શકે છે. આવામાં તમારે સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે આવુ થાય ત્યારે તમે ખોટા કેસમાં ફસાઈ શકો છો. જોકે તમે નિચે આપેલા સ્ટેપ્સની મદદથી ઓનલાઈન જાણી શકો છો કે તમારી આઈ.ડી થી ખોટા સિમકાર્ડ ચાલી રહ્યા છે નહી.
દૂરસંચાર વિભાગે લોન્ચ કર્યું પોર્ટલ
લોકોને આવી છેતરપિંડીથી બચાવવા માટે દૂરસંચાર વિભાગે tafcop.dgtelecom.gov.in નામથી વેબસાઈટ લોન્ચ કર્યું છે. જયા તમે ચેક કરી શકો છો કે તમારા નામથી બીજા કયા મોબાઈલ નંબર વપરાય રહ્યા છે. સાથે જ તમે તેની ફરિયાદ પણ આ વેબસાઈટ પર કરી શકો છો અને આ વેબસાઈટની મદદથી તે નંબરને તમે બ્લોક પણ કરી શકો છો. તમને જણાવી દઈએ કે એક આઈ.ડી પર 9 સિમકાર્ડ જ જારી કરવામાં આવે છે.
આ સ્ટેપ્સને ફોલો કરો…
સહુથી પહેલા તમારે દૂરસંચાર વિભાગની આ વેબસાઈટ tafcop.dgtelecom.gov.in પર જવું પડશે. ત્યાર બાદ તમારો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવો, ત્યાર પછી મોબાઈલ નંબર વેરિફિકેશન માટે તમારા મોબાઈલમાં ઓટીપી આવશે.
હવે તમારી સામે એ બધાજ મોબાઈલ નંબરનું લિસ્ટ આવી જશે, જે તમારા પુરાવા ઉપર ચાલતા હશે. જો તમારા નામથી ખોટા સિમકાર્ડ એ લિસ્ટમાં જોવા મળે તો તમે તેની ફરિયાદ પણ કરી શકો છો.
ત્યાર બાદ તમારી ફરિયાદના આધારે એ ખોટા સિમકાર્ડની તપાસ કરવામાં આવશે અને એ નંબર તમારા પુરાવા પર ચાલતો જોવા મળશે તો તેને બ્લોક કરી દેવામાં આવશે.
જોકે જરૂરી વાત એ છે કે દૂરસંચાર વિભાગની tafcop.dgtelecom.gov.in વેબસાઈટ હાલમાં દેશના કેટલાક સર્કલમાં શરૂ કરવામાં આવી છે અને ખુબજ ઝડપથી દેશના બાકી રહેલા સર્કલમાં પણ શરૂ કરી દેવામાં આવશે.