ગામ લોકોને હતી પાણીની તકલીફ, ત્યારે ખજુરભાઈએ કરી દીધી પાણીની રેલમછેલ…

News

બોલીવુડમાં સોનું સુદ અને ગુજરાતમાં નિતીન જાની સેવા કરવા માટે ખુબ જ વખણાય રહ્યા છે ત્યારે આવા સેવાભાવી માણસો અને તેમની સેવાની આ સુવાસ આખા ગુજરાતમાં ફેલાય એ ખુબ જરૂરી છે કારણ કે આવા સેવાભાવી માણસોથી આવનારી પેઢીમાં સેવા કરવાની ભાવના પેદા થાય છે અને ખાસ કરીને જ્યારે કોમેડી વિડીયો બનાવતો ખજુર એટલે કે નિતીન જાનીને લાખો લોકો સોશ્યિલ મિડીયા પર જોતા હોય છે અને તેમના વિડીયો લાખો ગુજરાતી યુવાનો અને બાળકો તેમના વિડીયો છે ત્યારે આવા સેવાભાવી લોકો વિશે લખવું એ પણ અમારા માટે ગૌરવ લેવા જેવી વાત છે.

ગુજરાતમાં જયારે જોરદાર વાવાજોડું આવ્યું કે કોરોનાનો કપરો સમય હતો ત્યારે કેટલાય સેવાભાવી યુવાનો ચિંતિત જોવા મળ્યા હતા તેવા જ યુવાનોમાંથી એક છે નીતિન જાની. વાવાઝોડા બાદ તેઓ સૌરાષ્ટ્રની મુલાકાતે હતા, એ દરમિયાન તેમણે જોયું કે કેટલાય લોકોના ઘર પડી ગયા છે અને તેઓ એ પડી ગયેલા ઘરમાં રહે છે, તેમની પાસે ખેતી સિવાય બીજી કોઈ આવક નથી અને ખેતરમાં પણ વાવાઝોડાને લીધે તમામ પાક નાશ પામ્યો છે, આ બધુ જોઈને નિતીન જાનીનો અંતરાત્મા કકળી ઊઠે છે અને તેમના થી બનતી મદદ કરવાનો પ્રયાસ શરૂ કરે છે.

ખજુર ઉર્ફ નિતીન જાની માત્ર વાતો કરીને નહી પણ નક્કર કામ કરવામાં માને છે, તેમણે તેમના બિલ્ડર મિત્રો પાસેથી પડી ગયેલા મકાન બનાવવા માટે મદદ માંગી પણ તેમના બિલ્ડર મિત્રોએ ફોન ઉપાડવાના બંધ કરી દીધા હતા પણ કહેવાય છે ને કે જે લોકોના મન મક્કમ હોય અને દિલ સાફ હોય એ લોકોને સેવા કરવાથી કોઈ રોકી શકતું નથી, બસ ત્યાર પછી થી નિતીન જાનીએ બિજા કોઈના ભરોસે ન રહીને પોતાની જાતે સેવા કરવાનું કાર્ય ઉપાડી લીધું અને આ સેવાકાર્યમાં તેમના ભાઈ અને તેમની ટીમ સતત તેમની સાથે ઉભા રહ્યા.

નિતીન જાનીએ કેટલાય લોકોના તૂટી ગયેલા ઘર બનાવી આપ્યા અને જે ઘરડા લોકોને કોઈ બીજી તકલીફ હોય તો તેમની સમસ્યા જાણીને તેમને પણ મદદ કરવાના બનતા પ્રયાસ કરી રહ્યા છે, આવી જ રીતે નિતીન જાની એક ગામમાં એક દાદાની મદદ માટે કામ કરી રહ્યા હતા ત્યારે તેમને જાણવા મળ્યું કે ગામમાં મોટા ભાગના લોકોના ઘરમાં પાણીની ખુબજ મોટી સમસ્યા છે અને પાણી આવે તો પણ એટલું પાણી ના આવતું હતું કે લોકોને બે દિવસ ચાલી શકે, પાણીનું પ્રેશર પણ ખુબજ ઓછું હતું, આ ઉપરાત બે કે ત્રણ દિવસે એકાદ વારજ પાણી આવતું ત્યારે નીતીન જાનીએ જરૂરયાત વાળા લોકો માટે પાણીની ટાંકીઓ લાવી આપી, જેથી તેઓ પાણીની ટાંકીઓ ભરી લે અને એ પાણીથી ભરેલી ટાંકીઓની મદદથી તેઓ બે-ત્રણ દિવસનું ગુજરાન કરી શકે.

નિતીન જાનીએ અસંખ્ય પાણીની ટાંકીઓ ગામના લોકોમાં વહેંચી દીધી, પાણીની ટાંકીઓ મળતા ગામના લોકો પણ ખુબજ રાજી થયા હતા અને ગામમાં ચારે તરફ નિતીન જાનીના આ સેવાકાર્યના વખાણ થઈ રહ્યા હતા. તેમના આ સેવાકાર્યના લીધે નિતીન જાની માત્ર કોમેડી કિંગ જ નહી પણ લોકોના હદયસમ્રાટ પણ બની ગયા છે, કેટલાક લોકો સોશ્યલ મિડીયામાં તેમને આ સેવાકાર્ય બદલ એવોર્ડ આપવો જોઈએ એવું પણ કહેવા લાગ્યા છે, એવોર્ડ આપવો પણ જોઈએ તેમના આ સેવાકાર્ય બદલ તોજ ગુજરાત તેમનું થોડું ઋણ ઉતારી શકશો.

મિત્રો સેવા તો ઘણા લોકો કરે છે, પણ પોતાનું કામ છોડીને ઘરના પૈસે સેવા કરવાની હિમ્મત માત્ર થોડા લોકોમાં હોય છે અને નિતીન જાની એમાથી જ એક છે. તમને આ આર્ટીકલ્સ કેવો લાગ્યો એ અમને કોમેન્ટ બોક્ષમાં જરૂર જણાવજો અને આવા જ બીજા સારા આર્ટીકલ્સ વાંચવા માટે આપણા આ ફેસબુક પેજને જરૂર લાઈક કરજો અને ખજુરભાઈના આ સેવાકાર્યને શેયર કરીને લોકો સુધી પહોંચે એ માટે આ પોસ્ટને શેયર જરૂર કરજો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *