ડાયાબિટીસમાં સુગરના લેવલને કંટ્રોલમાં રાખવા દરરોજ પીઓ બે ઘૂંટડા, બ્લડ સુગર રહેશે તમારા કાબુમાં.

Health

લોહીમાં સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે ઘણા ખોરાક અસરકારક માનવામાં આવે છે. ડુંગળી પણ એમાંથી એક છે. ડુંગળી ડાયાબિટીઝના દર્દીઓ માટે ચમત્કાર જેવું કામ કરી શકે છે. ડુંગળીનું ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછું છે. ઘણા અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે દરરોજ સવારે ડુંગળીનો રસનો ઘૂંટડો પીવાથી તમે કમાલના ફાયદા મેળવી શકો છો.

ડાયાબિટીઝ એ છેલ્લા કેટલાક વર્ષોમાં માનવ જીવનમાં સૌથી વ્યાપક રોગો તરીકે બહાર આવ્યો છે. ડાયાબિટીઝ એ મેટાબોલિક ડિસઓર્ડર છે જે શરીરમાં બ્લડ સુગરના લેવલનું વધઘટનું કારણ બને છે. ડાયાબિટીઝ ધીમે ધીમે સ્થૂળતા, શરીરના અંગોને ફેલ કરવા અને કોરોનરી ડીઝીઝનું કારણ બને છે. મૂળભૂત રીતે, તે શરીરની કામગીરીને અસર કરે છે અને શરીરની રોગપ્રતિકારક શક્તિને કમજોર કરે છે. આવી સ્થિતિમાં, જીવન જીવવાની રીતમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો કરવાની સાથે, બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરવા માટે પગલાં લેવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

ડાયાબિટીઝના ઘરેલું ઉપાય પણ ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. જો કે એવા ઘણા ઘરેલું ઉપાય છે જે બ્લડ સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદગાર સાબિત થઈ શકે છે, પરંતુ અહીં અમે ડુંગળીના રસ વિશે વાત કરી રહ્યા છીએ. ડાયાબિટીસમાં તમારો આહાર મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. લોહીમાં સુગરના સ્તરને નિયંત્રિત કરવા માટે ઘણા ખોરાક અસરકારક માનવામાં આવે છે.

ડુંગળી પણ તેમાંથી એક છે. ડુંગળી ડાયાબિટીઝના દર્દીઓ માટે ચમત્કારીક રીતે કામ કરી શકે છે. ડુંગળીનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછું હોય છે. ઘણા અભ્યાસ કહે છે કે દરરોજ સવારે ડુંગળીનો રસ પીવાથી તમે આશ્ચર્યજનક ફાયદા મેળવી શકો છો. ડુંગળીના રસના ફાયદા ઘણા છે, પરંતુ બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવા માટે તેને રામબાણ ઈલાજ માનવામાં આવે છે.

શા માટે ડુંગળીનો રસ ડાયાબિટીઝમાં ફાયદાકારક છે?

1. ડુંગળીમાં ફાઈબર ભરપૂર હોય છે

લાલ ડુંગળી એ શરીર માટે સારા એવા ફાઇબરનો એક મોટો સ્રોત છે, જે આંતરડામાંથી મળ ત્યાગની ક્રિયાને સરળ કરવામાં મદદ કરે છે. બધા જાતની ડુંગળી ફાઇબરથી ભરેલી હોય છે, જે ખોરાકના અણુઓને તોડી નાખે છે અને ખોરાકને પાચન થવામાં મદદ કરે છે. જેનાથી તે શરીરના લોહીમાં કાર્બોહાઈડ્રેટને છૂટું પડવાની પ્રક્રિયાને ધીમી કરે છે અને આ ક્રિયા શરીરમાં સુગર લેવલને નિયંત્રિત કરવામાં મદદગાર માનવામાં આવે છે.

2. ડુંગળીમાં કાર્બોહાઈડ્રેટ ઓછું હોય છે

ડુંગળીમાં કાર્બોહાઈડ્રેટ ઓછું હોય છે અને શરીરમાં ખાંડનું પ્રમાણ નિયમિત કરવામાં મદદ કરી શકે છે. ડાયાબિટીઝને નિયંત્રિત કરવું એક પડકાર બની જાય છે કારણ કે કાર્બોહાઈડ્રેટથી ભરપુર ખોરાક ખાવાથી બ્લડ સુગરનું પ્રમાણ વધી શકે છે. તે લોહીના સ્તરમાં ઝડપથી ગ્લુકોઝમાં વધારો કરી શકે છે. વજન ઘટાડવા અને સુગરનું સ્તર સંતુલિત રીતે સંચાલિત કરવા માટે, હંમેશાં ઓછી કાર્બ ખાવાની ભલામણ કરવામાં આવે છે.

3. લો જીઆઇ

લો ગ્લાયસેમિક ઇન્ડેક્સવાળા ખોરાક ડાયાબિટીસના દર્દીઓ માટે સારા છે કારણ કે તે બ્લડ સુગર લેવલને નિયત્રિત કરવામાં મદદ કરે છે. હકીકતમાં, તે સુગર લેવલને અંકુશમાં રાખવામાં મદદ કરે છે કારણ કે આ ખોરાક લોહીમાં શુગરને ધીરે ધીરે મુક્ત કરવામાં મદદ કરે છે.

ડુંગળીનું પાણી બનાવવાની રીત:-

સામગ્રી:-

2 કાપેલી ડુંગળી
1 કપ પાણી
1 ચમચી લીંબુનો રસ
1 ચપટી સિંધવ મીઠું

રીત:-

ડુંગળીનું પાણી બનાવવા માટે બ્લેન્ડરમાં બધી સામગ્રીને મિક્સ કરો. અને તેને મિક્સ કરી લ્યો, આ ક્રિયા ફાઇબર મેળવવા માટે જરૂરી છે.

મીઠું ડુંગળીની તીખાશ ઘટાડવામાં મદદ કરી શકે છે. જો તમે ઇચ્છતા હોવ તો, તમે મીઠાંનો ઓછો ઉપયોગ કરી શકો છો. તમે મીઠાને બદલે થોડું મધ પણ ઉમેરી શકો છો.

નોંધ: આ સલાહ સહિત આ સામગ્રી ફક્ત સામાન્ય જાણકારી અને માહિતી પૂરી પાડે છે. ઉપયોગ કરતા પહેલા હંમેશા નિષ્ણાત અથવા તમારા ડોક્ટરની સલાહ લો.

Leave a Reply

Your email address will not be published.