વડોદરા, સુરત અને અમદાવાદના લોકો માટે વન-ડે પિકનીક માટે બેસ્ટ છે આ સ્થળ…

Travel

પોઇચા સ્વામિનારાયણ મંદિર આ સ્થળ વડોદરાથી રાજપીપળાના રસ્તે 65 કિમી દૂર નર્મદા કિનારે પોઇચા ગામે આવેલું છે. 2013માં બનેલ સ્વામિનારાયણ મંદિર 105 એકરમાં ફેલાયેલું છે.મંદિરની વાસ્તુકલા ઉપરાંત નેચર પાર્ક, એક્ઝીબિશન, લાઈટ એન્ડ શાઉન્ડ શો, ટનલ ઓફ યમપુરી, ફ્લાવર ક્લોક જોવાલાયક છે.

જી હા, અમે વાત કરીએ છીએ પોઇચા ગામ ખાતે આવેલા નિલકંઠ ધામની.. વડોદરાથી રાજપીપળાના રસ્તે માત્ર 65 કિમી દૂર આવેલું આ સ્વામિનારાયણ મંદિર લોકોના આકર્ષણનું કેન્દ્ર છે. મંદિરની વાસ્તુકલા ખરેખરમાં વખાણવાલાયક છે. અહીં મંદિરમાં આરતીના સમયે હાથી સાથે સવારી નીકળે છે. સાંજના સમયે રંગબેરંગી પ્રકાશથી ઝળહળતું મંદિર તેની સુંદરતામાં વધારો કરે છે.

લગભગ 105 એકરમાં ફેલાયેલા આ મંદિરને જોવા માટે દૂર-દૂરથી પ્રવાસીઓ આવે છે. આ સમગ્ર મંદિર નીલકંઠધામ અને સહજાનંદ યુનિવર્સ એમ બે ભાગોમાં વહેંચાયેલું છે. મંદિરના દ્વાર પર ભગવાન નટરાજની વિશાળ મૂર્તિ છે. તો મંદિરની અંદર વિશાળ સરોવર બનેલું છે જેની વચ્ચે શિવલિંગ, ગણેશજી, હનુમાનજીના મંદિર સાથે અન્ય ઘણા નાના-નાના મંદિરો છે.

108 ગૌમુખી ગંગાથી વહેતી નર્મદા નદીના જળમાં સ્નાન કરનારા શ્રદ્ઘાળુઓની ભીડ સવારથી લઇને સાંજ સુધી હોય છે. અહીં મંદિરની બાજુમાં રહેવા અને જમવાની પણ વ્યવસ્થા છે. અહીંથી નર્મદાને સામે કિનારે કરનાળી ગામ આવેલુ છે. તો તમે નર્મદા નદીમાં નાહવાનો આનંદ પણ લઇ શકો છો.

દર્શન ઉપરાંત તમે અહીં આવીને નેચર પાર્ક, એક્ઝીબિશન, લાઈટ એન્ડથ સાઉન્ડ શો, ટનલ ઑફ યમપુરી, ફ્લાવર ક્લોક, આર્ટ ગેલેરી અને હોરર હાઉસ જેવી અન્ય વસ્તુઓ પણ એન્જોય કરી શકો છો.

અમદાવાદથી પોઈચા નીલકંઠધામ 169 કિલોમીટર દૂર આવેલું છે. કાર દ્વાર તમે માત્ર પોણા 3 કલાકમાં પોઇચા પહોંચી જશો. ઉપરાંત નજીકનું રેલ્વે સ્ટેશન રાજપીપળા છે. અહીંથી તમે 12.5 કિમીની મુસાફરી પ્રાઈવેટ વાહનમાં કરીને ત્યાં પહોંચી શકો છો. સુરતથી પણ લગભગ 130 કિલોમીટર દૂર આવેલું છે.

આ સિવાય પણ સ્ટેચુ ઓફ યુનિટી અહીંથી 40 કિલોમીટર દૂર આવેલું છે, તમે ત્યાં પણ જઈ શકો છો. આ ઉપરાત ચાણોદ નજીક ઓરસંગ કેમ્પ અથવા રીજોઈસ કેમ્પની વન-ડે મુલાકાત લઈ શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *