દેશી સ્પાઈડરમેન: રસ્તા પર કિચડ હોવાથી કેવી રીતે દિવાલ પર ચડીને ચલાવી સાયકલ…, જુઓ વિડીયો…

Uncategorized

ભારતમાં જુગાડ કરનાર લોકોની કોઈ ખામી નથી. એ ભારતીય જ શું કામના જે કોઈ કામને જુગાડ કર્યા વિના કરે નહીં. આવા નમૂના તમને અનેક જગ્યાએ જોવા મળશે. આપણા દેશમાં વરસાદ પડે ત્યારે આવા નમૂના સૌથી વધુ જોવા મળે છે જે કીચડથી બચવા માટે ચિત્ર વિચિત્ર હરકતો કરતા હોય છે. આવા જ એક વ્યક્તિનો વીડિયો વાયરલ થયો છે.

વરસાદી વાતાવરણમાં થોડા વરસાદ પછી પણ ગલી ગલીમાં કીચડ થઈ જાય છે. આ વાત સામાન્ય છે. પરંતુ આ કીચડને જોઈને કોઈ પોતાનું કામ રોકતા નથી. તેઓ જુગાડ કરી એ કીચડથી બચી જાય છે અને પોતાનું કામ કરી લે છે. આવો જ એક જોરદાર વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો જેવો વીડિયો તમે આજ સુધી જોયો નહીં હોય.

જે વીડિયોની અહીં વાત થઈ રહી છે તે જુગાડ કરવાની વાતમાં બધાથી આગળ નીકળી ગયો છે. આ વ્યક્તિ હોલિવૂડના સ્પાઈડ મેનને પણ મ્હાત આપી ચુક્યો છે. આ એક બાળક છે અને તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ બાળક કીચડ ભરેલી ગલીમાંથી સાયકલમાં સામાન લઈને જઈ રહ્યો હોય છે. પરંતુ તે જે સ્ટાઈલથી જઈ રહ્યો છે તેને જોઈ લોકો દંગ રહી જાય છે.

સામાન્ય રીતે જોવામાં આવ્યું છે કે કાચા રસ્તા પર પાણી પડતાં જ ત્યાં કીચડ થઈ જાય છે. તેને પાર કરવું મુશ્કેલ હોય છે અને સમસ્યા પણ થાય છે. તેવામાં આ વીડિયોમાં જે જુગાડ કરવામાં આવ્યો છે તે સૌથી અનોખો છે. આ વીડિયો જોઈ યૂઝર્સ આંગળા ચાવી ગયા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે એક યુવક સાયકલમાં સામાન લઈને જાય છે ત્યારે એક ગલીમાં કીચડ જોવા મળે છે. ત્યારબાદ તે જે કામ કરે છે તેની કોઈ કલ્પના પણ કરી ન શકે. વીડિયોમાં જોઈ શકાય છે કે યુવક લગીના કીચડમાં સાયકલ ચલાવી રહ્યો છે પરંતુ તેની ઉપર બેસીને નહીં તે સાઈડની દિવાલ પર ચાલી રહ્યો છે અને આ રીતે સાયકલ ચલાવે છે.

જી હાં યુવક દિવાલ પર ચાલવા લાગે છે. આ વીડિયોને હજારો લોકોએ જોયો છે અને તેના પર કોમેન્ટ કરી છે. આ વીડિયો જોઈને લોકો આ વ્યક્તિને દેશી સ્પાઈડર મેન કહી રહ્યા છે. 15 સેકન્ડના આ વીડિયોને ટ્વીટર પર આઈપીએસ અધિકારી સ્વાતિ લાકરાએ શેર કર્યો છે. આ વીડિયોને હજારો વ્યુ મળ્યા છે અને લોકો પોતાની પ્રતિક્રિયા પણ તેના પર આપી રહ્યા છે.

લોકો આ વ્યક્તિના ટેલેન્ટના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું છે જહા ચાહ વહા રાહ…., અન્ય એક વ્યક્તિએ લખ્યું છે. આ બાળક તો ફિઝિક્સનો પ્રોફેસર છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું છે આ ગામડાનો સ્પાઈડર મેન છે.

Leave a Reply

Your email address will not be published.