નેહા કક્કર : પોતાની મહેનતથી ભાડાના એક રૂમ થી બંગલા સુધીની સફર કરી… વાત કરતા કરતા થઈ ભાવુક…

Bollywood

બોલીવુડ માં બે પ્રકારના લોકો આવે છે. પહેલા એ કે જેમનું ફિલ્મી બેકગ્રાઉન્ડ હોય છે અને તેમને ફિલ્મ કેરિયર પરિવાર દ્વારા વિરાસત માં મળી હોઈ છે. પછી આવે છે બીજા ટાઈપ ના લોકો જે પોતાની મહેનત અને વર્ષો ના સંઘર્ષ ના દમ પર સ્ટાર બને છે. બોલીવુડ સિંગર નેહા કક્કડ બીજા ટાઈપ ના સેલીબ્રીટી છે. નેહા એ પોતાના કેરિયર ની શરૂઆત ઇન્ડીયન આઈડલ ના સીઝન 2 થી કંટેસ્ટંટ તરીકે કરી હતી.

તેના પછી નેહા એ ધીરે ધીરે પોતાના સિંગિંગ કેરિયર ને આગળ વધાર્યું. હવે આજ ની તારીખ માં નેહા બોલીવુડ ની ટોપ ગાયિકાઓ માંથી એક છે. નેહા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટીવ રહે છે. આ કારણે ફેંસ ના વચ્ચે તેમની લોકપ્રિયતા સાતમા આકાશ સુધી પહોંચી છે. જે ઇન્ડીયન આઈડલ માં નેહા ક્યારેય કંટેસ્ટંટ થયા કરતી હતી આજે તે શો માં જજ તરીકેની હાજરી આપી રહી છે.

થોડા સમય પહેલા નેહા એ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલાક ફોટા શેયર કર્યા હતા. તેમાંથી પહેલો ફોટો એક આલીશાન બંગલાનો હતો જ્યારે બીજો ફોટો કોઈ જુનવાણી મકાનનો હતો. નેહા દ્વારા શેયર કરેલ આ ફોટા ઋષિકેશ નો છે. પહેલા ફોટા માં જે સુંદર બંગલો દેખાઈ રહ્યો છે તે નેહા કક્કડ નો જ છે અને બીજ ફોટા માં જે જુનવાણી મકાન દેખાઈ રહ્યું છે તેમાં નેહા નો જન્મ થયો હતો.

નેહાના જન્મ વખતે ત્યાં જુના મકાન માં ભાડા થી રહેતા હતા. ઋષિકેશ માં ભાડા ના મકાન માં રહેવાથી લઈને આલીશાન બંગલા સુધી ના સફર ને યાદ કરીને નેહા ભાવુક થઇ ગઈ. તેમને પોતાના આ અનુભવ ને બહુ જ ખુબસુરત રીતે શેયર કર્યું છે. નેહા લખે છે “આ અમારો ઋષિકેશ સ્થિત બંગલો છે. બીજા ફોટા માં તમે તે મકાન દેખી શકો છો જ્યાં મારો જન્મ થયો હતો. તે ઘર માં અમારો કક્કડ પરિવાર એક રૂમ માં રહેતો હતો.

રૂમ માં મમ્મી એ એક ટેબલ લગાવી દીધું હતું જે અમારું તે નાના રૂમમાં કિચન હતું. તે રૂમ પણ અમારો નહોતો પરંતુ અમે ભાડા પર રહેતા હતા. અને હવે જ્યારે પણ હું આ શહેર માં અમારા બંગલા ને જોવ છું તો હંમેશા મને જૂની યાદો આવે છે અને ભાવુક થઇ જાવ છું. મારા પરિવાર નો ખુબ ખુબ આભાર.”

નેહા ની આ પોસ્ટ સોશિયલ મીડિયા પર બહુ પસંદ કરવામાં આવી રહી છે. સામાન્ય જનતા થી લઈને મોટા મોટા સેલેબ્રીટી સુધી નેહા ના આ સંઘર્ષ ભરેલ સફર પર ગર્વ અનુભવ કરી રહ્યા છે. આદિત્ય નારાયણ લખે છે કે ‘લગન અને મહેનત થી બધું મેળવી શકાય છે, તું તેનું જીવતું જાગતું ઉદાહરણ છે.’ ત્યાં વિશાલ દદલાની કહે છે ‘તમારા ઉપર ગર્વ છે, તમારી યાત્રા લાંબી અને કઠીન હતી પરંતુ તેમાં હર્ષ પણ હતો. તમે બીજા માટે પ્રેરણા છો.’

Leave a Reply

Your email address will not be published.