અહીંયા હોળીથી ડરે છે જમાઈ ! હોળીના દિવસે આખું ગામ રાખે છે જમાઈનું ધ્યાન, કરાવાય છે ગધેડાની સવારી, જાણો શા માટે ?

ajab gajab

હોળીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. દેશના વિવિધ ભાગોમાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. ઘણી જગ્યાએ હોળી વિશે અજીબ અને રમુજી પરંપરાઓ પણ છે. ઘણી વખત નવા જમાઈ સાથે તેના સાસરિયાના ઘરે મજાક કરવામાં આવે છે. મહારાષ્ટ્રના બીડમાં એક વિચિત્ર પરંપરામાં જમાઈ સાથે હોળી રમવામાં આવે છે. બીડ જિલ્લાના કેજ તાલુકાના વિડા યેવતા ગામમાં હોળીના દિવસે ગધેડા પર બેસારીને જમાઈને રંગ લગાવાની વિધિ છે. આ પરંપરા લગભગ 80 વર્ષથી અનુસરવામાં આવે છે. આની પાછળની કહાની ખૂબ જ હાસ્યવાળી છે.

આવો વાત કરીએ આ 80 વર્ષ જૂની પરંપરા વિશે. વાસ્તવમાં, ઘણા લોકો હોળીમાં રંગોથી રંગાવાનું ટાળતા જોવા મળે છે. જો પાકો રંગ લાગી જાય તો તે રંગને કાઢવામાં પરસેવો છુટી જાય છે. એટલા માટે ઘણા લોકો રંગમાં રંગાવાનું ટાળતા હોય છે અને ક્યાંક છુપાઈ જાય છે અથવા જાતે ઘરમાં જ રહે છે. બળજબરીથી રંગો લગાવવાના કિસ્સામાં ઝઘડા પણ થાય છે અને પછી ‘બુરા ના માનો હોલી હૈ’ કહેવત પણ ચાલતી નથી. આવુજ કંઈક 80 વર્ષ પહેલાં બન્યું હતું.

80 વર્ષ પહેલાં બીડ જિલ્લાના કેજ તાલુકાના વિડા યેવતા ગામમાં એવું બન્યું હતું કે દેશમુખ પરિવારના જમાઈએ હોળી રંગવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ તેના સસરાએ તેને રંગ લગાવવા માટે સમજાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો. તેણે ફૂલોથી શણગારેલ ગધેડો મંગાવ્યો અને જમાઈને તેના પર બેસાડ્યો, પછી તેને આખા ગામની આસપાસ ફેરવવામાં આવ્યો.

ગધેડા પર જમાઈને ગામમાં ફેરવીને મંદિરે લઈ જવામાં આવતો હતો અને ત્યાં લઈ જઈને જમાઈની આરતી કરવામાં આવતી હતી અને સાથે તેને નવા કપડાં અને સોનાની વીંટી આપવામાં આવતી હતી. ત્યાં તેનું મોઢું મીંઢું કરાવીને તેને રંગ થી રંગોળવામાં આવતો હતો. પછી થી દર વર્ષે આવી રીતે જમાઈને રંગ લગાવામાં આવતો અને ધીરે ધીરે રંગ રંગોળવાની આ રીત ગામની પરંપરા બની ગઈ.

હવે દર વર્ષે આ ગામમાં હોળી પહેલા નવા જમાઈને ગોતવામાં આવે છે કે જેના હજુ નવા નવા લગ્ન થયા હોઈ. આ પરંપરા હોળીના દિવસે નવા બનેલા જમાઈ સાથે કરવામાં આવે છે. ઘણી વખત આનાથી બચવા માટે ગામના કેટલાક જમાઈઓ છુપાઈ જાય છે અને રંગથી દૂર ભાગવાનો પ્રયાસ કરે છે. પરંતુ ગામના લોકો દ્વારા તેમની પર ધ્યાન રાખવામાં આવે છે કે નવા બનેલા જમાઈ કોઈ જગ્યાએ છુપાઈ કે ભાગી ના જાય. જેથી આ પરંપરાને કોઈપણ સંજોગોમાં પુરી કરી શકાય. ગયા વર્ષે કોરોનાને કારણે આ પરંપરા થઈ ન હતી. આ વખતે પરંપરાને અનુસરવા સંપૂર્ણ તૈયારી ગામ લોકો દ્વારા કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published.