આ પાણીપુરી વાળો રૂપિયા નહિ પણ ગ્રાહક કમાણો હતો, કોરોનામાં મૃત્યુ થતા તેના ગ્રાહકોએ 5 લાખ ભેગા કરીને આપ્યા

Story

ઉત્તરપ્રદેશના આઝમગઢ નજીક ના ગામડા માં રહેતો ભગવતી યાદવ નામનો યુવાન નાની વયે રોજગાર ની તલાશ માં મુંબઇ આવ્યો અને તેને મુંબઇ ના સમૃદ્ધ વિસ્તાર એવા નેપીયેન્સી રોડ પર પાણીપુરી નું વેચાણ શરૂ કર્યું.

ભગવતી યાદવ સ્વભાવે ખૂબ મિલનસાર, દરેક ગ્રાહક સાથે સસ્મિત વાતો કરતા કરતા પાણીપુરી ખવરાવે અને આત્મીયતા કેળવી લે. તેઓ સ્વચ્છતા અને Quality ના પણ એટલાજ આગ્રહી.. બધીજ સામગ્રી સવારે 6 વાગ્યે ઉઠી ને ઘરેજ બનાવે અને સાંજે 5 વાગતા તે નેપયનસી રોડ પર પહોંચે અને ગ્રાહકો ની લાઈન લાગે. 

અને બધાજ ગ્રાહકો સાથે હસતા હસતા, વાતો કરતા મન ને તરબતર કરી દે તેવી સ્વાદિષ્ટ પાણીપુરી ખવરાવતા ખવરાવતા દોઢ બે કલાક માં તેમનો બધોજ માલ વેચાય જાય.. 

તેમને વર્ષો પહેલા પાણી પુરી માટે વપરાતી તમામ સામગ્રી બીસ્લેરી કંપની ના Bottled પાણી નો ઉપયોગ શરૂ કર્યો અને પછી તેઓ “બીસ્લેરી પાણી પુરી વાળા” તરીકે દેશ વિદેશ માં પ્રખ્યાત થયા.

મુંબઇ ના લોકો ને 46 વર્ષ સુધી પાણીપુરી ખવરાવતા ખવરાવતા તેઓ #કોરોના થી સંક્રમિત થયા અને ઉંમર ને લીધે Recovery ન થતા મૃત્યુ પામ્યા.

હવે જ્યારે થોડા દિવસો ભગવતી યાદવ દેખાયા નહિ એટલે તેમના પ્રેમાળ ગ્રાહકો એ તપાસ આદરી અને આ સમાચાર સાંભળતા દુઃખી થઈ ગયા. બધા સાથે સંબંધ પ્રસ્થાપિત કરનારા ભગવતી યાદવ ના ગ્રાહકો જાણતા હતા કે તેમના કુટુંબ માં ફક્ત તેઓજ કમાનાર વ્યક્તિ છે. તો તેમના કુટુંબ ને આ દુઃખ ની ઘડી માં મદદરૂપ થવા તેમને Crowd Funding થી 5 લાખ ભેગા કરી સહાય કરવાનો સંકલ્પ કર્યો અને દેશ વિદેશ થી લોકો એ યોગદાન આપ્યું.

ભગવતી યાદવ નો વ્યસાય બહુ વધ્યો નહીં, પણ તેમના Loyal Customers તેમની asset હતા. 

Tip : તમારા Loyal Customers ને તમે ઓળખો છો? તેઓ જ્યારે તમારી Restaurant ની મુલાકાત લ્યે ત્યારે તમને ન જુવે તો staff ને પૂછે છે?

#Covid19 ને લીધે Restaurant ઉદ્યોગ આર્થિક સંકળામણ અનુભવી રહ્યો છે. Working Capital ની Cycle લગભગ બધાની તૂટી ગઈ છે. બેંકો પાસેથી આશા રાખવી લગભગ વ્યર્થ છે.. આવી પરિસ્થિતિ માં જો તમારી પાસે Loyal Customers નો base હોય, ગ્રાહકો સાથે તમે આંખ માં આંખ મિલાવી આવકાર આપ્યો હોય, વાતો કરી હોય તો Crowd Funding Platform થકી તમે તમારી Capital Need આસાની થી સંતોષી શકો. 

ન કર્યું હોય તો હવે વધુ માં વધુ સમય Floor પર વિતાવજો.. ગ્રાહકો સાથે ઘરોબો કેળવજો.. દિલ થી ખવરાવજો અને ઉદાર મને આવકારજો.. તમારા ગ્રાહકો જ તમારા સંકટ સમય ના IPO છે. તમારું શુ માનવું છે?

આ પોસ્ટ સત્યેનભાઈ ગઢવીની વોલ પરથી લેવામાં આવી છે કોપી-પેસ્ટ કરો તો સાથે લેખકનું નામ પણ લખજો.

લેખક:- સત્યેન ગઢવી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *