અમદાવાદની LG મેડિકલ કોલેજનું નામ બદલાયું, હવે રહેશે નવું નામ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ

News

અમદાવાદની પ્રખ્યાત એલજી હોસ્પિટલની મેટ મેડિકલ કોલેજનું નામ પણ હવે બદલાઈ ગયું છે. AMC સંચાલિત LG હોસ્પિટલની પાછળ આવેલી મેટ મેડિકલ કોલેજનું નામ બદલીને હવે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ કરવામાં આવ્યું છે. આ અંગેની દરખાસ્ત સ્થાયી સમિતિમાં મૂકવામાં આવી હતી. આથી કોર્પોરેશનમાં દરખાસ્તને સર્વાનુમતે મંજુરી મળતા હવે મેડિકલ કોલેજનું નામ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ રાખવામાં આવ્યું છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર એલજી હોસ્પિટલની મેટ્સ મેડિકલ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી કરવામાં આવ્યું છે. હવે આ કોલેજ મેડિકલ કોલેજ નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ તરીકે ઓળખાશે. આ કોલેજ જ્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે બનાવવામાં આવી હતી, તેથી આ કોલેજનું નામ નરેન્દ્ર મોદી રાખવામાં આવ્યું છે. પાલિકાની સ્થાયી સમિતિમાં આ નિર્ણય લેવાયો છે.
અવધમાં લિફ્ટ અકસ્માતમાં કોઈએ પોતાના ભાઈ ગુમાવ્યા, કોઈએ પતિ ગુમાવ્યા, કોઈએ પોતાના માતા-પિતાને ગુમાવ્યા..

નરેન્દ્ર મોદી મણિનગરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા અને મુખ્યમંત્રી બન્યા. 17મીએ વડાપ્રધાનના જન્મદિવસે મેટ્સ મેડિકલ કોલેજ ખાતે તકતીનું અનાવરણ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે અગાઉ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમનું નામ બદલીને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ સ્ટેડિયમના સમગ્ર સંકુલનું નામ બદલીને સરદાર સંકુલ રાખવામાં આવ્યું હતું. હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જ એલજી હોસ્પિટલ પરિસરમાં આવેલી મેડિકલ કોલેજનું નામ બદલીને નરેન્દ્ર મોદી મેટ કોલેજ કરવામાં આવશે.
ચૂંટણી પહેલા રાજકારણમાં ભૂચાલ, વિપુલ ચૌધરીની કરવામાં આવી ધરપકડ, જાણો શું છે સમગ્ર મામલો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *