આરોગ્યની રક્ષા કરે છે હાથમાં બાંધેલી નાડાછડી, જાણો તેના લાભ…

Dharma

કાંડા પર લાલ દોરો અને મોલી બાંધવાની પરંપરા ખુબ જ જૂની પેઢી થી ચાલી આવે છે. આ લાલ દોરાને રક્ષાસુત્ર પણ કહેવામાં આવે છે.આના વિના પૂજા અધૂરી માનવામાં આવે છે. જ્યારે પણ આ દોરો કાંડા પર બાંધવામાં આવે છે ત્યારે તેમના મંત્રોચ્ચાર પણ કરવામાં આવે છે. કાંડા પર નાડાછડી બાંધવાથી ધાર્મિક લાભો તેમજ આરોગ્ય લાભ પણ મળે છે. જાણો આ પરંપરાને લગતી ખાસ વાતો…

નાડાછડી નો શાબ્દિક અર્થ થાય છે સૌથી ઉપર, અને તેનો બીજો અર્થ માથાની ઉપર પણ થાય છે. શંકર ભગવાનના માથા પર ચન્દ્ર બિરાજમાન છે, તેથી શિવને ચંદ્રમૌલૈસ્વર પણ કહેવામાં આવે છે. ભગવાન વામને દાનવીર રાજા બાલીની અમરતા માટે તેમના કાંડા પર રક્ષણાત્મક દોરો બાંધ્યો હતો ત્યારથી જ નાડાછડીને બાંધવાનો રિવાજ અસ્તિત્વમાં આવ્યો છે. નાડાછડી દેખાવમાં લાલ અને કેસરી રંગનું હોય છે. શાસ્ત્રો અનુસાર, તેને રક્ષા સૂત્ર પણ કહેવામાં આવે છે. માનવામાં આવે છે કે, કાંડા પર નાડાછડી બાંધવાથી જીવન પર આવનાર અનેક સંકટોમાંથી રક્ષા મળે છે. પરંતુ આ દોરો તમને અનેક રોગોમાંથી પણ મુક્તિ અપાવે છે. જે કારણે તેને રક્ષા સૂત્ર કહેવામાં આવે છે.

હિન્દુ શાસ્ત્રમાં નાડાછડી બાંધવાનું મહત્વનું પણ બતાવવામાં આવે છે. જેના મુજબ, નાડાછડી બાંધવાથી ત્રિદેવો અને ત્રણ મહાદેવીઓની કૃપા થાય છે. આ મહાદેવીઓ છે – મહાલક્ષ્મી, જેમની કૃપાથી ધન સંપત્તિ આવે છે. બીજા મહાદેવી સરસ્વતી, જેમની કૃપાથી વિદ્યા બુદ્ધિ પ્રાપ્ત થાય છે અને ત્રીજા મહાદેવી મા કાળી, જેમની કૃપાથી મનુષ્ય બળ અને શાંતિ પ્રાપ્ત કરે છે. શાસ્ત્રોના જણાવ્યા અનુસાર, નાડાછડીનો રંગ અને તેનો એક એક દોરો મનુષ્યને શક્તિ પ્રદાન કરે છે. ન માત્ર તેને બાંધવાથી, પરંતુ તેને સજાવટની વસ્તુઓની વચ્ચે ઘરમાં રાખવીથી બરકત પણ આવે છે અને પોઝિટીવિટી પણ આવે છે.

એવું માનવામાં આવે છે કે નાડાછડીમાં દેવી-દેવતાનું રૂપ હોય છે. નાડાછડીનો દોરો કાચા સૂતરમાંથી તૈયાર કરવામાં આવે છે. તે પીળા, સફેદ, લાલ અને નારંગી રંગનું હોય છે. તેને કાંડા પર બાંધવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. કાંડા પર નાડાછડી બાંધવાથી તે હંમેશા નસ સાથે જોડાયેલું રહે છે, જે અનેક બીમારીઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે. તેનાથી રક્તનો સંચાર સારો થાય છે. જેને કારણે રક્તચાપ, હૃદયરોગ, ડાયાબિટીસ અને લકવા જેવી ગંભીર બીમારીઓથી દૂર રહેવાય છે.

જ્યારે તમે કાંડા પર નાડાછડી બાંધો છો તો તે એક્યુપ્રેશર અનુસાર, તે તમને મજબૂત અને ફીટ રાખે છે. નાડાછડી બાંધવાથી ત્રિદોષ દૂર થાય છે, નાડાછડી ને કાંડા પર ત્યાંજ બાંધવામાં આવે છે જ્યાં આયુર્વેદના જાણકાર વૈદ્ય આપણા હાથની નાડી તપાસીને બીમારીને જાણે છે. આ જગ્યા પર નાડાસડી બાંધવાથી પલ્સ પર દબાણ રહે છે અને આપણે ત્રિદોષોને ટાળી શકીએ છીએ. આ દોરાના દબાણથી ત્રિદોષ એટલે કે કફ, વાયુ અને પિત્તને લગતા ત્રણ પ્રકારના રોગોનું નિયંત્રણ કરી શકાય છે.

કફનો અર્થ છે શરદી અને ખાંસી, વાયુ એટલે કે ગેસ, એસિડિટીને લગતા રોગો, પિત્ત એટલે કે પિમ્પલ્સ, ચામડીના રોગોથી સંબંધિત રોગો. વૈદ્ય કાંડાની નાડીથી આ બધા રોગોની તપાસ કરે છે. જો તમને આ આર્ટીકલ ગમ્યો હોય તો શેર જરૂર કરજો અને કોમેન્ટમાં જણાવજો, સાથે વધારે સારા આર્ટીકલ, સુવિચાર, જોક્સ, અને દેશ-દુનિયાના દરેક સમાચાર ફેસબુકમાં વાંચવા માટે લાઈક કરો આપણું આ પેજ અને મેળવો દરેક અપડેટ તમારા મોબાઈલમાં સહુથી પહેલા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *