જાણો કેવી રીતે મુકેશ અંબાણીએ ધીરુભાઈ અંબાણી પછી ઉભી કરી મોટી કંપની અને એ પણ એકપણ રૂપિયાના દેવા વગર…

Story

એશિયાના બીજા અને વિશ્વના 10માં સૌથી અમીર મુકેશ અંબાણીને કોઇ પરિચયની જરૂર નથી. દેશની સૌથી કિંમતી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનની કહાની તમે કેટલીક વખત સાંભળી હશે પરંતુ અંબાણી સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો એવી પણ છે જેને તમે ભાગ્યે જ જાણતા હશો. અહી અમે મુકેશ અંબાણી સાથે જોડાયેલી કેટલીક આવી જ ખાસ વાતો વિશે જણાવી રહ્યા છીએ. ભવિષ્યમાં તેમની યોજના ગ્રીન એનર્જીના વિસ્તારમાં રોકાણ કરવાની છે.

ભારતના બીજા સૌથી વધુ અમીર મુકેશ અંબાણી 65 વર્ષના થઇ ગયા છે. મુકેશ અંબાણીનો જન્મ 19 એપ્રિલ 1957માં થયો હતો. મુકેશ અંબાણીનો જન્મ ભારતમાં નહીં પણ દેશ બહાર થયો હતો. સ્વર્ગીય ધીરૂભાઇ અંબાણી અને કોકિલા બેન અંબાણીના પુત્ર મુકેશ યમનમાં જન્મ્યા હતા. ધીરૂભાઇ તે સમયે યમનમાં બિઝનેસ કરતા હતા.

મુકેશ અંબાણી કૉલેજ ડ્રોપ આઉટ છે. 1980ના દાયકામાં મુકેશ અંબાણી કેલિફોર્નિયાના સ્ટેનફોર્ડ યૂનિવર્સિટીમાં એમબીએનો અભ્યાસ કરી રહ્યા હતા પરંતુ ભારતમાં પિતાનો બિઝનેસ સંભાળવા માટે તેમણે ભારત પરત ફરવુ પડ્યુ અને એમબીએનો અભ્યાસ વચ્ચે છોડવો પડ્યો હતો. મુકેશ અંબાણીએ 1981માં પોતાના પિતા ધીરૂભાઇ અંબાણી સાથે મળીને રિલાયન્સ પેટ્રોલિયમ કેમિકલની શરૂઆત કરી હતી.

લાંબા સમય સુધી એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી વિશે વધુ એક રસપ્રદ વાત એ છે કે તે પુરી રીતે શાકાહારી છે. એક રિપોર્ટ અનુસાર, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેનને ઇડલી ખાવાનું પસંદ છે. રોજના ભોજનમાં તેમણે દાળ, ચોખા અને રોટલી ખાવાનું પસંદ છે.

મુકેશ અંબાણી આઇપીએલમાં રમનારી ક્રિકેટ ટીમના માલિક હોય પરંતુ રમતની વાત કરીએ તો તેમની પ્રથમ પસંદ ક્રિકેટ નહીં પણ હૉકી રહી છે. પોતાના સ્કૂલના દિવસોમાં મુકેશ અંબાણીને હૉકીની રમત સાથે લગાવ હતો. આ લગાવ એટલો વધુ હતો કે તેમના અભ્યાસ પર તેની અસર પડી હતી.

મુકેશ અંબાણી પોતાના નેચર અને ડ્રેસિંગ સેન્સ મામલે સિમ્પલ છે. તે હંમેશા એક સામાન્ય સફેદ શર્ટ અને કાળી પેન્ટ પહેરવાનું પસંદ કરે છે. એક રિપોર્ટ અનુસાર, તે ક્યારેય કોઇ બ્રાંડને ફૉલો નથી કરતા. આ સિવાય તે ફિલ્મોના શોખીન પણ છે અને એક અઠવાડિયામાં આશરે ત્રણ ફિલ્મ જુવે છે.

મુકેશ અંબાણીનું ઘર એન્ટીલિયા વિશ્વની સૌથી મોંઘી સંપત્તિમાંથી એક છે. દક્ષિણ મુંબઇમાં ચાર લાખ સ્કવેયર ફૂટમાં બનેલુ છે. કિંમતની વાત કરીએ તો આ આશરે 11 હજાર કરોડ રૂપિયાનું છે. ઘરમાં 27 માળ છે અને 600થી વધારે કર્મચારી કામ કરે છે. ખાસ વાત એ છે કે ઘરના દરેક રૂમમાં તેમના પિતા અને પરિવારની તસવીર લાગેલી છે.

Leave a Reply

Your email address will not be published.