મધ્યપ્રદેશના બેડીયા થી કસરાવદ માર્ગ પર નર્મદાના તટ પર ભટ્ટયાણ ગામે દૈદિપ્યમાન ત્યાગી સંત સિયારામ બાબા રહે છે. તેઓ સદાયને માટે ફક્ત એક નાની પોતડી અને ભભુત ધારણ કરેલાં જોવા મળે છે. આજુબાજુના લોકોના જણાવ્યા મુજબ વર્તમાન સમયમાં તેમની ઉંમર ૧૦૮ વર્ષ છે. તેઓ સદાય રામચરિત માનસના પાઠમાં લીન રહે છે.
જે જગ્યાએ સિયારામ બાબાનો આશ્રમ છે તે જગ્યા નદીના ડુબાણ મા આવે છે. સરકારે તેમને અનુદાન મા ૨.૫૧ કરોડ રૂપિયા આપ્યાં હતાં. પરંતુ બાબાએ તે સમસ્ત ધનરાશિ નંગલવાદી ગામના નાગદેવતા મંદિરમાં દાન કરી દીધી કે જેથી ત્યાં ભવ્ય મંદિરનું નિર્માણ થઈ શકે. અને દર્શનાર્થીઓ માટે સારી સુવિધા અને જમવાની વ્યવસ્થા થઈ શકે.
જો તમે બાબાને વધારે પૈસા આપવા ઈચ્છો તો તે અસ્વીકાર કરે છે. તે માત્ર ૧૦ રૂપિયા જ લે છે અને તે ત્યાં ઉપસ્થિત પુસ્તિકામાં દાતા નું નામ અને સરનામું નોંધે છે. આ ૧૦ રૂપિયાનો ખર્ચ તેઓ નર્મદા પરિક્રમા કરવાવાળા લોકો માટે ભોજન અને રહેવાની વ્યવસ્થા માટે કરે છે. આ વ્યવસ્થા કેટલાયે વર્ષોથી અવિરત ચાલી આવે છે. તમે ગુગલ પર પણ નંગલવાદી ગામ શોધી શકો છો. ત્યાંની વ્યવસ્થા અને ભવ્યતા જોઈને તમે અચંબિત થઈ જશો. આશ્રમમાં આખો દિવસ દર્શનાર્થીઓ માટે અવિરત ચા ની વ્યવ્સ્થા ચાલુ જ રહે છે.
આ દુનિયામાં આવા ત્યાગી મહાપુરુષ જવલ્લે જ જોવા મળે છે. ધન્ય છે બાબા સિયારામને કે જેમણે પોતાનું સમસ્ત જીવન સનાતન હિંદુ ધર્મને સમર્પિત કરી દીધું છે. તેમને આદરભાવ સાથે નમન.
સૌજન્યઃ- ચિન્મય ભાલાળા