ગરમીની ઋતુમાં સાંજ પડતાં જ મચ્છરોનો ત્રાસ વધી જાય છે. સામાન્ય રીતે મચ્છરથી છુટકારો મેળવવા માટે બજારમાં મળતાં પ્રોડક્સનો ઉપયોગ કરીએ છીએ પણ આ પ્રોડક્સમાં ઘણા પ્રકારના કેમિકલ્સ આવે છે, જે આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. માટે તમે મચ્છરને દૂર રાખવા માટે નેચરલ ઉપાયો અપનાવી શકો છો. અમે તમને જણાવીશું એવા 10 છોડ વિશે જેને ઘરમાં રાખવાથી મચ્છરો ઘરમાં નહીં આવે અને સાથે આ સુંદર છોડ તમારા ઘરની રોનક પણ વધારશે.
1. લેમન ગ્રાસ:- દરેક ઘરમાં લેમન ગ્રાસનો ઉપયોગ તેની સુગંધના કારણે થતો હોય છે. લેમન ગ્રાસના છોડનો ઉપયોગ મચ્છર ભગાવવાની દવાઓમાં પણ થાય છે. આ છોડની મનમોહક અને તાજગીથી ભરપૂર સુગંધ મૂડ ફ્રેશ કરી દે છે, જો કે આ ખુશ્બુથી મચ્છર દૂર ભાગે છે.
2. ગલગોટા:- ગોલગોટાના ફૂલ બાલ્કનીને સુંદર બનાવવાની સાથે સાથે મચ્છર ભગાવવામાં પણ મદદ કરે છે. ગલગોટાની સુગંધથી હવામાં ઉડતા કીડાઓ દૂર ભાગે છે. મચ્છરને ભગાવવા માટે ગલગોટાના ફૂલની જરૂર નથી પડતી, તેના છોડ માત્રથી મચ્છર ઘરમાં નથી આવતા.
3. લેવેન્ડર:- મચ્છરને દૂર ભગાવવા માટે મોસ્કિટો રિપેલેન્ટ્સનો ઉપયોગ થાય છે. જેમાં લેવેન્ડર ઓયલ નાખવામાં આવે છે. ત્યારે ઘરને મહેકાવાની સાથે સાથે ઘરને મચ્છરમુક્ત કરવા માટે લેવેન્ડરનો છોડ લગાવી શકો છો.
4. લસણનો છોડ:- કહેવાય છે કે લસણ ખાવાથી લોહીમાં એક અલગ પ્રકારની મહેક આવી જાય છે, જે મચ્છરને બિલકુલ પસંદ નથી. માટે જો લસણ ખાવ છો તો મચ્છર તમારાથી દૂર રહેશે. પણ જો તમને લસણ પસંદ નથી તો તમે લસણનો છોડ ઘરમાં રાખી શકો છો.
5. તુલસી:- તુલસીનો છોડ હવાને સાફ રાખવાની સાથે સાથે નાના-નાના કીડા અને મચ્છરને પણ તમારાથી દૂર રાખવામાં મદદ કરે છે. તુલસીના પાનનો ઉપયોગ તમે ચા અને ઉકાળો બનાવવામાં પણ કરી શકો છો.
6. લીંમડાનો છોડ:- મચ્છર, માખી અને નાના કીડાઓને દૂર રાખવા માટે લીંમડાના છોડ વાવવો ફાયદાકારક નીવડે છે. જો તમારા ઘરે બાગ-બગીચો છે તો તેમાં જરૂર લીંમડાનું વૃક્ષ વાવો. લીંમડો જો ઘરની આસપાસ હશે તો મચ્છર નહીં આવે.
7. રોઝમેરી:- રોઝમેરીના છોડને નેચરલ મોસ્કિટો રિપોલેન્ટ્સ માનવામાં આવે છે. જેના વાદળી ફૂલ દેખાવમાં ખૂબ જ આકર્ષિત હોય છે. આ છોડની ખાસિયત એ છે કે, તે ગરમીમાં સારી રીતે ઉગે છે. આ છોડને પોટમાં લગાવીને ઠંડી અને સૂખી જગ્યા પર રાખવું જોઈએ.
8. સિટ્રોનેલા ગ્રાસ:- સિટ્રોનેલા ગ્રાસને પણ મચ્છર ભાગવવામાં કારગત માનવામાં આવે છે. આ પ્લાન્ટ 2 મીટર સુધી વધે છે. આ ગ્રાસમાંથી નીકળતા ઓઈલનો ઉપયોગ મીણબત્તી, પરફ્યૂમ્સ અને ઘણા હર્બલ પ્રોડક્સમાં થાય છે. સિટ્રોનેલામાં એન્ટી ફંગલ તત્વ પણ છે.
9. કેટનિપ:- કેટનિપનો ઉપયોગ ઘણા પ્રકારની આયુર્વેદિક ઔષધિ બનાવવામાં થાય છે. મચ્છર ભગાડવામાં તે અસરદારક નીવડે છે. આ છોડ દરેક સિઝનમાં થાય છે. જેના ફૂલ સફેદ અને લેવેન્ડર જેવા હોય છે. મચ્છરોને દૂર રાખવા માટે તેને ખુલી જગ્યા પર રાખવો જોઈએ.
10. હોર્સમિન્ટ:- હોર્સમિન્ટ પ્લાન્ટમાં વધારે દેખભાળની જરૂર નથી પડતી. જેની સુગંધ સિટ્રોનેલા જેવી જ હોય છે. આ છોડ ગરમીની ઋતુમાં ઉગે છે. જેનો ઉપયોગ પણ ઘણી દવા બનાવવામાં થાય છે. ઘરમાં આ છોડને રાખવાથી મચ્છર આસપાસ પણ નથી ભટકતા.
આ માહિતીની ચોકસાઈ, સમયબદ્ધતા અને પ્રમાણિકતાની ખાતરી કરવા માટેના તમામ પ્રયત્નો કરવામાં આવ્યા છે, જોકે તેની નૈતિક જવાબદારી ગુજરાત પેજની નથી. અમારી તમને નમ્રતાપૂર્વક વિનંતી છે કે અમારો હેતુ માત્ર માહિતી પહોંચાડવાનો છે.
જો તમને આ આર્ટિકલ ગમ્યો હોય તો શેયર જરૂર કરજો અને આવા જ સારા આર્ટિકલ વાંચવા માટે ફેસબુકમાં આપણું પેજ “Gujarat – ગુજરાત” ને લાઈક જરૂર કરજો. અને તમારી પાસે પણ આવી કોઈ ઉપયોગી માહિતી હોય અથવા તમારા દ્વારા લખાયેલી કોઈ વાર્તા કે આર્ટિકલ હોય અને તમે લોકો સુધી પહોંચાડવા માંગતા હોવ તો અમને Email કરો, આપણી Email ID છે:- Gujaratexpress100@gmail.com અમે તમારો આર્ટિકલ તમારા નામ સાથે આપણી વેબસાઈટ પર પ્રકાશિત કરીશુ. આ આર્ટિકલ વાંચવા માટે આપનો આભાર. જય ભારત – જય જય ગરવી ગુજરાત.