બાળકો માટે બનાવો હેલ્ધી સ્ટફડ મોનેકો બિસ્કીટ સેવ પુરી

Recipe

આપણા બાળકોને બહારનો નાસ્તો અને બિસ્કુટ ખુબજ ભાવતાં હોય છે પણ આપણે તેને ઘરે બનાવી આપીએ તો તેમનું સ્વાસ્થ્ય સારું રહે છે આજે અમે તમારા માટે એક એવીજ રેસિપી લાવ્યા છીએ જે બાળકો માટે એક ઉત્તમ નાસ્તો બની રહશે.

સામગ્રી:-

10-12 નંગ મોનેકો બિસ્કીટ

3-4 નંગ બાફેલા બટાકા

1 ડુંગળી ઝીણી સમારેલી

1 ટામેટું ઝીણું સમારેલું

1/2 ચમચી ચાટ મસાલો

2-3 ચમચી મીઠી ચટણી

1 ચમચી તીખી ચટણી

1 ચમચી લાલ મરચું પાવડર

1 ચમચી ધાણાજીરૂ

1/2 ચમચી ગરમ મસાલો

ધાણા ભાજી

મીઠું સ્વાદાનુસાર 

સેવ જરૂર મુજબ

રીત:-

સૌપ્રથમ એક બાઉલમાં બાફેલા બટાકા મેશ કરી લો.પછી તેમાં ડુંગળી, ટામેટું,ચાટ મસાલો, લાલ મરચું પાવડર, ગરમ મસાલો, ધાણા જીરું,મીઠી ચટણી , તીખી ચટણી , ધાણા ભાજી અને મીઠું નાખી બધું મિક્સ કરી લેવું.

હવે એક બિસ્કીટ લઇ તેમાં આ મિશ્રણ મુકી બીજુ બિસ્કીટ મુકી રોલ કરી લેવું.હવે તેમાં મીઠી ચટણી લગાડી સેવ કોટ કરી લો.

તૈયાર છે એકદમ યમી યમી સ્ટફડ મોનેકો બિસ્કીટ સેવ પુરી

કલા રામોલીયા

Leave a Reply

Your email address will not be published.