ભાજપના કન્ફર્મ ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત, જાણો કોને ક્યાંથી મળી ટિકિટ?

News

આગામી વિધાનસભા ચૂંટણીને લઇને ભાજપના ઉમેદવારોની યાદી આજે જાહેર કરવામાં આવી છે. યાદીમાં જણાવ્યા પ્રમાણે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઘાટલોડિયાથી જ ચૂંટણી લડશે.
આલિયા ભટ્ટને હોસ્પિટલમાંથી રજા, રણબીર કપૂર પુત્રીને હાથમાં પકડીને જોવા મળ્યો, જુઓ તસવીરો

 

 • ભાજપે જાહેર કરેલા ઉમેદવારોની યાદી નીચે મુજબ છે.
 • ઘાટલોડિયા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલને ઉમેદવાર જાહેર કરાયા છે.
 • અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા
 • કચ્છની માંડવી બેઠક પરથી અનુરૂદ્ધ દવે
 • ભૂજ બેઠક પરથી કેશુભાઇ પટેલ
 • અંજાર બેઠક પરથી ત્રિકમભાઇ છાંગા
 • ગાંધીધામ બેઠક પરથી માલતીબેન મહેશ્વરી
 • રાપર બેઠક પરથી વિરેન્દ્રસિંહ જાડેજા
 • દસાડા બેઠક પરથી પી.કે.પરમાર
 • લિંબડી બેઠક પરથી કિરીટસિંહ રાણા
 • વઢવાણ બેઠક પરથી જીજ્ઞાબેન પંડ્યા
 • ધ્રાંગધ્રા બેઠક પરથી પ્રકાશભાઇ વરમોરા
 • ચોટીલા બેઠક પરથી શામજીભાઇ ચૌહાણ
 • ટંકારા બેઠક પરથી દુર્લભજી દેથરિયા
 • રાજકોટ પૂર્વથી ઉદય કાનગડ
 • દ્ધારકા બેઠક પરથી પબુભા માણેક
 • જૂનાગઢ બેઠક પરથી સંજયભાઇ કોરડીયા
 • વિસાવદર બેઠક પરથી હર્ષ રિબડીયા
 • સોમનાથ બેઠક પરથી માનસિંહ પરમાર
 • તાલાલા બેઠક પરથી ભગાભાઇ બારડ
 • ઉના બેઠક પરથી કે.સી.રાઠોડ
 • અમરેલી બેઠક પરથી કૌશિક વેકરિયા
 • લાઠી બેઠક પરથી જનક સાવલીયા
 • ગારીયાધાર બેઠક પરથી કેશુભાઇ નાકરાણી
 • પાલીતાણા બેઠક પરથી ભીખાભાઇ બારૈયા

 

બુધવારે દિલ્હીમાં પીએમ મોદી, અમિત શાહ અને જેપી નડ્ડાની અધ્યક્ષતામાં મોડી રાત સુધી ઉમેદવારોના નામ અંગે મંથન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવારોને મોડી રાત્રે ફોન કરવામાં આવ્યા હોવાની ચર્ચાઓ જાગી હતી. પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થયા બાદ મોડી રાત્રે ઉમેદવારો પર ફોન કોલ્સ ગયાં હતાં.

સૂત્રોના મતે ભાજપ આ વખતે વધુ નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી શકે છે. એટલે કે એવું કહી શકાય કે ભાજપની પ્રથમ યાદીમાં અનેક આશ્ચર્યજનક નામની શક્યતા જોવા મળી શકે છે.
PM Modi એ ambulance ને રસ્તો આપવા રોક્યો કાફલો, જુઓ વિડીયો

Leave a Reply

Your email address will not be published.