હવે પતિ-પત્ની બંનેને મળશે 6,000 રૂપિયા, જાણો PM કિસાન યોજનાના નવા નિયમો

News

પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતગર્ત સરકાર ખેડૂતોના ખાતામાં વાર્ષિક 6000 એટલે કે 2000 રૂપિયાની ત્રણ હપ્તા મોકલે છે. પરંતુ અત્યાર સુધી આ યોજના ઘણા ફેરફાર થઇ ચૂક્યા છે. ક્યારેક અરજીની લઇને તો ક્યારેક પાત્રતાને લઇને, યોજના બનાવવાને લઇને અત્યાર સુધી ઘણા નવા નિયમ બની ચૂક્યા છે. હવે આ યોજનામાં પતિ-પત્ની બંનેને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મળવાની વાત કરવામાં આવી રહી છે. આવો જાણીએ તેના નિયમ.
પહેલાં પોતાની સાથે જ કર્યા લગ્ન અને બની બાળકની માં! અભિનેત્રીએ કહ્યું-‘ છોકરા પેદા કરવા માટે મારે કોઈ પુરુષની જરૂર નથી’

જાણો કેવી રીતે મળશે લાભ?
પીએમ કિસાન યોજના નિયમ અનુસાર પતિ-પત્ની બંને પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ (PM Kisan Benefits) ઉઠાવી શકતા નથી. જો કોઇ આમ કરે છે તો તેને છેતરપિંડી ગણાવતાં સરકાર તેને રિકવરી કરશે. આ ઉપરાંત પણ ઘણી એવી જોગવાઇ છે જે ખેડૂતોને અપાત્ર બનાવે છે. જો અપાત્ર ખેડૂત આ યોજનાનો લાભ ઉઠાવે છે તો તેમને સરકરને તમામ હપ્તા પરત આપવા પડશે. આ યોજનાનો લાભ નહી મળે.

કોણ છે અપાત્ર?
નિયમ અંતગર્ત જો કોઇ ખેડૂત પોતાની ખેતીની જમીનનો ઉપયોગ કૃષિ કાર્યમાં ન કરીને બીજા કામોમાં કરી રહ્યા છે અથવા બીજાના ખેતરો પર ખેડૂતોનું કામ તો કરે છે, અને ખેતર તેમનું નથી. એવા ખેડૂત પણ આ યોજનાનો લાભ ઉઠાવવાના હકદાર નથી. જો કોઇ ખેડૂત ખેતી કરી રહ્યા છે, પરંતુ ખેતર તેમના નામે ન હોઇ તેમના પિતા અથવા દાદાના નામે છે તો તેમને પણ આ યોજનાનો લાભ નહી મળે.
મધ્યાહન ભોજનમાં ગરોળી જોવા મળી, શિક્ષકે કહ્યું, શાંતિથી ખાઓ, રીંગણ છે; 200 વિદ્યાર્થીઓ બીમાર, શિક્ષકે તેમને બળજબરીથી ખવડાવ્યું

તેમને પણ નહી મળે લાભ
જો કોઇ ખેતીની જમીનનો માલિક છે, પરંતુ તે સરકારી કર્મચારી છે અથવા નિવૃત થઇ ચૂક્યા છે, હાલના અથવા પૂર્વ સાંસદ, ધારાસભ્ય, મંત્રી છે તો એવા લોકો પણ કિસાન યોજનાનો લાભ માટે અપાત્ર છે. અપાત્રોની યાદીમાં પ્રોફેશનલ રજિસ્ટર્ડ ડોક્ટર, એન્જીનિયર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટટ અથવા તેમના પરિવારજનો પણ આવે છે. ઇનકમ ટેક્સ આપનાર પરિવારોને પણ આ યોજનાનો ફાયદો નહી મળે.

Leave a Reply

Your email address will not be published.