જાણો આ યુવતીની બહાદુરીની કહાની: જેને પોતાના જીવની ચિંતા કર્યા વગર યુક્રેનમાંથી 800 થી વધુ લોકોને મો’તના મો માંથી બહાર કાઢ્યા…

Story

આજના સમયમાં દીકરીઓ દેશનું નામ રોશન કરી રહી છે, ત્યારે આજે આપણે એક એવી દિકરીની વાત કરવાના છીએ જેને ખૂબ જ નાની વયે સાહરભર્યું કામ કર્યું છે. પોતાના જીવની પરવહા કર્યા વગર અનેક લોકોના જીવન ને તેણે બચાવ્યા છે. તમને સૌને નિરાજાની કહાની તો યાદ હશે ને, જેણે પોતાના પ્રાણની આહુતિ આપીને પણ તેને ભારતીયોનો જીવ બચાવેલ.

આજે આપણે નીરજા સમાન જ મહાશ્વેતાની સાહસ અને હિંમતની કહાની વિશે જાણીશું. આપણે સૌ કોઈ જાણીએ છે કે, જ્યારે રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થઈ રહ્યું હતું ત્યારે ત્યાં રહેતા ભારતીયોને બચાવવા માટે ભારતના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા ઓપરેશન ગંગા દ્વારા અનેક ભારતીયોને સુરક્ષિત રીતે યુક્રેન અને રશિયા થી ભારત પાછા લઈ આવવામાં આવ્યા હતા.

ઓપરેશન ગંગામ મહત્વનું યોગદાન આપનાર ન્યુ ટાઉનની મહાશ્વેતા એ યુદ્ધગ્રસ્ત યુક્રેનની પોલિશ અને હંગેરિયન સરહદોમાંથી 800 થી વધુ ભારતીય વિદ્યાર્થીઓને બચાવ્યા હતા અને ઓપરેશન ગંગાના સભ્ય તરીકે તેને 27 ફેબ્રુઆરીથી 7 માર્ચની વચ્ચે 6 ઈવેક્યુએશન ફ્લાઈટ્સ ઉડાવી હતી. સૌથી મહત્વની વાત એ કે, આમાંથી ચાર ફ્લાઈટ પોલેન્ડની અને બે હંગેરીથી હતી.

ભારતીય કેરિયર સાથે ઉડાન ભરી ચૂકેલા ચક્રવર્તી એ પોતાના અનુભવ વિશે કહેતા કહ્યું હતું કે, વિદ્યાર્થીઓ હતા જેઓ તેમની કિશોરાવસ્થામાં હતા, કેટલાક વીસ જેટલા યુવાન હતા. આમાંના ઘણા બીમાર હતા જેઓ જીવન માટે લડી રહ્યા હતા. હું તેમની સંઘર્ષની ભાવનાને સલામ કરું છું. યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓને બચાવવા માટે ભારતે 77 ફ્લાઈટ ચલાવી હતી. આમાંના મોટાભાગના એર ઈન્ડિયાના હતા.

મહાશ્વેતા ઓપરેશન વિશે માટે મોડી રાત્રે ફોન આવ્યો અને તેને કહેવામાં આવ્યું કે, એરલાઈન કંપનીએ તેને બચાવ કામગીરી માટે પસંદ કરેલ છે. આ વાત મળતાની સાથે જ માત્ર બે કલાકમાં પોતાનો સમાન પેક કરીને ઘરની બહાર નીકળી ગઈ. અને પોતાની ફરજ તેને નિષ્ઠા પૂર્વક સંભાળી. ઓપરેશન ગંગામાં કામ કરવું તેના માટે ગર્વની વાત છે. યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં ફસાયેલા આપણા દેશના લોકોને બચાવવા એ એક પડકારજનક કાર્ય હતું, જે અમે સંપૂર્ણ સમર્પણ સાથે કર્યું.

Leave a Reply

Your email address will not be published.