એક સમયે લોક સાહિત્યકાર રાજભા ગઢવી ચરાવતો હતો ભેંસ તે જૂનો વિડીયો થયો વાયરલ..અને આજે મિત્રો માતાજીની કૃપા થઈ જાય તો…

Story

મિત્રો કહેવાય છે કે ગઢવીના સૂરમાં મા સરસ્વતી નો વાસ છે. અને આપણે સૌ જાણીએ જ છીએ કે ખરેખર ગઢવીના કાર્યક્રમને સૌ કોઈ પસંદ કરતા જ હોય છે. કિર્તીદાન ગઢવી, ભીખુદાન ગઢવી, આદિત્ય ગઢવી ઉપરાંત રાજભા ગઢવીના સુરને સૌ કોઈ લોકોએ સાંભળ્યા જ હશે. મિત્રો રાજભા ગઢવી વિશે વાત કરીએ તો તેમનો જન્મ અમરેલી જિલ્લાના કોઈ બાણેજ માં ગીત

લીલા પાણી ખાતે થયો હતો. ખાસ વાત તો એ છે કે રાજભા ગઢવીએ કોઈપણ પ્રકારનું શિક્ષણ મેળવ્યું ન હતું. પોતાના કૌશલ્ય અને નીપુણતાના આધારે કોઈ પણ ખાસ અભ્યાસ કર્યો ન હોવા છતાં રાજભા ગઢવીએ અનેક રચનાઓ રચવી છે. જાણકારી અનુસાર રાજભા ગઢવી બાળપણથી જ ગીરના જંગલોમાં કુદરતની ગોદમાં ઉછેર્યા છે. જે તેમની બોલવાની શૈલી અને

ભાષા શૈલીમાં જોઈ શકાય છે. લોકો તેમની વાણી અને બુલંદ અવાજના દીવાના છે. સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીયો વાયરલ થતા હોય છે તેવી જ રીતે હાલ રાજભા ગઢવી નો ભેંસો ચરાવતો વર્ષો જૂનો વાયરલ થયો છે તેથી લાગી રહ્યું છે કે,કિસ્મત ચમકતા પળવારનો પણ સમય લાગતો નથી. સોશિયલ મીડિયાનો એક પ્લેટફોર્મ ગણાતા facebook પર

વાયરલ થયેલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ગીરના જંગલમાં ભરવાડો તેમના ઢોર ચરાવી રહ્યા છે અને એક યુવક દુહા ગાઈ રહ્યો છે. અમર લોકથી આવું અમારા શાયર મેઘાણી માત સરસ્વતી મીટ માંડીને જોતી કોઈ દુલારો, સત્ય ભાખી નિર્ભય કોણ ઉપાસક મારો, બાવલ બેટડો જોઈ બગસરે હૈયામાં હરખાણી, અમર લોકથી આવ અમારા શાયર મેઘાણી. મિત્રો તમને

જણાવી દઈએ કે દુહા ગાના યુવક કોઈ બીજું નહીં પરંતુ રાજભા ગઢવી છે. જાણકારી અનુસાર બાળપણમાં રાજભા ગઢવી ઢોર ચડાવતા અને રેડિયો પર ભજન ગાતા. વર્ષ 2001 માં રાજભા ગઢવીને સતાધાર નજીકના રામપરા ગામમાં એક કાર્યક્રમ માટે મંચ પર જવાનો મોકો મળ્યો હતો. તારી અનુસાર આ કાર્યક્રમના મુખ્ય કલાકારો મોડા પડ્યા ત્યારે રાજભા ગઢવી ને

અન્ય કલાકારો ની જગ્યાએ ગાવાનો મોકો મળ્યો હતો. અન્ય કલાકારોને મોડું થતા રાજભા ગઢવી ને ગાવાનો મોકો મળ્યો ત્યારથી તેઓની કિસ્મત ચમકી ગઈ. પોતાના સુરીલા અવાજને કારણે લોક ચાહના મળી અને આજુબાજુના વિસ્તારમાં ખ્યાતિ પ્રખ્યાત બની.મિત્રો આપણે જાણીએ જ છીએ કે તેની પાસે ખ્યાતિ સાથે સંપત્તિ પણ છે.તે સમય અને પ્રયત્નની શક્તિ છે.

https://www.facebook.com/watch/?v=515617256810651

યુવા અવસ્થામાં રાજભા ગઢવીએ પોતાની બોલવાની અનોખી છટાથી સમગ્ર ગુજરાતમાં એક નવી ઓળખ ઊભી કરી છે. ગુજરાતના લોકસાહિત્યમાં મોટું નામ કમાવનાર રાજભા ગઢવી ગીરના સિંહો વચ્ચે નાનપણથી ઉછરેલા છે. ઉપરાંત તેઓ પ્રકૃતિ પ્રેમી પણ રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *