એક મુખી રુદ્રાક્ષ પહેરવાથી શું થાય ફાયદો ? શા માટે નેતાઓ પહેરે છે એક મુખી રુદ્રાક્ષ..

Dharma

રુદ્રાક્ષને ભગવાન શિવનો એક અંશ માનવામાં આવે છે. આને કારણે તેનું ધાર્મિક મહત્વ વધુ છે અને સાથે જ્યોતિષ શાસ્ત્રમાં પણ તે ખૂબ જ વિશેષ માનવામાં આવે છે. આજે આપણે એકમુખી રુદ્રાક્ષ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આમતો અસલી એક મુખી રુદ્રાક્ષ શોધવો ખૂબ મુશ્કેલ છે. કહેવાય છે કે ભગવાન શિવ એક મુખી રૂદ્રાક્ષમાં વસે છે. એવું માનવામાં આવે છે કે એક મુખી રૂદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિને ભગવાન શિવની શક્તિ મળે છે. આ એક દુર્લભ રુદ્રાક્ષ છે જે ફક્ત ભાગ્યશાળી લોકોને જ મળે છે.

પુરાણોમાં રુદ્રાક્ષની ઉત્પત્તિ વિશેની એક વાર્તા કહેવામાં આવી છે. આ પ્રમાણે, એકવાર તપસ્યા કરતી વખતે મહાદેવ ભાવવિભોર થયા ત્યારે તેની આંખોમાંથી પૃથ્વી પર થોડા ટીપાં પડ્યાં, જેમાંથી રુદ્રાક્ષનો ઉદ્ભવ થયો. એવું માનવામાં આવે છે કે રુદ્રાક્ષ પહેરવાથી વ્યક્તિને અપાર શક્તિ મળે છે.

આવો હોય છે એકમુખી રુદ્રાક્ષ:- એક મુખી રુદ્રાક્ષ કાજુ આકારનો અથવા અર્ધચંદ્રાકાર આકારનો હોય છે. કેટલીકવાર તે ગોળાકાર આકારમાં પણ જોવા મળે છે. એકમુખી રુદ્રાક્ષના ચહેરા પર સ્વાભાવિક રીતે એક જ લાઇન હોય છે. એવું માનવામાં આવે છે કે એક મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિનાં તમામ પાપ ધોવાઈ જાય છે.

એક મુળ રુદ્રાક્ષ સિંહ રાશિના લોકો માટે ખૂબ જ શુભ છે. જ્યાં આ રુદ્રાક્ષની પૂજા કરવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મીનો હંમેશા વાસ રહે છે.

એક મુખી રુદ્રાક્ષ મંત્ર:- રુદ્રાક્ષને પવિત્ર કરવા અને ધારણ કરવાનો મંત્ર છે – ऊं ह्रीं नम: (Om Hreem Namah)।”

નોંધ: એકમુખી રુદ્રાક્ષ અત્યંત શક્તિશાળી અને દુર્લભ હોય છે. તે સગર્ભા સ્ત્રીઓ અને બાળકોએ ન પહેરવો જોઈએ.

એક મુખી રુદ્રાક્ષ નેતાઓની પહેલી પસંદ:- રુદ્રાક્ષ વિશે એવું માનવામાં આવે છે કે તે શ્રેષ્ઠ નેતૃત્વ ક્ષમતા આપે છે. તેથી જ મોટાભાગના નેતાઓ એક મુખી રુદ્રાક્ષ પહેરવાનું પસંદ કરે છે.

એક મુખી રુદ્રાક્ષ વિશે એવું પણ માનવામાં આવે છે કે તેના પહેરનારને ભગવાન વિષ્ણુ દ્વારા લક્ષ્મીમાતાના આશીર્વાદ મળે છે. જે પહેરીને ધન અને સમૃદ્ધિ પ્રદાન કરે છે. આ રુદ્રાક્ષ ધારણ કરવાથી વ્યક્તિનો આત્મવિશ્વાસ વધે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *