અમુક લોકોને જુના સિક્કા ભેગા કરવાનો શોખ હોય છે. આવા શોખીન લોકોને ન્યુમિસ્મેટિસ્ટ કહેવામાં આવે છે. જો તમને પણ આ શોખ છે, તો તમે પણ ભવિષ્યમાં કરોડોના માલિક બની શકો છો!
લોકોને જૂના સિક્કા વેચીને લાખો અને કરોડો રૂપિયા પણ મળે છે. ઓનલાઈન હરાજીમાં આ સિક્કાઓને સારી કિંમત મળે છે. 1, 2, 5 રૂપિયાના સિક્કા કે નોટોના બદલામાં 10 લાખથી 1 કરોડ રૂપિયા મળી શકે છે. આટલી રકમ જુના સિક્કા અને નોટોનું સંગ્રહ કરતા લોકો આપતા હોય છે.

Gujaratpage.com ના અહેવાલ મુજબ, તાજેતરમાં યોજાયેલી એક ઓનલાઈન હરાજીમાં 1 રૂપિયાના સિક્કા માટે 10 કરોડ જેટલી માતબર રકમ મળી હતી. જુના નોટો અને સિક્કા ભેગા કરતા લોકો તેમનું કલેકશન પુરૂ કરવા અથવા તેમા સંગ્રહ કરવા માટે લાખો-કરોડો રૂપિયા ખર્ચ કરતા હોય છે.
કેમ મળ્યા 1 રૂપિયાના 10 કરોડ ?
Gujaratpage.com ના અહેવાલો અનુસાર, બ્રિટિશ રાજના સમયનો આ સિક્કો 1885 માં બન્યો હતો અને તેથી જ તેને હરાજીમાં આટલી ઉંચી કિંમત મળી હતી.
Gujaratpage.com ના અહેવાલ મુજબ ઇન્ડિયામાર્ટ અને કોઇનબજાર જેવી વેબસાઇટ્સ જૂના અને દુર્લભ સિક્કા અને નોટોના બદલામાં લાખો રૂપિયા આપે છે. તમે તમારું નામ, ઈ-મેલ, ફોન નંબર વગેરે જેવી માહિતી આપીને આ વેબસાઈટ્સ પર નોંધણી કરાવી શકો છો. વેબસાઇટ પર નોંધણી કર્યા પછી, ખરીદદારો તમારો સંપર્ક કરે છે અને તમે આવા જુના સિક્કા કે નોટો વેચવા માટે તેમની સાથે વાત કરી શકો છો.
આવી એક હરાજી જૂન 2021 માં, ન્યૂ યોર્કમાં 1933 માં બનેલા અમેરિકન સિક્કાની થઈ હતી અને એ હરાજીમાં લગભગ 138 કરોડમાં એ સિક્કાની કિંમત ઉપજી હતી.