ગુજરાતમાં હજુ પણ આ વિસ્તારોમાં 5 દિવસ ભારે, હવામાન વિભાગે કરી મોટી આગાહી

News

ગુજરાતમાં આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા પડ્યો. જેમા ખાસ કરીને જામનગર અને રાજકોટમાં જળબંબાકાર જેવી સ્થિતી સર્જાઈ હતી ત્યારે વધુમાં હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડી શકે છે. લો પ્રેશર સક્રિયા થતા ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ખાસ કરીને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર હાલ પણ ભારે વરસાદ છે. જેથી આવનારા દિવસોમાં અહીયા વરસાદ યથાવત રહેશે. આપને જણાવી દઈએ કે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જેમા અમરેલી, રાજકોટ, જામનગર, ભાવનગરમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. સાથેજ પોરબંદર, જૂનાગઢ, સોમનાથમાં પણ રેડ અલર્ટ અપાયું છે. જેના કારણે અહીયાના લોકો પણ અત્યારથી સાવચેત થઈ ગયા છે.

ઉલ્લેખનીય છે કે જામનગર અને રાજકોટમાં આજે જળંબબાકાર જેવી સ્થિતી સર્જાઈ છે. ત્યારે વધુમા હવામાન વિભાગ દ્વારા આજે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સાથેજ 15 તારીખે પણ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *